માથાનો દુખાવો થવો તે આજના સમયમાં ઘણા લોકોને અવાર નવાર માથાના દુખાવા થતા હોય છે. માથાનો દુખાવો થવો તે સામાન્ય છે, માથાના દુખાવામાં રાહત મેળવવા માટે ઘણા લોકો દવાઓ ઉપયોગ કરતા હોય છે. અહીંયા અમે તમને માથાના દુખાવા ને દૂર કરવા માટેના ઘરેલુ ઉપાય જણાવીશું.
દરેક વ્યક્તિને અલગ અલગ કારણો સર માથાનો દુખાવો થતો હોય છે. શરીરમાં વાત, પિત્ત અને કફ આ ત્રણ દોષ નું અનબેલેન્સ થવા ના કારણે પણ માથાનો દુખાવો થતો હોય છે. જેમાં રાહત મેળવવા માટે ત્રિદોષ ને સમ રાખવા જોઈએ.
ઘણી વખત વધુ પડતા પ્રદુષણમાં રહેવા કારણે, લાંબા સમય સુધી ભૂખ્યા રહેવું, ઊંઘ પુરી ના કરવી જેવા ઘણા કારણો સર માથાના દુખાવા થતા હોય છે. આ માટે આજે અમે તમને માથાના થતા દુખાવામાં ખુબ જ ઝડપથી રાહત મેળવવાના ઘરેલુ ઉપાય જણાવીશું.
માથાના દુખાવા દૂર કરવાના ઘરેલુ ઉપાય: આ માટે તમે અડધી ચમચી ભૂકો કરેલ અજમો અને તેમાં એક ચમચી સંચળ મિક્સ કરીને હૂંફાળા પાણીમાં મિક્સ કરીને લેવાથી પણ માથાના દુખાવામાં ઘણી રાહત મળે છે.
આ સિવાય લસણ ની એક બે કળી લઈને તેમાં સંચળ મિક્સ કરીને ચાવીને ખાવાથી પણ માથાના દુખાવામાં ઘણી રાહત મળે છે. લસણ ખાવાથી શરીરમાં રહેલ હાનિકારક તત્વો બહાર નીકળી જાય છે અને લોહીને પણ શુદ્ધ કરવાનું કામ કરે છે.
જો તમે અવાર નવાર માથાના દુખાવા થાય ત્યારે દવાઓનો ઉપયોગ કરો છો તો તે બંધ કરીને એક ગ્લાસ હૂંફાળા પાણીમાં હરડેનું ચૂરણ મિક્સ કરીને પી જવાથી પણ માથાનો દુખાવો મટે છે આ સાથે પેટના રોગોને પણ મટાડવામાં મદદ કરે છે.
સૂંઠ પાવડર પણ માથાના દુખાવા ને દૂર કરવા માટે સૌથી અસરકારક માનવામાં આવે છે, આ માટે એક ચમચી સુંઠ પાવડર લઈને તેમાં પાણી ઉમેરી તેની પેસ્ટ બનાવી લો અને પછી તેને ગેસ પર હળવું ગરમ કરી લો ત્યારબાદ તે પેસ્ટ ને કપારમાં લગાવી થોડો સમય સુઈ જાઓ, જેથી થોડા જ સમયમાં રાહત મળશે.
માથાના થતા દુખાવામાં નારિયેળ પણ ખુબ જ ફાયદાકારક છે, નારિયેળના તેલથી કપારમાં અને માથામાં માલિશ કરવાથી ખુબ જ ઝડપથી દવા વગર જ દુખાવો ગાયબ કરવામાં મદદ કરે છે, કપારમાં લવિંગના તેલનો પણ ઉપયોગ કરી શકાય છે જેમાં બળતરા વિરોધી ગુણ મળી આવે છે જે દુખાવામાં ખુબ જ ઝડપથી આરામ આપવામાં મદદ કરે છે.
માથાના દુખાવા ઘણા લોકોને માઈગ્રેન ની સમસ્યા હોવાના કારણે પણ થતા હોય છે આ માટે માથાના દુખાવા વારે વારે થતા હોય તો ડોક્ટર અથવા નિષ્ણાત ની સલાહ અચૂક લો.