મિત્રો આ લેખમાં તમને એક પાચક મુખવાસ વિષે જણાવીશું જે મુખવાસ એક નહીં પરંતુ ઘણી બધી નાની મોટી સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર કરે છે. જો કે બજારમાં ઘણા બધા પ્રકારના જુદા જુદા રંગીન મુખવાસ મળે છે પરંતુ તેમાથી મોટા ભાગના મુખવાસ માત્ર સ્વાદિષ્ટ જ છે તે મુખવાસ ખાવાથી થોડો સમય આપણે આનંદ આવે પરંતુ સ્વાસ્થ્ય ને કઈ ફાયદો થતો નથી.
આથી આ લેખમાં તમને એક ખાસ પ્રકારના મુખવાસ વિષે જણાવીશું જે મુખવાસ સ્વાદમાં સ્વાદિષ્ટ હોવાની સાથે શરીર માટે પણ ફાયદાકારક સાબિત થાય છે. મિત્રો આ મુખવાસને તમારે બપોરે કે સાંજે જમ્યા પછી એક ચમચી ખાવાથી શરીરની તકલીફો જેવી કે સાંધાના દુખાવા, હાડકાંને લગતી કોઈપણ તકલીફ અને ખાસ કરીને પેટની તકલીફો દૂર થઇ જાય છે.
મિત્રો આ મુખવાસ કેલ્શિયમથી ભરપૂર છે આથી જે લોકોને કેલ્શિયમની ઉણપ છે અને કેલ્શિયમની ગોળીઓ ખાય છે તેવા લોકો આ મુખવાસ ખાઈને કેલ્શિયમની ગોળીઓ ખાવાથી છુટકાળો મેળવી શકે છે. આ મુખવાસ ઘરે જ બનાવીને તમે આખું વર્ષ જમ્યા પછી એક ચમચી ખાઈ શકો છો.
મોટાભાગના લોકોને જમ્યા પછી પેટની સમસ્યાઓ જેવી કે ગેસ, અપચો કે એસીડિટી જેવી સમસ્યાઓ દૂર થાય છે. પરંતુ આ મુખવાસ ખાઈને તમે પેટની 95% તકલીફો દૂર કરી શકો છો. આ મુખવાસ જે લોકોની પાચનશક્તિ નબળી હોય છે અથવા
જે લોકોનો ખોરાક વ્યવસ્થિત પચતો નથી અને કબજિયાત ની તકલીફ થાય છે તેવા લોકો માટે ખાસ રામબાણ સાબિત થઇ શકે છે. તો મિત્રો ચાલો જાણીએ આ મુખવાસ ઘરે કેવી રીતે બનાવી શકીએ છીએ અને આ મુખવાસ બનાવવા માટે કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ કરવાનો છે.
પાચક મુખવાસ બનાવવાની રીત: સૌ પ્રથમ મુખવાસ બનાવવા માટે 3 વસ્તુનો ઉપયોગ કરવાનો છે. આ 3 વસ્તુમાં ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ હોય છે. આ વસ્તુઓ હાડકાની સમસ્યા કે સાંધાને લગતી નાની મોટી તકલીફને દૂર કરે છે. આ વસ્તુઓમાં પ્રોટીન સાથે શરીરને જરૂરી પોષકતત્વો રહેલા છે જે શરીરમાં જરૂરી પોષતત્વોની ઉણપને પણ દૂર કરી શકે છે.
સૌથી પહેલી વસ્તુ છે તલ. મિત્રો તલ એટલે કે સફેદ અને કાળા તલ. આ બંને સફેદ અને કાળા તલ તમને જુદી જુદી રીતે શરીરમાં ફાયદો કરાવે છે. તમારે 50 ગ્રામ કાળા તલ અને 50 થી 75 ગ્રામ સફેદ તલ લેવાના છે. આ બંને તલને ગેસ પર તલ દાજી ન જાય તે રીતે શેકી લો અને એક વાસણમાં લઇ લો.
ત્યારબાદ મુખવાસમાં બીજી વસ્તુ છે વરિયાળી. આ મુખવાસ બનાવવા 50 થી 75 ગ્રામ જેટલી વરિયાળી લેવાની છે. વરિયાળીને શેકી લો અને શેકેલા તલ સાથે વાસણમાં મિક્સ કરી દો. ત્યારબાદ ત્રીજી વસ્તુમાં અજમો લેવાનો છે.
ઘણા લોકોને અજમો ભાવતો નહીં હોય. પરંતુ તમારે આ મુખવાસ બનાવવા અજમાનો ફરજીયાત લેવાનો છે. અજમાને 20 થી 40 ગ્રામ લઇ તેને શેકી અને મિક્સ કરેલા તલ અને વરિયાળીના મિશ્રણમાં મિક્સ કરી દો. જો તમે મુખવાસને વધુ સ્વાદિષ્ટ બનાવવા માંગતા હોય તો તેમાં દાણાદાળ ઉમેરી શકો છો.
આ ત્રણેય વસ્તુને શેકી લીધી છે હવે એક ડબ્બામાં આ વસ્તુઓ મિક્સ કરીને ભરી દો. તમે આ મુખવાસનો કાચની બરણીમાં પેક કરીને પણ મૂકી શકો છો. આ મુખવાસને તમારે જમ્યા પછી દરરોજ ભૂલ્યા વગર આ મુખવાસ એક ચમચી ખાઈ લેવાનો છે. જમ્યા પછી આ મુખવાસ એક ચમચી ખાવાથી સાંધાના દુખાવા, નબળી પાચનશક્તિ અને હાડકા ને લગતી નાની મોટી તકલીફ દૂર જશે.