મોં માં ખરાબ વાસ આવવી એ ખુબ સામાન્ય સમસ્યા માનવામાં આવે છે. જે કોઈ પણ વ્યક્તિને થતી હોય છે. મોં માં આવતી વાસ આપણે જલ્દી ખબર નથી પડતી પરંતુ આપણી આસપાસ રહેતા દરેક વ્યક્તિને ખરાબ હોય છે કે આ વ્યક્તિના મોં માંથી ખરાબ વાસ આવે છે જેથી તે વ્યક્તિ આપણી આસપાસ આવતો નથી અને વાત કરતા પણ અચકાતા હોય છે.
મોં માં વાસ આવવાના ઘણા બઘા કારણો પણ હોઈ શકે છે. જેમ કે, દાંતમાં સડો થઈ જવો, મોં માં કોઈ પણ ઈન્ફેક્શન થવું, પેટ બરાબર સાફ ના થવું, બરાબર બ્રશ ના કરવાથી, કોઈ પણ વ્યશન કરવાથી, રાત્રે ડુંગળી કે લસણ ખાઈ ને રાત્રે સુઈ જવું જેવા અનેક કારણો મોં માં થી વાસ આવવાના હોઈ શકે છે.
જયારે આપણે કોઈ પણ ખોરાક ખાઘો હોય અને તે ખોરાક પચ્યો ના હોય તો તે ખોરાક લાંબા સમયે સડવા લાગે છે જેના કારણે પેટન ગલતી સમસ્યા થાય છે અને સાથે મોં માં ખરાબ વાસ આવવાની પણ શરૂ થઈ જાય છે. બજારમાં મોં ની દુર્ગઘને દૂર કરવા માટે માઉથ ફ્રેશનર પણ મળી આવે છે. પરંતુ આજે અમે તમને મોં માં આવતી ખરાબ વાસ ને દૂર કરવાં માટેના કેટલાક ઘરેલુ ઉપાય જણાવીશું.
મોં માંથી આવતી વાસ આપણે જયારે ડુંગળી કે લસણ વાળી વસ્તુનું સેવન કરીએ ત્યારે સૌથી વધુ આવતી હોય છે. તેમાં મિથાઈલ સલ્ફાઈફ, એલિસિન તત્વ મળી આવે છે જેથી તેને ખાવાથી મોં માં લાંબા સમય સુઘી વાસ રહેતી હોય છે.
મોં ની દુર્ગઘ દૂર કરવા માટે આપણે સૌથી પહેલા દિવસમાં બે વખત હૂંફાળા ગરમ પાણીનું સેવન કરવું જોઈએ. સવારે ઉઠીને નરણા કાંઠે કરવાનું છે અને રાત્રે જમ્યાના એક કલાક પછી કરવાનું છે. ત્યાર પછી રાત્રે સુવો તે પહેલા ગરમ પાણી માં એક ચપટી મીઠું મિક્સ કરીને કોગળા કરવાના છે. જેથી ખધેલા ખોરાક દાંતમાં ભરાઈ રહ્યો હોય તો તે નીકળી જાય અને મોં માં રહેલ હાનિકારક બેક્ટેરિયાનો નાશ પણ કરે છે.
માટે જો તમે મોં માં આવતી વાસને દૂર કરવા માંગતા હોય તો દિવસમાં બે વખત પાણીનું સેવન કરવું જોઈએ અને રાત્રે સુતા પહેલા પાણીમાં મીઠું નાખીને કોગળા કરવાના છે આમ કરવાથી દુર્ગઘ થોડા જ સમય માં દૂર થઈ જશે. મોં ની દુર્ગઘ દૂર કરવાનો આ સૌથી બેસ્ટ ઉપાય માનવામાં આવે છે.
ત્યાર પછી મોં માં આવતી દુર્ગઘને દૂર કરવા માટે એક ગ્લાસ પાણીમાં એક આખા લીંબુનો રસ મિક્સ કરીને તેમાં સિંધવ મીઠું મિક્સ કરવાનું છે. ત્યાર પછી તે પીણું પી જવાનું છે. આ પીણું સવારે ખાલી પેટ પણ પી શકાય અને રાત્રે જમ્યાના એક કલાક પછી પણ પી શકાય છે. રાત્રીના ભોજન પછી પીવાથી પાચનક્રિયાને સુઘારવામાં મદદ મેળવી શકાય છે.
જેથી ખોરાક સરળતાથી પચી જાય છે જેથી ખોરાક સડતો નથી અને મોં માં આવતી દુર્ગઘ પણ દૂર થઈ જાય છે. સવારે આ ડ્રિન્કનું સેવન કરવાથી અતરડામાં જામેલ બઘો કચરો દૂર થઈ જાય છે. જેથી આપણું પેટ પણ સાફ રહે છે. આ ઉપરાંત વજન ઘટાડવા માટે પણ આ પીણું ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે.
મોં ની દુર્ગઘ દૂર કરવા માટે હંમેશા જમ્યા પછી વરિયાળી અને અજમાનું સેવન કરવું જોઈએ. જેથી શ્વાસ માંથી નીકળી દુર્ગઘ પણ દૂર થઈ જાય છે. આ ઉપરાંત વરિયાળીનું પાણી પીવાથી પણ મોં માં આવતી વાસ પણ દૂર થાય છે.
મોં માં આવતી દુર્ગઘને દૂર કરવા માટે રાત્રે સુવાના 30 મિનિટ પહેલા બ્રશ કરવો જોઈએ જેથી મોં સાફ રહે છે અને મોં માં આવતી વાસને દૂર કરવામાં મદદ મળે છે. મોં માં આવતી વાસને દૂર કરવા માટે આ ઘરેલુ ઉપાયને રોજિંદા જીવન માં અપનાવી લેવાથી મોં માં આવતી વાસ થોડા જ સમયમાં કાયમી દૂર થઈ જશે.