ભાગદોડ ભરી જીવન શૈલી અને અનિયમિત ખાણી પીણી ની ખરાબ કુટેવો ના કારણે વ્યક્તિ ઘણી બધી નાની મોટી સમસ્યાના શિકાર બનતા હોય છે, જેમાં માથાના દુખાવા થતા જોવા મળતા હોય છે. જે ખુબ જ સામાન્ય સમસ્યા છે.
માથાના દુખાવા વારે વારે થતા હોય તો તેનો સમયસર ઈલાજ કરાવવો ખુબ જ જરૂરી છે, કારણકે વધુ સમય અને વારે વારે માથાના દુખાવા થતા હોય તો તે માઈગ્રેન ની સમસ્યા પણ હોઈ શકે છે. તમને જણાવી દઉં કે માઈગ્રેન નો દુખાવો થતો હોય તો તે ખુબ જ અસહ્ય હોય છે. માટે તેનો તાત્કાલિક ઈલાજ કરાવવો જોઈએ.
ઘણા લોકો માથાના દુખાવાનો સામનો કરતા હોય છે. માથાના દુખાવા ઘણા બઘા કારણોથી થતા હોય છે. જેમ કે, વધુ પડતા કામનું ટેન્શન, વધારે વિચારો કર્યા કરવા, વધુ પડતું રડવું, માથાના ભાગમાં લોહી પ્રવાહ ઓછો થવો, અપૂરતી ઊંઘ, ભૂખ્યા પેટે રહેવું, વધારે પડતા અવાજ જેવા કારણોથી માથાનો દુખાવો થતો હોય છે.
માથાના દુખાવામાં રાહત મેળવવા માટે દવાઓ પણ ઘણા લોકો લેતા હોય છે પરંતુ વારે વારે દુખાવા બંધ કરવાની દાવાઓ લેવાથી શરીરને નુકસાન પણ થઈ શકે છે. આ માટે આજે અમે તમને એવા કેટલાક ઘરેલુ ઉપાય જણાવીશું જેની મદદથી એક પણ માથાના દુખાવાની ગોળીઓ લેવાની જરૂર પણ નહીં પડે.
માથાના દુખાવાના ઘરેલુ ઉપાય:
શરીરને હાઈડ્રેટ રાખવું: શરીરમાં પાણી ની ઓછું થવાના કારણે માથાના દુખાવા રૂપે એક સંકેત પણ મળે છે, આ માટે શરીરને હાઈડ્રેટ રાખવા માટે દિવસ દરમિયાન વધુ પાણી પીવું જોઈએ. જે શરીરને હાઈડ્રેટ રાખશે અને માથાના દુખાવામાં રાહત આપશે.
ઘ્યાન કરવું: ઘ્યાન કરવાથી મન એકદમ શાંત થાય છે. જેથી તણાવ, ટેન્શન અને ખરાબ વિચારો પણ દૂર થાય છે. રોજે સવારે તાજી હવામાં 10 મિનિટ બેસીને ઘ્યાન કરવું જોઈએ. ઘ્યાન કરવાથી માથાના લોહીના પ્રવાહમાં સુધારો થાય છે જેના કારણે માથાના દુખાવા માં ઘણી રાહત મળે છે. આ માટે માથાના દુખાવા થતા હોય તો રોજે ઘ્યાન મુદ્રા કરવી જોઈએ.
સ્ટ્રેચિંગ કરવું: ઘણી વખત શરીરમાં ખેંચાણ અને મસલ્સ માં તણાવ હોવાના કારણે પણ માથાનો દુખાવો થતો હોય છે જેને દૂર કરવા માટે દિવસ દરમિયાન બે થી ત્રણ વખત સ્ટ્રેચિંગ કરતુ રેહવું જોઈએ જે માથાના દુખાવામાં આરામ આપવાનું કામ કરે છે.
શુદ્ધ ઓક્સિજન લો: જો તમે અવાર નવાર માથાના દુખાવાથી ખુબ જ પરેશાન હોય અને કામનું વધુ પડતું ટેન્શન હોય જેના કારણે તણાવમાં રહો છો તો રોજે સવારે ગાર્ડન માં જઈને યોગા અને હળવી કસરત કરવી જોઈએ, જેથી શરીરને શુદ્ધ ઓક્સિજન પણ મળી રહેશે અને મસ્તિષ્ક, ફેફેસા, હૃદય જેવા દરેક અંગો સ્વસ્થ અને હેલ્ધી રહેશે.