દરેક વ્યક્તિ સવારે ઉઠીને ઉતાવર માં ઓફિસ કે નોકરી માટે નીકળી જતા હોય છે, તમને જણાવી દઉં કે દિવસ ની શરૂઆત માં જ આપણે એવા કેટલાક કામો કરવા જોઈએ જેની મદદથી આખો દિવસ આપણા માટે સારો અને એનર્જીથી ભરપૂર રહે.
વ્યક્તિ મોડા ઉઠવાના કારણે ઓફિસ પર જવામાં મોડું થવાથી ખુબ જ ચિંતા અને ટેન્શન માં રહેતા હોય છે. આજ કારણ થી તે સવારે ઉતારવામાં નીકળી જતા હોય છે. આજે અમે તમને એવી કેટલીક સરળ ટિપ્સ જણાવીશું જેને રોજે સવારે અપનાવાથી આખો દિવસ સારો જશે.
સવારે વહેલા ઉઠવું જોઈએ: સવાર નું સૌથી પહેલું કામ વહેલા ઉઠવાનું કરવાનું છે, જેથી તમને બીજા કામ માટે પણ પૂરતો સમય મળી રહે. સવારે વહેલા ઉઠવાથી હળવી કસરત, યોગા વોકિંગ કરવા માટે સમય મળી રહેશે જે આખા દિવસ દરમિયાન ઉર્જાને પ્રદાન કરવામાં મદદ કરશે.
ચહેરો ઘોવો: સવારે ઉઠીને માટલીનું એક ગ્લાસ પાણી લેવાનું છે અને તે પાણી વડે સૌથી પહેલા આંખો પર છાલક મારીને આંખોને ધોવાની છે અને ત્યાર પછી આખા ચહેરાને તે પાણી વડે ધોઈ લેવાનો છે, આ રીતે સાદા પાણી ની મદદથી ચહેરો ઘોવાથી એકદમ ફ્રેશનેશ મહેસુસ થશે.
પેટ સાફ કરવું: શરીરમાં રહેલ હાનિકારક ઝેરી કચરાને બહાર નીકાળવા માટે રોજે સવારે પેટ સાફ કરવું જોઈએ. પેટ સારી રીતે સાફ થતું ના હોય તો રોજે સવારે હૂંફાળું પાણીમાં લીંબુ અને સિંધવ મીઠું મિક્સ કરીને પીવું જોઈએ. જે પેટ ને એકદમ સાફ કરવામાં મદદ કરશે. પેટ સાફ થવાથી શરીર આખું હલકું લાગે છે. આ માટે સવારે પેટ સાફ કરવું જોઈએ.
દાંત ને સાફ કરવા જોઈએ: ઘણા લોકો ઉતાવરમાં ફટાફટ બ્રશ કરી લેતા હોય છે, પરંતુ જો તમે સારી રીતે બ્રશ કરો છો તો મોં માં રહેલ હાનિકારક બધા જ બેક્ટેરિયા નાશ પામે છે, જેથી દાંત પણ સ્વસ્થ રહે છે અને દાંત માં સડો થવાની સંભાવના પણ ઓછી રહે છે.
યોગા કરવા જોઈએ: તમે ઘરે રહી ને પણ યોગા કરી શકો છો, જો તમે રોજે સવારે 15-20 મિનિટ માટે યોગા કરો છો તો શરીરમાં લોહીનો પ્રવાહ ખુબ જ સારો રહે છે જે શરીરમાં ઉર્જા પ્રદાન કરે છે અને આખો દિવસ શરીરમાં થાકનો અહેસાસ થતો નથી.
સવારે પૌષ્ટિક આહાર લેવો જોઈએ: સવારે હેલ્ધી પૌષ્ટિક આહાર લેવાથી શરીરને સારી એવી ઉર્જા અને એનર્જી મળી રહે છે.આ માટે સવાર નો નાસ્તો હંમેશા માટે પૌષ્ટિક જ ખાવો જોઈએ, સવારે સારો નાસ્તો કરી ને જવાથી ખુબ જ ઝડપથી ભૂખ લાગતી નથી. ઘ્યાન રાખવું કે જયારે પણ કોઈ પણ ખોરાક ખાઓ છો તો હંમેશા તેને સારી રીતે ચાવીને જ ખાવો જોઈએ. જેથી તે પચવામાં આશાની રહે.