દૂઘ પૌષ્ટિક આહાર છે, જે નાના બાળકો થી લઈને મોટી ઉંમરના દરેક વ્યક્તિએ પીવું જોઈએ. દૂઘ પીવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. જે માનસિક અને શારીરિક કેટલીક બીમારીમાં લાભદાય છે. આ માટે દરેક વ્યક્તિને રોજે એક ગ્લાસ દૂઘ પીવું જોઈએ.
પરંતુ ઘણા લોકો ને દૂધ પીવું ગમતું હોતું નથી. પરંતુ તમને જણાવી દઉં કે દૂઘ માં બઘા પોષક તત્વો મળી આવે છે જે શરીરના દરેક અંગોને પુરા પાડી કાર્યશીલ બનાવી રાખે છે. ઘણા બઘા પોષક તત્વો નો ખજાનો મળી આવે છે, જેમ કે, કેલ્શિયમ, પ્રોટીન, ફાયબર, પોટેશિયમ વગેરે.
શરીર ને હંમેશા માટે સ્વસ્થ અને હેલ્ધી બનાવી રાખવા માટે એક ગ્લાસ દૂધ માં આ વસ્તુઓ મિક્સ કરીને પીવાનું છે. જેને પીવાથી શરીરને ઘણા બધા સ્વાસ્થ્ય ફાયદાઓ થાય છે. તો ચાલો દૂધ માં કઈ વસ્તુ મિક્સ કરીને પીવાથી શું ફાયદાઓ થાય છે તેના વિષે જાણીએ.
દૂઘ અને હળદર: દુઘમાં હળદર મિક્સ કરીને રાતે સુવાના પહેલા પીવાથી રાતે ખુબ જ સારી ઊંઘ આવે છે. આ ઉપરાંત ગળા, છાતીમાં એકે ફેફસામાં કફ જામી ગયો હોય તો તેને નીકાળવામાં મદદ કરે છે. એ ખાંસી ને દૂર કરવામાં માટે ખુબ જ કારગર સાબિત થાય છે. આ સિવાય હાનીકાર ઝેરી બેક્ટેરિયાનો પણ નાશ થાય છે. તે સ્કિનની સમસ્યા દૂર કરી નિખાર લાવવા માટે પણ ફાયદાકારક છે. આ સાથે વૃદ્ધાવસ્થાના ચિન્હોને અટકાવે છે.
દૂઘ અને ખજૂર: દૂઘમાં ખજૂર નાખીને પીવાથી શારીરિક બધી જ કમજોરી દૂર થાય છે. આ ઉપરાંત લોહીમાં રહેલ અશુદ્ધિઓ ને દૂર કરીને નવું લોહી બનાવામાં મદદ કરે છે. ખજૂર વાળું દૂધ પીવાથી શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધે છે અને શરીરને મજબૂત અને નિરોગી બનાવી રાખવામાં મદદ કરે છે.
દૂઘ અને કેળાં: દૂઘ અને કેળાં ખાવાથી કબજિયાત માટે છે. તેમાં ખુબ જ સારા પ્રમાણમાં કેલ્શિયમ મળી આવે છે જે હાડકાને મજબૂત બનાવે છે, ઉપરાંત તે બ્લડપ્રેશર ને પણ નિયત્રંણમાં રાખવામાં મદદ કરે છે, શરીરને સ્ટ્રોંગ અને મજબૂત બનાવવા માટે દૂઘ અને કેળા ખાઈ શકાય છે.
દૂઘ અને બદામ: બદામ વાળું દૂધ નિયમિત પાને પીવામાં આવે તો મગજની કાર્ય ક્ષમતામાં વધારો થાય છે અને યાદશક્તિ પણ વધે છે, આ માટે બાળકો માટે બદામ વાળું દૂધ ખુબ જ ફાયદાકારક સાબિત થશે. તે બાળકોના વિકાસ માટે ખુબ જ ફાયદાકારક છે.
જો તમે શારીરિક કમજોરીનાં શિકાર છો અને કોઈ પણ કામ કરતી વખતે જલ્દી થાકી જાઓ છો તો દૂધ માં આમાંથી કોઈ પણ એક વસ્તુ મિક્સ કરીને પીવાનું ચાલુ કરી દો શારીરિક બઘી જ કમજોરી દૂર થઈ જશે.