જો તમને ભૂલી જવાનું આદત છે અને તમે ઈચ્છો છો કે તમારી યાદશક્તિ સારી હોય અને દિમાગ પણ તેજ ચાલે તો આ લેખમાં અમે તમને કેટલીક એવી વસ્તુઓ વિષે જણાવીશું જે વસ્તુઓનું સેવન કરીને તમે તમારી યાદશક્તિને સારી બનાવી શકો છો. આ વસ્તુઓનું સેવન તમારી કમજોર યાદ શક્તિથી રાહત આપશે.
તમે જે ખોરાક ખાઓ છો તે તમારા મગજને સ્વસ્થ રાખવાનું કામ કરે છે, જે તમારી યાદશક્તિને મજબૂત બનાવે છે અને ધ્યાન કેન્દ્રિત કરવા જેવા કાર્યોને સરળ બનાવે છે. તો ચાલો જાણીએ એવા કેટલાક ફૂડ્સ વિશે જે મગજને મજબૂત અને ઝડપી બનાવવાનું કામ કરે છે.
બદામ: બદામ મસ્તિષ્કમાં એસિટાઈલ્કોલાઇનના સ્તરને વધારવામાં મદદ કરે છે. બદામ ખાવાથી યાદશક્તિમાં વધારો થાય છે. નિયમિત રીતે 10 થી 12 બદામનું સેવન કરવું જોઈએ. આનાથી વધારે બદામનું સેવન ન કરવું જોઈએ. તમે પલાળેલી બદામ, બદામનો ભૂક્કો દૂધમાં ભેળવીને પણ સેવન કરી શકો છો. બદામની છાલમાં ફાઇબર સમાયેલા હોય છે તેથી તેની છાલ ઉતારીને બદામ ન ખાવી.
ચિયા સીડ્સના બીજ: ચિયા સીડ્સના સેવનથી યાદશક્તિમાં સુધાર આવે છે અને મસ્તિષ્કની કાર્યક્ષમતામાં વધારો થાય છે. આ સાથે સાથે સતર્કતા અને એકાગ્રતા શક્તિ સુનિશ્ચિત કરવામાં મદદ કરે છે. ચિયા સીડ્સના બીજ વિટામિન કે, એ, સી, બી 6, ઈ, કેલ્શિયમ, મેન્ગેનીઝ આયરન, ઝીન્ક, તાંબા યુક્ત એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે. જે તમારી યાદશક્તિ સુધારવા માટે કામ કરે છે.
અખરોટ: મગજ માટે અખરોટને એક સુપર ફૂડ માનવામાં આવે છે. અખરોટમાં ભરપૂર પ્રમાણમાં સારા પોષાકતત્વો હોય છે જે તમારા મગજને ઘણા પ્રકારના લાભ પહોંચાડે છે. અખરોટમાં ઓમેગા-3 ફેટી એસિડ અને પોલિફેનોલિક સારી માત્રામાં હોય છે જેને બ્રેન ફૂડ માનવામાં આવે છે કારણ કે ઓક્સિડેટીવ તણાવ અને સોજા સાથે લડે છે.
કાજુ: કાજુ સફેદ રંગના હોય છે જે એક ખુબ સારું મેમરી બુસ્ટર છે. પોલી સેચ્યૂરેટે અને મોનો-સેચુરેટેડ ફેક્ટ્સ એને મસ્તિષ્કની કોશિકાઓના ઉત્પાદન માટે ખાજુનું સેવન ખુબ જરૂરી છે. કાજૂનું દરરોજ ખાજું ખાવાથી યાદશક્તિમાં વધારો થાય છે.
બ્લુબેરી: ખાસ કરીને મગજ માટે બ્લુબેરી ફળના ઘણા ફાયદાઓ છે. તમને જણાવીએ કે બ્લૂબેરીમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે મગજને લાંબા સમય સુધી જુવાન રાખે છે અને યાદશક્તિમાં સુધારો કરે છે.
બ્રોકોલી: બ્રોકોલીમાં ઓમેગા-3 ફેટી એસિડ, ફ્લેવોનોઈડ, વિટામિન-ઈ, લોહતત્વ અને કોપર જેવા પોષક તત્વો હોય છે જે મગજને તેજ કરે છે અને એની કાર્યક્ષમતામાં વધારો કરે છે. બ્રોકોલીના સેવન માટે તમે તેને ધોઈને તેના નાના ટુકડા કરી લો. ત્યારબાદ મિક્સરમાં બ્રોકોલી ના ટુકડા તથા પાણી નાખીને 5 મિનિટ સુધી ગ્રાઈન્ડ કરો. હવે આ જ્યૂસને એક ગ્લાસમાં ગાળી લો અને તેનું સેવન કરો.
કોળાના બીજ: કોળાના બીજમાં ભરપૂર માત્રામાં કોપર, આયર્ન, મેગ્નેશિયમ અને ઝિંક સહિત મગજના કાર્ય માટે મહત્વપૂર્ણ એવા ઘણા સૂક્ષ્મ પોષકતત્વો હોય છે. આ પોષકતત્વો મગજને તેજ કરે છે.
ડાર્ક ચોકલેટ: ચોકલેટમાં રહેલ ફ્લેવોનોઈડ મગજને સુરક્ષિત કરવામાં મદદ કરી શકે છે. ઘણા અભ્યાસ દર્શાવે છે કે ચોકલેટ અને તેમાં પણ ખાસ કરીને ડાર્ક ચોકલેટ ખાવાથી યાદશક્તિ અને મૂડ બંનેમાં વધારો થાય છે.