આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

આજે તમને જણાવીશું એક વાત કે જયારે ઉનાળામાં ઠંડું પાણી પીવાનું મન થાય ત્યારે શું કરવું જોઈએ. ઉનાળાની શરૂઆત થાય એટલે ગરમીનું પ્રમાણ વધે ત્યારે ઠંડી વસ્તુ ખાવાનું દરેક લોકોને મન થતું હોય છે તો ઠંડી વસ્તુ માં પ્રથમ તમને ઠંડુ પાણી વારંવાર યાદ આવે અને ઠંડું પાણી યાદ આવે એટલે આપણને ફ્રીજ યાદ આવે એટલે આપણે ઝડપથી ફ્રીજ ખોલીને ઠંડું પાણી પી લેતા હોઈએ છીએ.

પરંતુ ફ્રીજનું ઠંડુ પાણી આપણને ખૂબ જ નુકસાન કરે છે એ દરેક લોકો જાણે છે. ફ્રીજનું પાણી પીવાથી તમારી હોજરીનો અગ્નિ મંદ પડી જાય તમને અપચો, એસીડીટી, કફ પિત્ત વાયુ, શરદી ઉધરસ આ બધા જ રોગો થવાની શક્યતાઓ રહે છે.

હવે સૌથી મોટો પ્રશ્ન છે ઠંડુ પાણી પીવાની ના છે તો ઉનાળામાં ઠંડું પાણી પીવાનું મન થાય તો શું આપણે પીવું જોઈએ? તો તમે જરાય ચિંતા ન કરો. આપણે પ્રાચીન સંસ્કૃતિમાં આનો રસ્તો પણ હતો, અત્યારે પણ રસ્તો છે. માત્ર તમે લોકો જાણો છો પરંતુ આ પદ્ધતિને આપણે આજે ભૂલી ગયા છીએ એ માટલાનું પાણી.

માટલાનું પાણી સાંભળતા જ તમને એમ લાગશે કે આ તો અમને ખબર જ હતી. પરંતુ માટલા તો દરેક જગ્યાએ મળે છે પરંતુ કુદરતી દેશી પદ્ધતિએ પક્વ થયેલા માટલાનું પાણી અતિ ઉપયોગી છે. આ માટલાનું પણ એક એવો રસ્તો છે કે જે પાણીને ઠંડુ કરે છે અને આપણા શરીરને બિલકુલ નડતું પણ નથી.

સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીએ તો માટલાનું પાણી અમૃત સમાન છે/ પહેલાના સમયમાં માટલાનો પુષ્કળ ઉપયોગ થતો હવે. હવે એ પ્રાચીન પદ્ધતિ અત્યારે પણ આપણા તરફ ધીરેધીરે પાછી આવી અહીં છે અને આપણે સૌ પ્રાચીન પદ્ધતિઓ ધીરે ધીરે અપનાવી રહ્યા છીએ.

માટલામાં પાણી કુદરતી રીતે ઠંડુ રહે છે કેમકે માટે ઠંડક ગુણ ધરાવે છે. માટલાનું પાણી અમૃત સમાન છે. માટી ના ગુણધર્મો માટલાના પાણી દ્વારા તમને સરળતાથી મળે છે, પરિણામે તમને તેના સ્વાસ્થ્યવર્ધક ફાયદા પણ પુષ્કળ પ્રમાણમાં થાય છે.

માટીમાં અનેક રોગો સામે લડવાની ક્ષમતા રહેલી છે. માટી આપણને સ્વસ્થ અને નિરોગી રાખે છે. તમે સાંભળ્યું હશે કે પહેલાના બાળકોને ધૂળઅને માટીમાં રમવા દેવાથી તમારું બાળક નિરોગી રહેતું એ આપણે ભૂલવું ન જોઈએ. અત્યારે આપણે બાળકને ધૂળ, માટી થી દૂર રાખે છે પરંતુ આ તમારી ભૂલ છે. બાળકોને માટીમાં રમવા દેવા જોઈએ એટલે કે શુદ્ધ માટીમાં રમવા દેવા જોઈએ.

નિયમિત માટલાનું પાણી પીવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. સાથે સાથે આઇબીએસ ના મુદ્દા, અપચાના મુદ્દા, એસીડીટી ના મુદ્દા, વાયુના મુદ્દા, શરદી ઉધરસ કફ વગેરેમાં પણ રાહત અપાવે છે.

માટલાનું પાણી પીવાથી મૂત્ર માર્ગ શુદ્ધ રહે છે તથા કિડની પણ શુદ્ધ રહે છે. કીડની અને મૂત્ર ભાગના રોગોમાં પણ માટલાનું પાણી ઉપયોગી સાબિત થાય છે. દમના દર્દી માટે તો માટલાનું પાણી ખૂબ જ ઉપયોગી છે. માટલાનું પાણી પીવાથી તમારો થાક સ્થગિત થાય છે અને પેટ હંમેશા હળવું રહે છે કેમકે માટલાનું પાણી સરળતાથી સુપાચ્ય થઈ જાય છે.

માટલાની માટી કિટાણુનાશક છે, પાણીમાંથી દૂષિત તત્વોને તે શોષી લે છે અને તમને હમેશાં નિરોગી બનાવે છે. પ્લાસ્ટિકની બોટલમાં પાણી ને સ્ટોર નથી કરવાનું. તમે મોટા ભાગના લોકોને જોયા હશે જે પ્લાસ્ટિકની બોટલમાં પાણી સ્ટોર કરતા હોય છે પરંતુ પ્લાસ્ટિકની અશુદ્ધિ પાણી સ્વરૂપે તમને તમારા પાણીમાં ભળે છે.

તો પ્લાસ્ટિકમાં રહેલું પાણી તમારે નથી પીવાનું. હંમેશા માટલાનું પાણી પીવું જોઈએ. ઘરે સરસ કુદરતી રીતે પક્વ થયેલું માટલું લઇ આવવાનું અને એમાં જ પાણી ભરીને પાણી પીવાથી તમને અનેક પ્રકારના ફાયદાઓ થશે.

અત્યારના સમયમાં તમે જોયું હશે તો ઘણા લોકોના શરીરમાં વિટામિન બીટવેલ ઘટે છે, અને બીજા ઘણા બધા પોષતતવો શરીરમાં ઘટતા હોય છે. પરિણામે તમને ગોઠણ ના દુખાવા જેવા ઘણા બધા પ્રશ્નો ઉભા થયા છે. પરંતુ પહેલાના જમાનામાં માટલાનું પાણી પીવાથી કોઈને બીટવેલ ઘટતું એ ખબર જ નથી.

પહેલાના લોકો વિટામિન બીટવેલ શું છે એજ નહોતા જાણતા અને તેમને અત્યારની સરખામણીમાં કોઈ દિવસ શરીરમાં દુખાવા થયા નથી. તો તમે પણ આજથી માટલાનું પાણી પીવાનું રાખો અને હંમેશા નિરોગી રહો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *