મોઢામાં ચાંદા પડવા તે ખુબ જ સામાન્ય છે. પરંતુ જયારે મોઢામાં ચાંદા પડે છે ત્યારે ખાવા પીવામાં ઘણી બધી તકલીફ નો સામનો કરવો પડતો હોય છે. જેના કારણે ઘણા લોકો ખુબ જ પીડાતા હોય છે, મોઢામાં ચાંદા પડવાથી તે જગ્યાએ ખુબ જ બળતરા થતી હોય છે.
મોઢામાં ચાંદા પડવાના ઘણા બધા કારણો હોઈ શકે છે. જેમ કે, શરીરમાં વધુ પડતી ગરમીનું પ્રમાણ રહેવું, હોર્મોન્સ માં ફેરફાર થવો, દવાઓનું વધુ સેવન કરવું, લાંબા સમય સુધી કબજિયાત રહેવું વગેરે જેવા કારણોને લીધે મોઢામાં ચાંદા પડતા હોય છે.
ઘણી વખત મહિલાઓમાં પીરિયડ્સ નો સમય હોય છે તે સમય માં પણ તેમને મોઢા માં ચાંદા પડવાની સમસ્યા રહેતી હોય તેવું જોવા મળે છે. ચાંદા ખાસ કરીને જીભ પર, હોઢ ની અંદર સાઈડ માં, ગાલ ની અંદર ની બાજુ થતા જોવા મળે છે.
મોઢામાં ચાંદા પડવા તે એક સામાન્ય સમસ્યામાં થી એક છે, જેને દૂર કરવા માટે કેટલાક ઘરેલુ ઉપાય અપનાવવાથી તેમાં ઘણી રાહત મેળવી શકાય છે, તો ચાલો મોઢામાં પડેલ ચાંદા ને દૂર કરવા માટે શું ઉપાય કરવો જોઈએ તેના વિષે જણાવીશું.
આ માટે તમે મઘનો ઉપયોગ પણ કરી શકો છો. મધ ની તાસીર ઠંડી અને શીતળ હોય છે. જે આ સાથે તેમાં ઘણા બધા ઔષધીય ગુણો મળી આવે છે, જેનો ઉપયોગ ઘણી બધી બીમારીઓને મટાડવામાં માટે કરવામાં આવતો હોય છે.
મઘમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ મળી આવે છે આ માટે તમને જે જગ્યાએ ચાંદા પડવાથી બળતરા થતી હોય તે જગ્યાએ મઘ લગાવી રાખો. દિવસમાં બે થી ત્રણ વખત મઘ લગાવાથી એક જ દિવસમાં મોઢામાં પડેલ ચાંદા ને મટાડે છે અને બળતરામાં ઘણી રાહત મળે છે.
નારિયેરના તેલ નો ઉપયોગ ચાંદા માં લગાવી શકાય છે. ચાંદા પડવાના કારણે તે જગ્યાએ સોજો આવ્યો હોય ઓ તે સોજાને પણ દૂર કરે છે, નારિયેરના તેલમાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ મળી આવે છે જે મોઢામાં પડેલ ચાંદામાં રહેલ બેકેરીયાનો નાશ કરે છે.
મોઢામાં ચાંદા પડ્યા હોય તે જગ્યાએ લગાવાથી થોડા જ સમય માં અમને તેનો ફર્ક જોવા મળી શકે છે. આ ઉપાય રાતે કરીને સુઈ જાઓ છો તો સવારે ઉઠતાની સાથે જ મોં માં પડેલ ચાંદા મટી ગયા હોય તેવું જોવા મળશે.
જો તમને મોઢામાં ચાંદા પડે છે તો સૌથી પહેલા કબજિયાત છે કે નહીં તે જાણી લેવું જો વારે વારે કબજિયાત રહેતી હોય જેના કારણે ચાંદા પડતા હોય તો કબજિયાતને દૂર કરવા માટેનો ઈલાજ કરવો જોઈએ કબજિયાત દૂર થવાથી મોઢામાં ચાંદા પડવાની સમસ્યા રહેશે જ નહીં.