મોં માં ચાંદા પડવા ની સમસ્યા થવાના કારણે ખુબ જ દુખાવો થતો હોય છે. ચાંદા પડવાના કારણે લાલ ચાંઠા પડી જતા હોય છે. મોં માં ચાંદા પડવા ના ઘણા બઘા કારણો પણ હોય છે જેના વિષે ઘણા લોકો અજાણ હોય છે.
મોં માં ચાંદા પડવાના કારણો: પેટ સાફ ના થવું, કબજિયાત રહેવી, હોર્મોન્સ માં અસન્તુલન, પીરિયડ્સ દરમિયાન, વધુ પડતી દવાઓ ખાવાથી, શરીરમાં વધુ પડતી ગરમી રહેવાથી જેવા કારણોથી મોં માં ચાંદા પડતા હોય છે.
જયારે પણ મોં માં ચાંદા પડે છે ત્યારે તે ચાર થી પાંચ દિવસ સુધી રહેતા હોય છે. પરંતુ આજે અમે તમને એવા કેટલાક ઘરેલુ ઉપાય જણાવીશું જેની મદદથી મોં માં પડેલ ચાંદા એક રાત માં જ ગાયબ થઈ જશે.
મોં ના ચાંદા દૂર કરવાના ઘરેલુ ઉપાય:
દેશી ઘી : મોઢામાં પડેલ ચાંદા ને મટાડવા માટે દેશી ઘી ખુબ જ અસરકારક માનવામાં આવે છે. જયારે પણ તમને હોઠના અંદરના ભાગમાં, જીભ પર કે ગાલ ના અંદરના ભાગમાં ચાંદા પડ્યા હોય તો તે જગ્યાએ ઘી લગાવી આખી રાત રહેવા દેવાથી એક રાત માં જ મોં માં પડેલ ચાંદા મટી જશે.
દેશી ઘી નિયમિત પણે રોજે એક ચમચી ખાવાથી પેટ એકદમ સાફ થાય છે જેથી કબજિયાત માં રાહત મળે છે, જેના કારણે મોઢામાં પડતા ચાંદા માં ઘણી રાહત મળે છે. આ ઉપરાંત શરીરને ઠંડક આપવાની સાથે શીતળતા પ્રદાન કરે છે. અને શરીરના મોટા ભાગના રોગોથી બચાવે છે.
કાથો: કાથો મોઢામાં પડેલ ચાંદા ને મટાડવા માટે નો રામબાણ ઉપાય છે. કાથો તમને પાન પાર્લર ની દુકાન માંથી ખુબ જ આસાનીથી મળી રહેશે. કાથો લાવીને તેને ચાંદી પડી હોય તેના પર લગાવી રાખો અને મોં માંથી નીકળતી લાળ ને બહાર નીકાળી દેવી.
જો તમે કાથાનો ઉપયોગ અમે દિવસ માં બે વખત કરશો તો એક દિવસ માં જ ગમે તેવા પડેલ ચાંદા મટી જશે. આ સિવાય તમે કાથા વાળુ પાન ખાસો તો પણ તમને ખુબ જ સારું પરિણામ જોવા મળશે. જે શરીરની ગરમીને દૂર કરી મોઢામાં પડેલ ચાંદા ને મટાડશે.
મઘ : મધમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ મળી આવે છે. આ માટે જો તમે ચાંદા પર મધ ને લગાવીને રહેવા દેશો તેના થતા દુખાવામાં રાહત મળશે અને ચાંદા ને મટાડશે. મધ શરીરના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, જેનો ઉપયોગ કરવાથી શરીરને ઠંડક મળે છે.
લાલ મરચું: લાલ મરચું રસોઈનો સ્વાદ વધારે છે. મરચું તીખું હોય છે જે શરીરની ગરમીને દૂર કરવામાં મદદ કરે છે. આ માટે જે જગ્યાએ ચાંદા પડ્યા હોય ત્યાં લાલ મરચું લગાવીને લાળ ને મોં માંથી બહાર નીકાળી લેવી. જો તમે લાલ મરચાનો પ્રયોગ દિવસમાં બે વખત કરો છો તો તમને એક જ દિવસમાં મોઢામાં પડેલ ચાંદા ને મટાડી દેશે.