તહેવાર ની શરૂઆત થતા જ દરેક મહિલાઓ સુંદરતા વઘારવા માટેના અનેક પ્રકારના પ્રયત્નો કરવાનું શરુ કરી દેતા હોય છે. દરેક મહિલાઓ એવું ઈચ્છતી હોય છે તે બધા કરતા વધુ સુંદર દેખાય. કારણકે જયારે વ્યક્તિ સુંદર દેખાય છે ત્યારે લોકો તેની સામે જોવા અને તેની સાથે રહેવાનું વધારે પસંદ કરતા હોય છે.
આ માટે જ દરેક મહિલાઓ પોતાની સુંદરતા વધારવાનો સૌથી વધુ પ્રયત્નો કરતા હોય છે. આ માટે જયારે પણ તહેવાર ની શરૂઆત થાય તે પહેલા થી તૈયારીઓ ચાલુ કરી દેતા હોય છે, હવે દિવાળીના થોડા જ દિવસ બાકી છે, તેવામાં લોકો બ્યુટી પાર્લરમાં જઈને ચહેરા પર સ્ક્રબિંગ, ફેશિયલ કરાવતા હોય છે.
કારણકે ભારત દેશમાં તહેવારોનો સૌથી વધુ મહત્વ હોય છે, એવામાં દિવાળી તો દરેક લોકોને સૌથી ફેવરિટ છે. ચહેરાને સુંદર બનાવવા માટે ઘણી મહિલાઓ બજારમાં મળતી બ્યુટી પ્રોડક્ટનો પણ ઉપયોગ કરતા હોય છે, પરંતુ તેની સુંદરતા તો વધારે છે આ સાથે લાંબા સમયે સ્કિન ને નુકસાન પણ પહોંચાડી શકે છે.
આ માટે બ્યુટી પાર્લર કે બજારુ બ્યુટી પ્રોડક્ટ નો ઉપયોગ કર્યા વગર જ ચહેરાને સુંદર બનાવવા માટે નો દૂધ નો ફેસપેક કઈ રીતે બનાવીને એનો ઉપયોગ કરવો તેના વિષે જણાવીશું. દૂઘ સ્વાસ્થ્ય માટે જેટલું ગુણકારી છે તેટલું જ ત્વચા માટે પણ ફાયદાકારક છે.
દુઘ માં ઘણા બધા પોષક તત્વો મળી આવે છે જે ત્વચાને થતા નુકસાન થી બચાવીને ત્વચાને ટાઈટ બનાવી રાખવામાં મદદ કરે છે, ત્વચાને સુંદર અને ચમકદાર બનાવવા માટે દૂધ નો ફેસપેક કઈ રીતે બનાવવો તેના વિષે જણાવીશું.
દૂઘ અને બેસન નો ફેસપેક: આ ફેસ બનાવવા સ્કિન માટે ખુબ જ ફાયદાકારક સાબિત થઈ શકશે. આ માટે સૌથી પહેલા એક બાઉલમાં બે ચમચી બેસન લઈ લો, ત્યારબાદ તેમાં બે ચમચી દૂઘ મિક્સ કરી લો, હવે તેમાં એક ચમચી હળદર અને 5-6 ગુલાબજળના ટીપા નાખો.
હવે આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરી લો, હવે આ દૂધ અને બેસન નો ફેસપેક તૈયાર થઈ ગયો છે. હવે આ પેસ્ટને ચહેરા પર લગાવીને હળવા હાથે ઘસીને મસાજ કરો. 20-25 મિનિટમાં પેસ્ટ સુકાઈ જાય ત્યારે ચહેરાને સાદા પાણી વડે ઘોઈ દેવાનું છે.
આ ફેસપેક નો ઉપયોગ અઠવાડિયામાં બે વખત લગાવી શકો છો જે ચહેરા પર ની બધી જ ગંદકીને સાફ કરવાની સાથે સ્કિન ને નેચરલી નિખાર લાવવામાં મદદ કરે છે. આ નેચરલી ફેસપેક ઘરે જ બનાવીને ઉપયોગ કરવાથી કેમિકલ યુક્ત વસ્તુ કરતા પણ ખુબ જ સારું પરિણામ આપશે.
દૂઘ અને મુલ્તાની માટી નો ફેસપેક: આ માટે સૌથી પહેલા એક બાઉલમાં બે ચમચી મુલ્તાની માટી લો, ત્યારબાદ તેમાં બે ચમચી દૂઘ મિક્સ કરી લો, હવે બને ને સારી રીતે હલાવીને મિક્સ કરી પેસ્ટ તૈયાર કરો, હવે આ ફેસપેક તૈયાર થઈ ગયો છે.
આ ફેસપેક ને ચહેરા પર લગાવીને હળવા હાથે માલિશ કરી લો અને સારી રીતે સુકાઈ જાય ત્યાં સુધી રહેવા દો, પછી ચહેરાને સાદા પાણી વડે ચહેરાને ધોઈ કોટર્ન ના કપડાં વડે સાફ કરી લો. આ રીતે ચહેરા પર મુલ્તાની માટી અને દૂધ નો ફેસપેક નો ઉપયોગ અઠવાડિયામાં બે વખત કરવામાં આવે તો ખોવાઈ ગયેલ ગ્લોઈંગ સ્કિન પાછી આવી જશે અને ચહેરા ને પાછો સુંદર અને ચમકદાર બનાવામાં મદદ કરશે.
અહીંયા જણાવેલ ફેસપેક બનાવામાં ખુબ જ આસન છે જેનો ઉપયોગ કરવાથી ત્વચા ટાઈટ બને છે. ચહેરા પરનો બધો જ કચરો સાફ કરે છે અને ચહેરા પર નેચરલી ચમક અને સુંદરતા લાવશે. જેથી લાંબા સમય સુધી સુંદર દેખાતો રહેશે. દિવાળી સમયમાં આ ફેસપેક નો ઉપયોગ કરવાથી ચહેરાની સુંદરતા બમણી થઈ જશે અને લોકો તમારા તરફ આકર્ષિત થશે.