આપણા દેશમાં ઘણી બઘી ઔષઘી મળી આવે છે, તેમાં સરગવો ખુબ જ શક્તિ શાળી માનવામાં આવે છે આ એક એવી ઔષધી છે જેની છાલ, તેના પાન તેનો રસ મોટામાં મોટી બીમારીઓને દૂર કરવામાં મદદ કરે છે. તેમ ભરપૂર પોષક તત્વો હોય છે.
સરગવો ખાવામાં ખુબ જ સ્વાદિષ્ટ અને મીઠો હોય છે, તેની છાલ અને સરગવાનો ઉપયોગ દેશી દવાઓ બનાવવા માટે કરવામાં આવે છે. તેમાં કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, પોટેશિયમ, આયર્ન, વિટામિન-સી, વિટામિન-એ, વિટામિન-બી, કેલ્શિયમ જેવા તત્વોનો ખજાનો મળી આવે છે.
તમને જણાવી દઉં કે, મોસંબી, ગાજર, કેળા, દૂધમાં મળી આવતા વિટામિન અને ખનીજ તત્વો કરતા પણ ત્રણ ગણું સરગવામાં મળી આવે છે. આજે અમે તમને સરગવાના પાન અને તેના રસનું સેવન કરવાથી થતા સ્વાસ્થ્ય ફાયદાઓ વિષે જણાવીશું.
લોહી શુદ્ધ કરે: સરગવાનું શાક અને તેના પાન આરોગ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. તેના પાન નો રસ બનાવી ને પીવામાં આવે તો લોહીમાં રહેલ બધી જ અશુદ્ધિઓ દૂર થાય છે અને લોહીને શુદ્ધ કરે છે. આ ઉપરાંત શરીરમાં રહેલ હાનિકારક ઝેરી તત્વો પેશાબ વાતે બહાર નીકળી જશે.
બ્લડ સુગર નિયત્રંણ કરે: આજના સમયમાં મોટાભગના લોકોને બ્લડ સુગરની સમસ્યા થઈ રહી છે જેને કંટ્રોલમાં કરવા માટે સરગવાના રસનું નિયમિત પણે સેવન કરવાથી લોહીમાં રહેલ સુગર ધટાડી બ્લડ સુગર લેવલ ને નિયત્રંણમ રાખે છે. માટે ડાયબિટીસ હોય તેવા દર્દી માટે સરગવાનો રસ ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે.
હદયને સ્વસ્થ રાખે : શરીરને સ્વસ્થ બનાવી રાખવા માટે હૃદયને સ્વસ્થ રાખવું ખુબ જરૂરી છે. તેના રસનું નિયમિત સેવન કરવાથી ખરાબ કોલેસ્ટ્રોલ દૂર થાય છે અને હૃદય કાર્ય ક્ષમતામાં વધારો કરે છે જેથી હાર્ટ અટેક આવવાનું જોખમ ઓછું રહે છે અને હૃદયને સ્વસ્થ બનાવી રાખે છે.
ઈમ્યુનિટી વધારે: તેમાં સારી માત્રામાં વિટામિન-સી મળી આવે છે જે ઈમ્યુનિટી વધારી રોગો સામે લડવાની ક્ષમતા વધારે છે જેથી શરીરમાં આવતા વાયરલ રોગો દૂર થાય છે અને શરીરમાં વારે વારે થાકી જવાની સમસ્યાને દૂર કરે છે.
પેટના રોગો દૂર કરે: સરગવાના પાન નો રસ પીવાથી પેટ ખરાબ થઈ ગયું હોય તો તે સમસ્યા ન દૂર કરી પાચનક્રિયાને મજબૂત બનાવે છે, જેથી કબજિયાત જેવા ગંભીર રોગો પણ દૂર થાય છે, આ પાન નો રસ પીવાથી પેટ સાફ થાય છે.
ચામડીના રોગ ને દૂર કરવા માટે સરગવો ખુબ જ અસરકારક છે, માટે સરગવાના પાન નો રસ બનાવીને પીવાથી સ્કિનની એલજી પણ દૂર થઈ જાય છે. ઉપરાંત ચહેરાને નિખાર લાવવા માટે સરગવાના પાન પીસીને તેની પેસ્ટ ચહેરા પર લાગવાથી ખીલ અને ડાઘ દૂર થાય છે જેથી ચહેરો સુંદર દેખાય છે.
પુરુષોમમાં થતી શારીરિક કમજોરીને દૂર કરવા અને શુક્રાણુ ની સંખ્યા વધારવા માટે સરગવાના પાનનો રસ પીવો જોઈએ, થોડા દિવસ આ રસ પીવાથી પુરુષોની બધી જ શારીરિક સમસ્યા દૂર થાય છે.