આપણી અનેક રોગોની સમસ્યાઓ સામે લડવા માટે ઘરગથ્થુ પ્રયોગો હંમેશા અસરકારક સાબિત થયા છે અને આયુર્વેદમાં એટલા બધા ઘરગથ્થુ પ્રયોગો છે કે જેના ઉપયોગથી કોઈ પણ બીમારી મટી શકે છે. આજે તમને એક એવા દાણા વિષે જણાવીશું જે દાણાના ફાયદા અઢળક છે. આ દાણા આપણે રસોડામાં એટલે કે શાકભાજીમાં સ્વાદ વધારવા માટે ઉપયોગ.

તો આ દાણા એટલે કે મેથીના દાણા. મેથી દાણાનો કઈ રીતે પ્રયોગ કરવાનો છે કે જેનાથી તમને તેના અનેક ઘણા ફાયદાઓ મળી શકે અને નાના મોટા રોગો કાબૂમાં રાખી શકીએ તે માટે રાત્રે એક ગ્લાસ પાણીમાં મેથીના દાણાને પલાળી દેવાના છે અને આખી રાત તેને રહેવા દેવાના છે.

સવારે ઊઠીને નારણાકાંઠે તે પાણીનું સેવન કરવાથી તેના ગુણો ડબલ થઈ આપણને તેના ડબલ ફાયદા થાય છે. પલાળેલા મેથીના દાણામાં તે તમામ ગુનો હોય છે જે ડાયાબિટીસ, જાડાપણું, પેટની સમસ્યા, કોલેસ્ટ્રોલ, એસિડિટી, કબજિયાત આવા અનેક નાના-મોટા રોગોને દૂર કરવામાં અસરકારક માનવામાં આવે છે.

અઠવાડીયામાં એક વખત ઘરે મેથી દાણાનું શાક અવશ્ય બનાવવું જોઈએ, જોઈએ કારણકે મેથીનું શાક રોગપ્રતિકારક શક્તિને વધારી આપે છે અને તેમાં એન્ટિ-બેક્ટેરિયલ અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી અને જરૂરી તમામ પોષક તત્વો રહેલા છે. આખી રાત મેથી દાણાને પાણીમાં પલાળવા થી તેના ગુણો વધી જાય છે કેમ કે પાણીમાં મેથીદાણા પાણીમાં સોસાઈ જાય છે.

ખાલી પેટે મેથીના પાણીનું સેવન કરવામાં આવે તો શરીરમાં ફેટની માત્રા એટલે કે ચરબીનું પ્રમાણ ઘટવા માંડે છે એટલે કે જાડાપણું મેદસ્વિતા જે લોકોને હોય તેવા લોકો માટે મેથી દાણાનું પાણી અમૃત સમાન છે. શરીર ના નકામા તત્વો અને વધારાના કચરાને બહાર કાઢવા માટે મેથી દાણાના પાણી ખૂબ જ મદદરૂપ થઈ શકે છે.

મેથીના પાણીનું સેવન કર્યા બાદ દાણાને ફેંકવાના નથી. મેથીના પાણી સાથે દાણા લેવામાં આવે તો પણ તેના ફાયદાઓ ડબલ થઇ જાય છે. મેથીમા ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે પરિણામે પાચનક્રિયાને બળ આપે છે, જેથી બ્લડશુગર સરળતાથી કંટ્રોલ રહે છે.

મેથીના સેવનથી ત્વચા ને ખીલ, ડાઘ અને ફોલ્લીઓ વગેરેથી બચાવી શકાય છે એટલે જે લોકોને ત્વચાને લગતી કોઈ સમસ્યા હોય તેવા લોકોએ કોઈ પણ રીતે મેથીના દાણાનું સેવન કરવું જોઈએ. કારણકે મેથીના દાણા અને તેનું પાણી ત્વચાને સંપૂર્ણ સ્વસ્થ્ય રાખવામાં મદદરૂપ થાય છે.

મેથીના દાણાનું પાણી પીવાથી પેટ હંમેશા સ્વસ્થ રહે છે. ખાલી પેટે મેથી નું પાણી પીવાથી પેટ સાફ આવે છે અને પાચનતંત્ર એકદમ દુરસ્ત રહે છે અને કબજીયાત છે તે તો મૂળથી મટી જાય છે કારણ કે ફાઇબરનું પ્રમાણ વધારે હોવાથી તે પાચન તંત્ર સારુ રહે છે પરિણામે કબજિયાતની સમસ્યામાંથી મુક્તિ મળે છે.

આ ઉપરાંત મેથીના દાણાનું સેવન કરવાથી એસિડિટીની સમસ્યામાં થી તમને મુક્તિ મળે છે એટલે કે જે લોકો એસીડીટીની સમસ્યાથી પીડાતા હોય તેવા લોકો માટે મેથી રામબાણ ઈલાજ છે. મેથીના દાણાનું ,પાણી પીવાતી તમને પેટમાં ચૂંક આવવી દુખાવો થવો આવી તમામ સમસ્યાઓ માંથી કાયમી મુક્તિ મળે છે.

મેથીના દાણાનું સેવન કરવાથી મેટાબોલિક રેટ વધે અને ચરબીનું પ્રમાણ ઘટે છે. વધારાની ચરબીને બંધ કરી નાખે છે અને વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે અને તેનું પાણી ઇમ્યુનીટી બુસ્ટર તરીકે પણ કામ કરે છે, રોગપ્રતિકારક શક્તિ વધારે આપે છે. જો તમારે વાળને તંદુરસ્ત રાખવા હોય એટલે કે નિરોગી રાખવા હોય તો પણ તમારે મેથીનું સેવન કરવું જોઈએ.

અત્યારના સમયમાં ડાયાબિટીસ નામનો રોગ વધતી જાય છે, વધારાની ચરબી અનેક લોકોમાં વધતી જાય છે, અપચાની સમસ્યા, એસીડીટીની સમસ્યા, પેટની સમસ્યા તમામ સમસ્યાઓમાંથી મુક્તિ મેળવવા માટે મેથી દાણાનું પાણી અથવા મેથી દાણાનું શાક બનાવીને જરૂર ખાવું જોઈએ. મેથી તમને હંમેશા નીરોગી રાખશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *