અત્યારે દરેક વ્યક્તિ પોતાની જાતને સુંદર અને બહેતર બનાવવાનો પ્રયાસ કરી રહી છે. સુંદર દેખાવા માટે લોકો ઘણી રીતો અપનાવે છે. છોકરો હોય કે છોકરી, દરેકને આજકાલના ટ્રેન્ડ પ્રમાણે જીવવું ગમે છે. ખાસ કરીને છોકરીઓમાં આને લઈને એક અલગ જ ક્રેઝ જોવા મળે છે.
છોકરીઓ તેમના વાળથી લઈને નખ સુધી દરેક બાબતનું ખૂબ ધ્યાન રાખે છે. સારા દેખાવા માટે માત્ર ચહેરાની સુંદરતા જ જરૂરી નથી, પરંતુ અન્ય વસ્તુઓ પણ ખૂબ મહત્વ ધરાવે છે. આમાંથી એક નખની સુંદરતા વધારવા માટે મોટાભાગની છોકરીઓ નેલ પેઇન્ટનો સહારો લે છે.
લગભગ દરેક છોકરી નેઇલ પેઇન્ટ લગાવવાનું પસંદ કરે છે. જો તમે પણ એવા લોકોમાંથી છો, તો ચોક્કસથી નખને સુંદર બનાવતા નેલ પેઈન્ટની હાનિકારક અસરો વિશે જાણી લો.
નખને નુકસાન થાય છે : મોટાભાગની છોકરીઓ નેલ પોલીશ લગાવવી પસંદ કરે છે. એવી ઘણી છોકરીઓ છે જે નેલ પેઈન્ટનો એટલી શોખીન હોય છે કે તેઓ તેનો ખૂબ ઉપયોગ કરે છે. પરંતુ, નેલ પોલીશનો વધુ પડતો ઉપયોગ તમારા નખ માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે. વાસ્તવમાં નેલપોલિશ સતત લગાવવાથી નખ નબળા પડી જાય છે અને તેમની કુદરતી ચમક પણ ખતમ થઈ જાય છે.
નર્વસ સિસ્ટમને નુકસાન થાય : નેલ પોલીશની અંદર ટોલ્યુએન નામનું રસાયણ જોવા મળે છે, જે નેલ પોલીશ દ્વારા નખમાંથી આપણા શરીરના અન્ય કોષો સુધી પહોંચે છે. આ રસાયણ શરીરના કોષોના સંપર્કમાં આવીને આપણી નર્વસ સિસ્ટમને નુકસાન પહોંચાડી શકે છે.
ફેફસાં માટે હાનિકારક સાબી થઇ શકે : નેઇલ પોલીશ બનાવવા માટે સ્પિરિટનો ઉપયોગ થાય છે. નેલ પોલીશમાં વપરાતું આ કેમિકલ આપણા ફેફસાં માટે ખૂબ જ નુકસાનકારક છે. આટલું જ નહીં નેલ પેઈન્ટમાં રહેલા રસાયણો શરીરની અંદર જવાથી ન્યુરો, આંતરડા અને શ્વાસ સંબંધી સમસ્યાઓ થઈ શકે છે.
કોલોરેક્ટલ કેન્સરનું જોખમ : નેલ પોલિશ બનાવવા માટે ઘણા હાનિકારક રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે જે નખને સુંદર બનાવે છે. આમાંથી એક કેમિકલ એક્રેલેટ પણ સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે. જો આ રસાયણ ત્વચાના સંપર્કમાં આવે છે અથવા શ્વાસ દ્વારા શરીરમાં પ્રવેશ કરે છે, તો તે કોલોરેક્ટલ કેન્સરનું જોખમ વધારે છે.
નેલ પોલીશ અન્ય ઘણી સમસ્યાઓનું કારણ છે: આ બધા સિવાય નેલ પોલીશમાં ફોર્માલ્ડીહાઈડ નામનું કેમિકલ પણ જોવા મળે છે, જેના સંપર્કમાં આવવાથી માયલોઈડ લ્યુકેમિયા એટલે કે બોન મેરો, લાલ રક્તકણો, શ્વેત રક્તકણો અને પ્લેટલેટ્સની ઉણપ જેવી સમસ્યાઓ થઈ શકે છે.