મીઠા લીમડાના પાંદડાનો ઉપયોગ સામાન્ય રીતે ભોજનનો સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે. પરંતુ, શું તમે જાણો છો કે સ્વાદને બમણો કરવા ઉપરાંત તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. મીઠા લીમડાના પાંદડા પોષક તત્વોનો ભંડાર છે. તેનું સેવન કરવાથી તમે ઘણા સારા ફાયદા મેળવી શકો છો.
આયર્ન, કેલ્શિયમ, ફોસ્ફરસ, વિટામીન-સી જેવા ઘણા પોષક તત્વો મીઠા લીમડાના પાનમાં મળી આવે છે. જે પાચનતંત્રને સ્વસ્થ રાખવાની સાથે વજન ઘટાડવામાં મદદરૂપ છે. તો આવો જાણીએ મીઠા લીમડાના પત્તાના ખાસ ફાયદાઓ વિશે.
1. હૃદય માટે ફાયદાકારક : મીઠા લીમડાના પાંદડામાં એન્ટી-ઓક્સીડેન્ટ ગુણ જોવા મળે છે, જે શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલને વધતા અટકાવે છે. જેના દ્વારા તમે હૃદય સંબંધિત બીમારીઓથી બચી શકો છો.
આંખો માટે ફાયદાકારક : મીઠા લીમડાના પાંદડા ખાવાથી, રાતાંધળાપણું અથવા આંખોને લગતી અન્ય રોહોનું જોખમ ટળી જાય છે કારણ કે તેમાં આવશ્યક પોષક વિટામિન એ જોવા મળે છે જે આંખોની રોશની વધારવામાં મદદ કરે છે.
2. ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક : મીઠા લીમડાના પાંદડામાં ડાયાબિટીક વિરોધી ગુણ હોય છે. નિષ્ણાંતોના મતે જે લોકોને ડાયાબિટીસ છે તેઓ સવારે ખાલી પેટે કરી પત્તાનું સેવન કરી શકે છે. તે બ્લડ સુગરનું સ્તર ઘટાડવામાં મદદરૂપ છે. મીઠા લીમડાના પાંદડામાં હાઈપોગ્લાયકેમિક ગુણધર્મો હોય છે જે બ્લડ સુગરના લેવલને નિયંત્રિત કરે છે
3. વજન ઘટાડવામાં મદદરૂપ : જો તમે વજન ઓછું કરવા માંગો છો, તો મીઠા લીમડાના પાંદડાનું સેવન મદદરૂપ સાબિત થઈ શકે છે. તેમાં હાજર ફાઈબર વજન ઘટાડવામાં મદદ કરે છે. મીઠા લીમડાના પાંદડા ચાવવાથી વજન અને પેટની ચરબી ઘટાડવામાં મદદ મળે છે કારણ કે તેમાં એથિલ એસીટેટ, મહાનિમ્બાઈન અને ડિક્લોરોમેથેન જેવા પોષક તત્વો હોય છે.
4. એનિમિયા દૂર કરે : મીઠા લીમડાના પાનનું સેવન કરવાથી શરીરમાં એનિમિયા દૂર થાય છે. તેમાં હાજર આયર્ન એનિમિયાને રોકવામાં મદદરૂપ છે.
5. ત્વચા માટે ફાયદાકારક: તમે મીઠા લીમડાનો ઉપયોગ કરીને ચમકદાર ત્વચા મેળવી શકો છો. તમે આ પાનનો ઉપયોગ કરીને ફેસ પેક બનાવી શકો છો, જે ડ્રાયનેસ, પિમ્પલ્સ, ખીલ જેવી સમસ્યાઓ દૂર કરી શકે છે.
6. વાળ માટે ફાયદાકારક : મીઠા લીમડા પત્તા વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. તે પ્રોટીન અને એન્ટી ઓક્સિડેન્ટ ગુણોથી ભરપૂર છે. તેના ઉપયોગથી વાળ મજબૂત થાય છે. તે સ્કેલ્પ સંબંધિત ઘણી સમસ્યાઓને દૂર કરવામાં મદદરૂપ છે.