બદલાયેલ જીવન શૈલી અને ખાવામાં પોષક તત્વોના અભાવના કારણે નાની ઉંમરે જ વાળ સફેદ થવા વાળ ખરવા જેવી સમસ્યાઓ થવાનું ચાલુ થઈ જાય છે. માથામાં વાળ ખરવા ના કારણે ટાલ પડવી અને વાળ સફેદ થવાથી વ્યક્તિના દેખાવા પણ ઓછો થઈ જાય છે.
વાળને ખરતા રોકવા માટે અનેક પ્રકારની દવાઓ અને તેલનો ઉપયોગ કરતા હોઈએ છીએ, તેમ છતાં વાળને ખરતા રોકવામાં ખુબ જ મુશ્કેલી પડતી હોય છે. આ માટે વાળને ખરતા અટકાવવા માટે નેચરલી તેલનો ઉપયોગ કરવો જોઈએ અને યોગ્ય પૌષ્ટિક આહાર ખાવાથી વાળને ખરતા રોકી શકાય છે.
ઘણા લોકો સફેદ વાળને કાળા બનાવવા માટે બજારમાં મળતી કલર વાળી મહેંદી અને ડાઈનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ કલર વાળી મહેંદી અને દઈ નો ઉપયોગ વગર જ વાળને નેચરલી મહેંદી વડે કાળા બનાવી શકાય છે.
વાળ કાળા હોવાના કારણે દેખાવ પણ ખુબ જ સુંદર રહે છે. આ માટે આજે અમે તમને સફેદ વાળને કાળા કરવા માટે નો મહેંદી પેક વિષે જણાવીશું. આ મહેંદી પેક નો ઉપયોગ કરવાથી વાળ નેચરલી રીતે કાળા થઈ જશે.
મહેંદી પેક બનાવવા માટે ની જરૂરી સામગ્રી: નેચરલી હર્બલ મહેંદી, ગુલમ્હોર ફૂલનો પાવડર, આમળાંનો પાવડર, ભુંગરાજ પાવડર અને શિકાકાઈ પાવડર.
મહેંદી પેક બનાવની રીત: સૌથી પહેલા એક પેન લઈ લો, તેમાં સૌથી પહેલા ગેસ ચાલુ કરી એક ગ્લાસ જેટલું પાણી ઉમેરો અને તેમાં બે ચમચી આમળાંનો પાવડર મિક્સ કરી હલાવો અને બે મિનિટ પછી ગેસ બંધ કરી નીચે ઉતારી ઠંડુ થવા દો.
હવે તેમાં બે ચમચી નેચરલી હર્બલ મહેંદી નાખી હલાવો, ત્યાર પછી તેમાં બે ચમચી ભુંગરાજ પાવડર અને બે ચમચી ગુલમ્હોર પાવડર મિક્સ કરીને બરાબર હલાવીને હેર પેક તૈયાર કરો અને હવે આ હેરપેક નો ઉપયોગ વાળમાં કરવાનો છે.
આ હેરપેક વાળ અને વાળના મૂળમાં લગાવી દો. આ હેરપેક નો ઉપયોગ 10 દિવસમાં એક વખત કરવાનો છે. આ નેચરલી હેરપેક વાળને કાળા ભમ્મર બનાવશે. આ હેરપેક માં મળી આવતો આમળાંનો પાવડર વાળને મજબૂત અને લાંબા બનાવે છે.
વાળમાં આવતી અવાર નવાર ખંજવાળ અને ખોડો ને દૂર કરવા શિકાકાઈ પાવડર ખુબ જ અસરકારક છે. તેમાં મળી આવતા ગુલમ્હોર પાવડર વાળને મૂળમાંથી મજબૂત બનાવે છે અને વાળને ખરતા અટકાવે છે.
વાળને નેચરલી રીતે કાળા બનાવવા માટે આ મહેંદીનો હેરપેક ખુબ જ અસરકારક સાબિત થાય છે જે વાળને મજબૂત, લાંબા અને કાળા બનાવામાં મદદ કરે છે.