તમારા વાળને જાડા, લાંબા અને ચમકદાર બનાવવા માટે તમે ઘણી મોંઘી પ્રોડક્ટ્સનો ઉપયોગ કર્યો હશે અને ઘણી વખત તમારી સાથે એવું બન્યું હશે કે તમે પ્રોડક્ટનો ઉપયોગ કરવાનું બંધ કરો પછી પરિણામ આવવાનું બંધ થઈ ગયું હશે.
ઘણી વાર એવું પણ બન્યું હશે કે તમે જે સમસ્યા ને રોકવા કે છુટકાળો મેળવવા જે પ્રોડક્ટ્સનો ઉપયોગ કર્યો છે તેનાથી તે સમસ્યા બંધ થવાને બદલે વધવા લાગી હશે. એવું એટલા માટે થાય છે કારણે કે આવી પ્રોડક્ટ્સ કેમિકલ આધારિત હોય છે. આજ કારણ છે કે આજે પણ ઘણા લોકો વાળ સંબંધિત સમસ્યાઓને દૂર કરવા માટે સૌથી પહેલા ઘરેલું ઉપચારનો ઉપયોગ કરે છે.
મેથી પણ આ અસરકારક ઘરગથ્થુ ઉપચારોમાંથી એક છે, જે વાળ સંબંધિત ઘણી સમસ્યાઓને દૂર કરી શકે છે. જો તમે પણ વાળમાં ડેન્ડ્રફ કે અન્ય કોઈ સમસ્યાથી પરેશાન છો, તો ચોક્કસથી જાણી લો મેથીના આ વાળના ફાયદાઓ વિશે.
મેથી ડેન્ડ્રફ દૂર કરે: મેથીમાં પ્રોટીન અને નિકોટિનિક એસિડ ભરપૂર માત્રામાં હોય છે, જે વાળમાં રહેલા ડેન્ડ્રફને દૂર કરવામાં મદદ કરે છે. 2 ચમચી મેથીના દાણાને આખી રાત પાણીમાં પલાળી અને સવારે તેને પીસીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને વાળના મૂળમાં 2 કલાક સુધી રાખો અને પછી તેને નવશેકા પાણીથી સારી રીતે ધોઈ લો.
વાળ ખરતા અટકાવવામાં અસરકારક: જેમને વાળ ખરવાની સમસ્યા હોય તેમના માટે પણ મેથીનો ઉપયોગ ખૂબ જ ફાયદાકારક વિકલ્પ બની શકે છે. બે ચમચી મેથીને આખી રાત પાણીમાં પલાળી રાખો અને સવારે તેને પાણીમાંથી કાઢીને પીસી લો, તેમાં એક ચમચી લીંબુનો રસ નાખીને આ મિશ્રણને વાળના મૂળમાં લગાવો. થોડા સમય પછી પાણીથી વાળ ધોઈ લો.
સુકા વાળ માટે: મેથીમાં વાળને સિલ્કી અને મુલાયમ બનાવવાળા ગુણ હોય છે, તેથી જો તમારા વાળમાં શુષ્કતા હોય તો આ તમારા માટે આ સારો વિકલ્પ છે. આખી રાત પલાળેલી મેથીને સવારે પીસી લો. ત્યારબાદ શેમ્પૂ કરીને તમારા વાળ સુકાવો અને પછી આ પેસ્ટને વાળમાં લગાવો. મેથીની પેસ્ટને ઓછામાં ઓછા 2 કલાક સુધી વાળમાં રહેવા દો અને પછી ફરીથી શેમ્પૂ કરો.
ચીકણા વાળ માટે: કેટલાક લોકો વાળમાં શુષ્કતાની ફરિયાદ કરે છે, તો કેટલાક લોકો તેમના ચીકણા વાળથી પરેશાન હોય છે. પરંતુ બંને સમસ્યાઓનો ઉકેલ મેથીમાં છે. જો તમારા વાળ વધુ ચીકણા હોય તો તમે મેથીની પેસ્ટને દહીંમાં મિક્સ કરીને પણ વાળમાં લગાવી શકો છો. તેમાંથી પણ વાળમાં ચિકાસ દૂર થશે.
જો તમે વાળની સમસ્યાથી પરેશાન છો તો તમે અહીંયા જણાવેલ ઉપાય કરી શકો છો. આ એકદમ દેશી અને ઘરેલુ ઉપાય છે જેનાથી તમારા વાળને કોઈ પણ પ્રકારનું નુકશાન થતું નથી.