શિયાળાની ઋતુ શરુ થઇ ગઈ છે અને આ ઋતુમાં લવિંગ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ સાથે આયુર્વેદમાં લવિંગનો ઉપયોગ કરવાની પણ સલાહ આપવામાં આવી છે. શિયાળાની ઋતુમાં લવિંગને ખાવામાં ઉમેરવાથી શરીર ગરમ રહે છે, પરંતુ શું તમે જાણો છો કે લવિંગનું તેલ પણ ઘણી સમસ્યાઓને દૂર કરી શકે છે.

ખાસ કરીને જો તમે તેને નાભિમાં લગાવો છો તો તે શિયાળામાં થતી સમસ્યાઓને ઓછી કરે છે. તો આજે આ લેખમાં અમે તમને નાભિમાં લવિંગનું તેલ લગાવવાથી થતા ફાયદાઓ વિશે વિસ્તારથી જાણીશું. નાભિમાં લવિંગનું તેલ લગાવવાથી અસ્થમા, પેટનો દુખાવો, આંખની તકલીફ વગેરે દૂર થાય છે. તો આવો જાણીએ તેના વિશે-

અસ્થમાથી રાહત : નાભિમાં લવિંગનું તેલ લગાવવાથી અસ્થમા સંબંધિત સમસ્યાઓને ઓછી કરી શકાય છે. ખાસ કરીને જો શિયાળાના દિવસોમાં અસ્થમાને લગતી સમસ્યાઓ વધી રહી હોય તો આ સ્થિતિમાં રાત્રે સૂતા પહેલા નાભિ પર તેલ લગાવો. તેનાથી શ્વાસ લેવામાં તકલીફ ઓછી થઈ શકે છે.

ત્વચાની સમસ્યાઓથી છુટકારો અપાવે : નાભિ પર લવિંગનું તેલ લગાવવાથી તમે ત્વચા સંબંધિત સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો. આ તેલને નાભિ પર લગાવવાથી સ્કિન ઈન્ફેક્શન સંબંધિત સમસ્યાઓ પણ ઓછી થઈ જશે. આ સિવાય તમે તમારા ચહેરા પર લવિંગનું તેલ પણ લગાવી શકો છો.

પેટનો દુખાવો ઓછો થશે : લવિંગનું તેલ નાભિમાં લગાવવાથી પેટમાં થતી બળતરા કે દુખાવો ઓછો થાય છે. આ તેલના ટીપાં નાભિ પર નાખવાથી એસિડિટી અને પેટમાં બળતરા ઓછી થાય છે. પેટની સમસ્યાને ઓછી કરવા માટે રાત્રે સૂતા પહેલા લવિંગના તેલથી નાભિ પર માલિશ કરો. તેનાથી તમને ઘણી રાહત મળશે.

આંખોના સોજાને ઘટાડે છે : લવિંગનું તેલ નાભિ પર લગાવવાથી આંખોનો સોજો ઓછો થઈ શકે છે. ખાસ કરીને શિયાળામાં આંખોને લગતી સમસ્યાઓ ઘટાડવા માટે નાભિ પર લવિંગનું તેલ લગાવો. તેનાથી આંખોની લાલાશ અને બળતરા ઓછી થઈ શકે છે.

ઘૂંટણના દુખાવામાંથી રાહત મળશે : રાત્રે સૂતા પહેલા નાભિ પર લવિંગનું તેલ લગાવવાથી ઘૂંટણમાં થતો દુખાવો અને સોજામાં રાહત મળશે. ખાસ કરીને શિયાળાના દિવસોમાં લોકોને સાંધામાં ખૂબ જ દુખાવો થાય છે.

આ સ્થિતિમાં લવિંગનું તેલ તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ તેલને રાત્રે સૂતા પહેલા ઘૂંટણ પર લગાવો. આ સિવાય નાભિ પર લવિંગનું તેલ લગાવવાથી અસરકારક પરિણામ મળી શકે છે

Leave a comment

Your email address will not be published. Required fields are marked *