ઉનાળાની ગરમીની શરૂઆત થઈ ગઈ છે. તેવામાં ઉનાળાની ગરમીના કારણે ઘણા લોકોને મોં માં ચાંદા પડવા જેવી સમસ્યા રહેતી હોય છે. મોં ના ચાંદા ગાલની અંદરની બાજુ, જીભ ઉપર, હોઠ ની અંદરની સાઈડ મોં માં સૌથી વધુ ચાંદા પડતા હોય છે.
મોં માં ચાંદા પડવાની સમસ્યા મોટાભાગના દરેક વ્યક્તિને થતી હોય છે. મોં માં ચાંદા થયાના થોડા જ સમયમાં ચાંદા આપમેળે દૂર થઈ જતા હોય છે. પરંતુ ચાંદા પડે ત્યારે આપણે કોઈ પણ વસ્તુ ખાતા હોઈએ છીએ ત્યારે ખુબ જ દુખાવો થતો હોય છે આ ઉપરાંત પાણી પીવાથી પણ દુખાવો થતો હોય છે.
ચાંદા ઉપર કોઈ પણ ખોરાક જવાથી ત્યાં ભરપૂર દુખાવો થતો હોય છે. માટે આપણા મોં માં ચાંદા પડે ત્યારે ખોરાક લેવાનો પણ ઓછો કરી દઈએ છીએ. મોં માં ચાંદા પડવાના ઘણા બઘા કારણો પણ હોઈ શકે છે. ચાંદા પડવાનું મુખ્ય કારણ કબજિયાત છે.
જયારે આપણે કોઈ પણ ખોરાક ખાઈએ છીએ અને તે ખોરાક પચતો નથી જેના કારણે આપણી પાચનશક્તિ નબળી પડી જાય છે. જેના કારણે આંતરડામાં કચરો ભરાઈ જાય અને મળ છૂટો ના પડતો હોય તો તેને કબજિયાત ની સમસ્યા કહેવાય છે. જર ચાંદા પડવાનું સૌથી મોટું કારણ છે.
આ ઉપરાંત આપણા શરીરમાં કોઈ પણ બીમારી હોય અને વઘારે પડતી દવાનું સેવન કરવામાં આવે છે જે દવા વધારે પાવરની હોય છે. જેનું સેવન કરવાના કારણે તેની જે ગરમી છે તે મોં ના ચાંદા સ્વરૂપે અથવા તો મોં પર ખીલ રૂપે ગરમી બહાર નીકળે છે. મોં માં ચાંદા પડવાનું આ બીજું સૌથી મોટું કારણ માનવામાં આવે છે.
મોં માં પડતા ચાંદા ના કારણે ખાવામાં પીવામાં તકલીફનો સામનો પડતો હોય છે જેના કારણે જલ્દીથી મોં માં પડેલ ચાંદાને દૂર કરવી ખુબ જ જરૂરી છે. આ માટે કેટલાક ઘરેલુ દેશી ઉપાય અપનાવવા જોઈએ જેથી ખુબ જ ઝડપથી મોં પડેલ ચાંદાને મટાડી શકાય છે. તો ચાલો જાણીએ કેટલાક ઘરેલુ ઉપાય વિષે.
મીઠા વાળું પાણી: સૌથી પહેલા એક ગ્લાસ પાણી લઈને તેમાં અડઘી ચમચી મીઠું મિક્સ કરીને બરાબર હલાવીને મીઠાને ઓગાળી લો, ત્યાર પછી તે પાણીના કોગળા કરવાના છે. આવી રીતે દિવસમાં ત્રણ વખત મીઠાના પાણીના કોગળા કરવમાં આવે તો મોં માં પડેલ ચાંદામાં ખુબ જ ઝડપી રાહત મેળવી શકાય છે.
ફટકડીનું પાણી: મોં માં પડેલ ચાંદા ને દૂર કરવા ફટકડીનું પાણી ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. એક ગ્લાસ પાણી લઈને તેમાં એક ચપટી ફટકડી પાવડર મિક્સ કરીને કોગળા કરવાના છે. આમ દિવસમાં બે થી ત્રણ વખત કરવાથી મોં માં પડેલ ચાંદાના ઘા ઝડપથી દૂર થઈ જાય છે. આ ઉપરાંત ચાંદા ના દુખાવામાં રાહત મળે છે.
કાથા વાળું પાન: કાથો મોં માં પડેલ ચાંદામાં ઝડપથી રાહત અપાવે છે. માટે તમારે પાનના ગલ્લા પર જઈને એક પાન લઈને તેમાં કોરો કાથો નખાવીને પછી તરત ખાઈ લેવાનો છે. કથામાં એન્ટી બેક્ટેરિયલ ગન મળી આવે છે જે ચાંદાને ઝડપથી મટાડવામાં મદદ કરે છે. કાથાવાળા પાનનું સેવન દિવસમાં બે વખત કરવાથી એક જ દિવસમાં ચાંદા મટી જશે.
જો તમને ચાંદા પડવાની સમસ્યા વધુ રહેતી હોય તો તમારે પહેલા કબજિયાતની સમસ્યાને દૂર કરવી પડશે જેથી તમે કાયમી ચાંદા પડવાની સમસ્યાથી બચી શકશો. જો તમને ચાંદા પડે તો ઉપર જણાવેલ ઉપાયનો ઉપયોગ કરીને ચાંદાને મટાડી શકો. આ ઘરેલુ ઉપાય કરવાથી એક દિવસમાં જ ચાંદામાં રાહત મળશે.