આપણે પહેલાના જમાનાની વાત કરીએ તો ત્યારે માથાના વાળ ખરવાની સમસ્યા લગભગ કોઈને રહેતી ન હતી. અને અત્યારના જમાનામાં નાની ઉંમરમાં લોકોને વાળ ખરતા થઈ જાય છે. આ સિવાય નાની ઉંમરમાં ઘણા લોકોને વાળ સફેદ થઈ જવા ની સમસ્યા વઘી રહી છે.
આશરે 24-30 વર્ષ ની ઉંમરે ઘણા લોકોને માથામાં ટાલ પાડવાની સમસ્યા ખુબ જ વધારે પ્રમાણમાં થવા લાગી છે. પેહેલા ના જમાનામાં દરેક લોકો નેચરલ પ્રોડક્ટ આવતી હતી અને તેનો ઉપયોગ વધારે કરતા હતા.
અત્યારના જમાનામાં દરેક વસ્તુની અંદર કેમિકલ ની પ્રમાણ ખુબ જ વધી ગયું છે. જેના કારણે માથામાં વાળ ખરવા, અને ટાલ પાડવાની સમસ્યા ખુબજ વધી ગઈ છે.
અહીંયા અમે તમને વાળની સમસ્યા માટે ઘરેલું ઉપાય જણાવીશું. તે ઉપાય ખુબ જ નેચરલ અને સરળ છે. તો આ ઉપાય કરવા માટે તમારે ઘરે દહીં બનાવી દેવું, અને દહીં તૈયાર થઇ જાય ત્યાર પછી દહીંમાં થોડું પાણી નાખીને છાશ બનાવી લેવી. તે એકદમ નેચરલ છાશ કહેવાય.
નેચરલ છાશ નો ઉપયોગ કરવાની રીત : તમે સવારે નાહવા જાઓ તેના 1 કલાક પહેલા હાથના ટેરવાનો ઉપયોગ કરી છાશ ને વાળના મૂળિયા માં બરાબર લગાવી દેવી. અને સતત 5 મિનિટ સુધી માલિશ કરવી.
માલિશ કર્યા પછી તેને 1 કલાક સુધી રહેવા દેવાનું છે. અને જ્યારે તમે નાહવા જાઓ ત્યારે માથાને પાણી થી ઘોઈ દેવું. આ ઉપાય એકદમ સરળ અને અસરકારક ઉપાય છે. દરેક વ્યક્તિ આ ઉપાય ખુબ જ આસાનીથી કરી શકે છે.
પહેલાના જમાનામાં પણ આયુર્વેદ ના લેખમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગામડામાં ઘણી મહિલાઓ પહેલાના જમાનાથી છાશનો ઉપયોગ કરતા આવ્યા છે. અને હજી પણ ઘણા બધા લોકો ઉપયોગ કરે છે. આ ઉપાય કરવાથી ખુબ જ સારું પરિણામ પણ મળી આવે છે.
આપણા અમૂલ્ય કહેવાતા વાળ પ્રોટીનથી બનેલા હોય છે. આયુર્વેદમાં ચરક સંહિતામાં વાળ માટે છાશ નો ઉપયોગ કરવો તેનો ઉલ્લેખ થયેલ છે. આ ઉપાય કરવાથી તમને ખુબ જ સારું રિઝલ્ટ મળે છે.
આ ઉપાય કરવો ખુબ જ આસાન છે અને આ ઉપાય તમે અઠવાડિયામાં 1 વાર કરી શકો છો. આ ઉપાય થી તમારા વાળ ખરવા, વાળ સફેદ, માથામાં ટાલ પડવી જેવી સમસ્યા દૂર થઈ જશે. અમે આશા રાખીયે છીએ કે તમને આ લેખમાં વાળ ખરતા રોકવા માટે ના ઉપાય જણાવ્યો તે ઉપાય તમે પણ કરી શકો છો અને તમેં તમારા વાળ ને ખરતા અટકાવી શકો છો.