સવારે દરેક વ્યક્તિ ઉઠે ત્યારે એમને આળશ આવતી હોય છે અને પથારીમાંથી ઉઠવાનું મન પણ નથી થતું. જેના કારણે ઉતાવરમાં જ ફટાફટ તૈયાર થઈને કામ માટે નીકળી જતા હોઈએ છીએ. પરંતુ સવારે ઉઠીને જ વ્યક્તિ કેટલીક બાબતોનો ઘ્યાન રાખે તો તે પોતાના શરીરને સ્વસ્થ બનાવી રાખવામાં સક્ષમ રહે છે.
પરંતુ વ્યક્તિની વ્યસ્ત જીવન શૈલી અને ખાવાની કેટલીક ખરાબ કુટેવો હોવાના કારણે વ્યક્તિને આરોગ્ય લક્ષી ઘણી બધી પરેશાનીનો સામનો કરવો પડતો હોય છે. તેવામાં કામ નું વધારે પડતું ટેન્શન અને તણાવ હોવાના કારણે રાતે સુઈ પણ શકતા હોતા નથી,
રાતે ઊંઘ પુરી ના થવાના કારણે બીજા દિવસે શરીરમાં થાક અને નબળાઈ રહેતી હોય છે, જેના પરિણામે વ્યક્તિ નું ઘ્યાન કામ માં રહેતું નથી તો રાતે પૂરતી ઊંઘ લેવી જોઈએ. આજે અમે તમને એવી કેટલીક ટિપ્સ જણાવીશું જેની મદદથી રાતે સારી ઊંઘ પણ આવશે અને સવારે ઉઠશો ત્યારે એકદમ ફ્રેશ મહેસુસ કરશો.
સવારે એકદમ ફ્રેશ રહેવા માંગતા હોય તો રોજે સવારે વહેલા ઉઠવાનું રાખો, ત્યારબાદ ચહેરાને માટલી ના પાણી વડે મોં ધોવાનું છે. જે મૂડ લાવવા અને તાજગી બનાવી રાખવામાં મદદ કરે છે. વહેલા ઉઠીને ગાર્ડનમાં વોકિંગ અને જોગિંગ કરવા માટે જવું જોઈએ, વોકિંગ અને જોગિંગ કરવાથી શરીરને જરૂરી ઉર્જા મળી રહેશે જે આખા દિવસ દરમિયાન ઉર્જાવાન બનાવી રાખશે.
સવારની તાજી હવા લેવાથી શુદ્ધ ઓક્સિજન મળે છે. જે ફેફસાને સ્વસ્થ રાખે છે. જેથી શ્વાસ લેવાની સમસ્યા હોય, દમ અસ્થમા જેવી બીમારી હોય તો તેમાં ખુબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ માટે સવારની તાજી હવા લેવી જોઈએ.
સવારે હેલ્ધી અને પૌષ્ટિક આહાર ખાવો જોઈએ. જે આખા દિવસ દરમિયાન શરીરને એનર્જી આપવાની સાથે કાર્યક્ષમતા વઘારવામાં મદદ કરે છે. જો તમે સવારે ઉઠીને આટલું કરશો તો આખા દિવસ દરમિયાન શરીરમાં થાક અને કમજોરી મહસૂસ નહીં થાય.
ત્યારબાદ રાતે સારી ઊંઘ લાવવા માટે પણ કેટલીક વસ્તુનું ઘ્યાન રાખવાની સાથે આ કામ કરવાનું છે. આ માટે રાત્રિનું ભોજન હળવું લેવું જોઈએ અને ભોજન પછી 10 મિનિટ વજ્રાશન યોગામાં બેસવું જોઈએ, જેથી તે ખોરાક ને સારી રીતે પચાવામાં મદદ કરશે, જેથી રાતે સૂતી વખતે પેટ ભારે નહીં લાગે અને સારી ઊંઘ પણ લાવશે.
આ સિવાય થોડો સમય ચાલવું જોઈએ અને ચાલીને ઘરે આવ્યા પછી સાવર લેવું જોઈએ, સાવર લેવાથી આખા દિવસ દરમિયાન શરીરમાં જે થાક લાગ્યો હોય તો તે થાક ને દૂર કરવામાં મદદ કરે છે અને માનસિક તણાવ અને ગુસ્સો હોય તો તેને પણ શાંત કરે છે.
રાતે સુવાના પહેલા સાવર અવશ્ય લેવું જોઈએ જેથી રાતે સુવા જાઓ ત્યારે ખુબ જ સારી અને ઘસઘસાટ ઊંઘ મેળવી શકાશે. આ માટે જો તમને રાતે ઊંઘ આવતી ના હોય તો સુવાના પહેલા આ એક કામ જરૂર કરવું જોઈએ જે ખુબ જ સારી ઊંઘ લાવવામાં મદદરૂપ સાબિત થશે.
સારી ઊંઘ લેવાથી સવારે ઉઠતાની સાથે જ એકદમ ફ્રેશ મેહસૂસ થાય છે, આ માટે જો તમે પણ સવારે ફ્રેશ અને રાતે સારી ઊંઘ લેવા માંગતા હોય તો સવારે અને સાંજે આ કામ કરી લો.