પ્રચીન સમયથી મુલતાની માટી ત્વચા પર લગાવામાં આવે છે. તે ત્વચા માટે ખુબ જ ફાયદાકારક છે. જો તમે મુલતાની માટીનો ઉપયોગ ત્વચા પર નિખાર લાવે છે આ સાથે ત્વચા સંબધિત દરેક સમસ્યા ને દૂર કરે છે.
દરેક સ્ત્રી ચહેરાને સુંદર અને ચમકદાર બનાવી રાખવા માટે ઘણા બધા પ્રયત્નો કરતા હોય છે. આ માટે બજારમાં મળતી કેમિકલ યુક્ત પ્રોડક્ટ નો ઉપયોગ સોહી વધુ કરતા હોય છે, જેના થી ત્વચામાં નિખાર આવે છે સાથે ત્વચા સંબધિત અનેક સમસ્યા પણ થઈ શકે છે.
આ માટે ત્વચાને સ્વસ્થ અને હેલ્ધી બનાવી રાખવા માટે નેચરલી વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ, જેમાં મુલતાની માટીનો સમાવેશ કરી શકાય છે, આ સાથે તેમાં દૂઘ મિક્સ કરીને ત્વચા પર લગાવાથી ત્વચામાં નેચરલી નિખાર આવે છે.
દૂઘ ત્વચા ને કુદરતી રીતે મોઈશ્ચરાઈઝ કરવાનું કામ કરે છે. આ માટે મુલતાની માટી અને દૂધ મિક્સ કરીને ત્વચા પર લગાવા થી ફાયદો થાય છે, હવે તમને મુલતાની માટીમાં દૂઘ મિક્સ કરીને ત્વચા પર લગાવાથી થતા ફાયદા વિષે જણાવીશું.
ત્વચાને સાફ કરવા માટે મુલતાની માટીનો ઉપયોગ કરવામાં આવે છે, તેમાં દૂધ મિક્સ કરીને લગાવાથી ચહેરા ઓર ની ડેડ સ્કિન પણ દૂર થાય છે. જેનો ઉપયોગ કરવાથી ત્વચા પર કોઈ પણ નુકસાન વગર જ ત્વચાને સાફ અને ડેડ સ્કિન ને દૂર કરવામાં મદદરૂપ થશે.
ઓઈલી ત્વચા હોવાના કારણે ચહેરા પર ખીલ થતા હોય છે, ઓઈલી ત્વચાને દૂર કરવા માટે બજારમાં મળતા ફેશવોસ નો ઉપયોગ કર્યા વગર જ ઓઈલી સ્કિન અને ખીલ ને મટાડવા માટે મુલતાની માટી અને દૂઘ નો ઉપયોગ કરવો જોઈએ. ચહેરા પર ની ગંદકીને દૂર કરી સ્કિન સમસ્યાને દૂર કરે છે.
ઘણી વખત નાની ઉંમરે જ ચહેરા પર કરચલીઓ ના કારણે ઘરડા દેખાવા લગતા હોય છે આ માટે આ સમસ્યાને દૂર કરવા માટે મુલતાની માટી અને દૂઘ નો ઉપયોગ કરવાથી ત્વચાને ટાઈટ બનાવી કરચલીઓ દૂર કરે છે જેથી જુવાન વધતી ઉંમરે પણ ત્વચા જુવાન દેખાય છે.
ત્વચાને ચમકદાર અને સુંદર બનાવવા માટે મુલતાની માટી અને દૂઘ મિક્સ કરીને ત્વચા પર લગાવી 15 મિનિટ રહેવા દઈ ને પછી સાફ પાણી વડે ઘોઇ કોટર્ન ના કપડાં વડે સાફ કરી લો, આ રીતે કરવાથી ચહેરા પર નેચરલી રીતે નિખાર આવશે. જે લાંબા સમય સીધી સુંદર અને જવાન બનાવી રાખશે.
હાલમાં દિવાળી તહેવારમાં બ્યુટી પાર્લરના વધુ ખર્ચ વગર જ ચહેરાને સુંદર બનાવવા માંગતા હોય તો દિવાળીના એક દિવસ પહેલા આ ઉપાય કરી લો, તમારી સુંદરતા જોઈ દરેક લોકો તમારી સામે જ જોયા કરશે.