હાલના સમય માં 15 થી 25 વર્ષની છોકરીઓ અને 25 થી 40 વર્ષની મહિલાઓ પોતાના ચહેરાને સુંદર મુલાયમ અને ચમકદાર બનાવી રાખવાનું સૌથી વધુ ઈચ્છતા હોય છે, પરંતુ અત્યારની ઉનાળાની સીઝનમાં કાળઝાળ સૂર્ય પ્રકાશના પ્રકોપથી ચહેરાની ગ્લોઈંગ ઓછી થવા લાગે છે.
તેવામાં ચહેરાને સુંદર બનાવવા માટે છોકરીઓ અને મહિલાઓ અનેક પ્રકારના ફેશવોસ, સાબુ અને ક્રીમનો ઉપયોગ કરતા હોય છે, જે ત્વચા પરના બેક્ટેરિયા, ધૂળના રજકણો અને ધુમાડાના સુક્ષમ કણોને દૂર કરે છે. પરંતુ બજારમાં મળતી ક્રીમ, ફેશવોશ જેવી અનેક પ્રોડક્ટનો ઉપયોગ વધુ પડતો કરવાથી ચહેરા ને થોડા સમય પછી સાઈડઈફેક્ટ જોવા મળે છે.
કારણકે બજારુ પ્રોડક્ટ રસાયણો અને કેમિકલ મિક્સ કરીને બનાવામાં આવે છે. જે ચહેરાની સુંદરતા ને દૂર કરે છે, જેથી ચહેરા પર ખીલ, ફોલ્લીઓ, અને ડાઘ ની સમસ્યા થતી હોય છે. માટે આ બઘી પ્રોડક્ટનો ઉપયોગ કરવાનું ઓછું કરવા કરતા બંઘ કરવું સૌથી સારું છે.
આપણે ઘરે જ એવા કેટલાક ઉપાય કરીને ચહેરાને હિરોઈન જેવો ચમકાવી શકીએ છીએ. પરંતુ તમારે તે માટે બજારમાં મળતી કેમિકલ યુક્ત પ્રોડક્ટનો ઉપયોગ કરવાનું બંધ કરી દેવું અને ઘરે જ બનાવેલ કેટલીક પેસ્ટનો ઉપયોગ કરવો જોઈએ.
વર્ષો પહેલા ક્રીમ અને ફેશવોસ ના હતા ત્યારે દરેક વ્યક્તિ કુદરતી રીતે મળી આવતી નેચરલી વસ્તુનો ઉપયોગ કરવામાં આવતો હતો, જે ચહેરાને કોઈ પણ સાઈડ ઈફેક્ટ વગર જ ચહેરાને સુંદર બનાવી રાખવામાં મદદ કરે છે. માટે આજે અમે તમને કેટલીક પેસ્ટ વિષે જણાવીશું જેનો ઉપયોગ કરી ચહેરા પર નેચરલી ચમક લાવી શકશો.
આ માટે આપણે સૌથી પહેલા દહીંનો ઉપયોગ કરવાનો છે. આ માટે આપણે દહીંને ઘરે જ બનાવાને ઉપયોગ કરવાનું રહેશે. હવે એક બાઉલ લઈ લો, તેમાં ઘરે જ બનાવેલ દહીંની બે ચમચી લઈ લો, ત્યાર પછી તેમાં એક ચમચી જેટલું દેશી મઘ મિક્સ કરવાનું છે. ત્યાર પછી બને ને સારી રીતે હલાવીને મિક્સ કરી પેસ્ટ તૈયાર કરો, ત્યાર પછી ચહેરાને સાદા પાણીથી ઘોઈને ચહેરાને સાફ કરી લો,
ત્યાર પછી જ આ પેસ્ટને ચહેરા પર લગાવી દો, ચહેરા પર હવે 3 મિનિટ સુઘી હળવા હાથે માલિશ કરો, ત્યાર પછી 20 મિનિટ થાય ત્યારે ચહેરાને સાદા પાણીથી ઘોઈ લેવો, ત્યાર પછી કોટન ના કપડાથી ફેસને સાફ કરી લેવો. આવી રીતે અઠવાડિયામાં બે થી ત્રણ વખત કરવાથી ચહેરા પર નેચરલી ગ્લો આવશે અને ચહેરો જુવાન અને સુંદર દેખાવા લાગશે.
હવે બીજા ઉપાય માટે પણ તમારે દહીંની જરૂર પડશે. આ માટે બે ચમચી દહીં લો, ત્યાર પછી તેમાં અડઘી ચમચી હળદર મિક્સ કરો, અડઘી ચમચી બૂરુંખાંડ મિક્સ કરો, ત્યાર પછી તેમાં અડઘી ચમચી મેથી દાણાનો પાવડર એડ કરી લો, હવે બઘાને સારી રીતે મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરી લો,
ત્યાર પછી ચહેરાને ઘોઈ લીધા પછી આ પેસ્ટને ચહેરા પર લગાવી ત્રણ થી ચાર મિનિટ માલિશ કરો, ત્યાર પછી ફેસપેકને 15-20 મિનિટ માટે સુકાવા દો, ત્યાર ચહેરાને સાદા પાણી વડે ઘોઈ લેવાનો છે. આ ઉપાય અઠવાડીયામાં બે વખત કરવાનો હે, જેથી જેથી ચહેરાના રોમ છિદ્રો ખુલી જશે, અને ચહેરો સુંદર અને ચમકદાર બનશે.
તમે પણ ચહેરા પર નેચરલી ગ્લો લાવવા માંગો છો તો બજાર મળતી પ્રોડક્ટનો ઉપયોગ કરતા આ નેચરલી ઘરેલુ ઉપાય નો ઉપાયનો ઉપયોગ કરી શકો છો જે ચહેરાની ગ્લો પાછી લાવી ચહેરાને સુંદર અને ચમકદાર બનાવશે.