આપણા પ્રાચીન સમયથી મેથીનો ઉપયોગ થતો આવ્યો છે. મેથીનું સેવન સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદાકારક છે. પરંતુ મેથીના દાણાની જેમ મેથીનું પાણી પણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. મેથીનું પાણી પીવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. મેથીમાં ઔષધીય ગુણો હોય છે.
મેથીમાં વિટામીન, ફાઈબર, મિનરલ્સ અને એન્ટી ઓક્સીડેન્ટના ગુણ હોય છે, જે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. દરરોજ મેથીનું પાણી પીવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે, કોલેસ્ટ્રોલ લેવલ ઘટાડવામાં મદદરૂપ થાય છે અને પાચનક્રિયા સુધારવામાં પણ મદદ કરે છે. તો આવો જાણીએ મેથીનું પાણી પીવાના સ્વાસ્થ્ય લાભ વિશે.
મેથીનું [પાણી બનાવવાની રીત: સૌથી પહેલા એક મોટી વાટકી લો અને તેમાં પાણી નાખો અને તે પાણીમાં 2 ચમચી મેથીના દાણા નાખીને આખી રાત પલાળી રાખો. સવારે ઉઠ્યા બાદ તે પાણીને ગાળી લો અને આ પાણીને સૌથી પહેલા ખાલી પેટ પીવો.
આ ઉપરાંત તમે બીજો ઉપાય કરી શકો છો. આ ઉપાયમાં તમારે એક કડાઈમાં 1 ચમચી મેથીના દાણાને તેલ વગર ફ્રાય કરવાના છે અને પછી તેને બ્લેન્ડરમાં નાખીને તેનો પાવડર બનાવી લેવાનો છે. એક ગ્લાસ ગરમ પાણીમાં 1 ચમચી મેથીનો પાઉડર ઉમેરી, આ પાણીને દરરોજ સવારે ખાલી પેટે મિક્સ કરીને પીવાનું છે.
મેથી ડાયાબિટીસના દર્દીઓ માટે રામબાણ: જે લોકોને ડાયાબિટીસની સમસ્યા છે તેમના માટે મેથી એક રામબાણ દવા છે. તેમાં ફાઈબરનું પ્રમાણ સારી માત્રામાં હોય છે અને તે પ્રકાર 1 અને પ્રકાર 2 ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે. મેથી લોહીમાં હાજર ગ્લુકોઝના સ્તરને ઘટાડવામાં મદદ કરે છે.
આ ઉપરાંત, મેથીમાં એમિનો એસિડ પણ હોય છે જે ડાયાબિટીક વિરોધી ગુણધર્મો ધરાવે છે, જે ઇન્સ્યુલિનની સંવેદનશીલતા વધારે છે અને લોહીમાં હાજર ખાંડને તોડવામાં મદદ કરે છે.
કોલેસ્ટ્રોલ લેવલ ઘટાડે: મેથી શરીરમાં હાજર ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરીને સારા કોલેસ્ટ્રોલને વધારવાનું કામ કરે છે. આ સાથે મેથી ટ્રાઇગ્લિસરાઇડના સ્તરને ઘટાડે છે અને શરીરમાં ચરબીના સંચયને અટકાવે છે. જો મેથીનું પાણી 2-3 મહિના સુધી દરરોજ નિયમિત રીતે પીવામાં આવે તો ચોક્કસપણે એચડીએલ એટલે કે સારા કોલેસ્ટ્રોલ શરીરમાં વધવા લાગે છે અને કુલ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટે છે.
મેથીનું પાણી વજન ઘટાડવામાં મદદ કરે છે: સવારે ખાલી પેટે એક વખત મેથીનું પાણી પીવામાં આવે તો વ્યક્તિનું પેટ લાંબા સમય સુધી ભરેલું લાગે છે અને જલ્દી ભૂખ લાગતી નથી કારણ કે મેથીમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે.
જ્યારે તમે ઓછું ખાશો, ઓછી કેલરી લો, તો સ્વાભાવિક છે કે વજન પણ નિયંત્રણમાં રહેશે. તેમજ પેટ ફૂલવાની સમસ્યા પણ નહીં રહે. જો તમે ઇચ્છો તો મેથીના પાણીની સાથે, તમે દિવસમાં 2-3 વખત કાચી મેથી ચાવી શકો છો. આ વજન ઘટાડવામાં પણ ઘણી મદદ કરે છે.
મેથી પાચનક્રિયાને મજબૂત બજબુત બનાવે છે: દરરોજ સવારે ખાલી પેટ મેથીના પાણીનું સેવન કરવાથી હાર્ટબર્ન, અપચો, એસિડિટી, કબજિયાત અને પેટ સંબંધિત ઘણી સમસ્યાઓ દૂર થાય છે. મેથીમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર અને એન્ટીઓક્સીડેન્ટ હોવાથી તે
શરીરમાં રહેલા ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે અને પાચનતંત્રને મજબૂત બનાવે છે અને પાચન સંબંધી કોઈ સમસ્યા થતી નથી. તેથી, સારી પાચનક્રિયા માટે દરરોજ સવારે ખાલી પેટ મેથીનું પાણી પીવું ફાયદાકારક છે
જો તમે પણ દરરોજ સવારે મેથીનું પાણી પીવો છો તમને પણ ઘણા ફાયદા થઇ શકે છે. મેથી ખાવાથી સાંધાના અને ઘૂંટણના દુખાવામાં પણ રાહત થાય છે. જો માહિતી પસંદ આવી હોય તો તમારા મિત્રોને જણાવો અને આવીજ માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો.