પેઢીઓથી ભારતીય ઘરોના રસોડામાં માટલું જોવા મળે છે પરંતુ આજે ઘણા લોકો પોતાના ઘરમાં માટલું રાખવાનું પસંદ કરતા નથી. આવા લોકો ફ્રિજનું પાણી વધુ પીવાનું પસંદ કરતા હોય છે. પરંતુ જેમ જેમ માટલાનું પાણી પીવાના ફાયદા લોકો જાણતા થયા છે તેમ તેમ લોકો ઘરે માટલું વસાવા લાગ્યા છે.
માટલું પસંદ કરવાનું કારણ માટીની સુંગધ અને તેના પાણીથી થતા લાભ છે. માટીમાં ઘણા બધા પ્રકારના રોગો સામે લડવાની ક્ષમતા રહેલી હોય છે. નિષ્ણાતો પણ જણાવે છે કે માટીના વાસણોમાં પાણીનો સંગ્રહ કરીને પીવામાં આવે તો તેમાં માટીના ગુણો આવી જાય છે જે તમને શરીરમાં થતા મોટાભાગના રોગો થી બચાવે છે.
એટલા માટે આજે પણ ગામડા વિસ્તારમાં પાણી માટે માટીના વાસણો, ઘડા કે માટલાનો ઉપયોગ કરે છે. ફ્રિજનું પાણી ઘણું ઠંડું હોય છે જે ફક્ત તમારા શરીરને ઠંડક આપે છે પરંતુ વધુ ઠંડુ પાણી પીવાથી શરીરમાં ઘણું નુકસાન થાય છે. ઉનાળામાં બધા લોકો ઠંડુ ફ્રીજનું પાણી પીવાનું પસંદ કરે છે પરંતુ તેનાથી ગળા પણ ખરાબ થઈ શકે છે.
ઘણીં વાર ગેસની સમસ્યા પણ થાય છે. માટે આવી સ્થિતિમાં જેને આપણે ‘દેશી ફ્રિજ’ કહીએ અથવા ગરીબોનું ફ્રીઝ કહીએ તેવું દેશી માટલીનું પાણી શરીર માટે શ્રેષ્ઠ સાબિત થાય છે. તો ચાલો જાણીએ દેશી ફ્રિજનું પાણી પીવાથી થતા ફાયદા વિષે.
વાત્ત-પિત્ત ને કંટ્રોલમાં રહે: ઉનાળાની ગરમીમાં ઘણા લોકો ફ્રીઝના પાણી સાથે સાથે બરફ નાખેલું પાણી પીવાની ટેવ હોય છે પરંતુ તે લોકો એ વાતથી અજાણ હોય છે કે ફ્રીઝના પાણી ની તાસીર ગરમ હોય છે. આથી ફ્રીઝ નું પાણી પીવાથી વાત્ત અને પિત્ત ની સમસ્યા થઇ શકે છે અને ગળું ખરાબ થઇ શકે છે. જયારે માટલા નું પાણી વધુ ગરમ કે વધુ ઠંડુ હોતું નથી તેથી વાત્ત ની સમસ્યા થતી નથી.
માટલા નું પાણી પી એચ લેવલ ને નિયંત્રિત રાખે : ઘણા ઓછા લોકો જાણતા હશે કે પી એચ લેવલ ઓછું કે વધારે થવાથી ત્વચા ખરાબ થઇ શકે છે. પરંતુ પાણી માટે માટલાનો ઉપયોગ કરવાથી માટી માં રહેલા ક્ષારીય ગુણ પાણી માં રહેલા ખરાબ તત્વોને દૂર કરીને પાણી ને શુધ્ધ બનાવી નાખે છે.
માટલામાં રહેલા ક્ષારીય ગુણો ને કારણે તમારા શરીર નું પી એચ લેવલ નિયંત્રિત રહે છે. લોહીની ઉણપ ને દૂર કરે: માટલાનું પાણી પીવાથી શરીર માં લોહીની ઉણપ દૂર કરી લોહીને શુદ્ધ કરી શકાય છે. આ પાણીમાં કેલ્શિયમ ની માત્રા વધુ પ્રમાણ માં હોય છે જે આપણને ખુબ જ મદદ કરે છે.
અશુદ્ધિઓ દૂર કરે : આપણું આયુર્વેદ આપણને શુધ્ધ પાણી અને ફિલ્ટર કરેલું પાણી પીવાની સલાહ આપે છે પરંતુ આજના પ્રદુષિત વાતાવરણ માં પાણી શુધ્ધ આવતું નથી. દેશી માટીમાંથી બનાવેલ માટલા રાખેલું પાણી પીવાથી માટીમાં રહેલા બધા ગુણો પાણીમાં આવી જાય છે. ફિલ્ટર કરેલું પાણીમાં માટલામાં રાખવાથી પાણી વધુ શુદ્ધ બને છે.
માટલાનું પાણી ગળા ના રોગ માં ફાયદાકારક: ફ્રીજનું પાણી ઠંડુ હોય છે પાણી પીવાથી ગળાની ઘણીં બધી સમસ્યાઓ જેવી કે ગળું બેસી જવું, ગળામાં ખરાશ અનુભવવી, ઉધરસ વગેરે થઇ શકે છે. જયારે માટલાનું પાણી પીવાથી ગળાને લગતી કોઈ પણ સમસ્યા ક્યારેય થતી નથી.
ફ્રીજનું પાણી તમારે વારંવાર પીવું પડે છે જયારે માટલાનું પાણી પીવાથી તરસ દૂર થઇ ભેટ ભરેલું લાગે છે. પાચન ક્રિયા સારી બનાવે: માટલાનું પાણી પીવાથી શરીરમા પેટની નાની મોટી બધી બીમારીઓ દૂર થઇ જાય છે. ખાસ કરીને જે લોકોની પાચનક્રિયા ખુબજ નબળી છે તેવા લોકોની પાચનક્રિયા મજબૂત થાય છે.
પાચનશક્તિ મજબૂત થવાથી ગેસ ની સમસ્યા, કબજિયાત, અપચાની સમસ્યા વગેરે દૂર થઇ જાય છે. અમે આશા રાખીએ કે તમને આ માહિતી ગમી હશે અને તમે આજથી જ માટલાનું પાણી પીવાનું શરુ કરી દેશો.