આજે અમે તમને એક એવા મલમ વિષે જણાવીશું જે બનાવો ખુબ જ સરળ અને નેચરલી છે. જેનો ઉપયોગ સ્કિનને લગતી સમસ્યા માં કરી શકાય છે. જેમ કે દાદર, ખંજવાળ, ખુજલી જેવી સમસ્યા થાય તો આ મલમ ખુબ જ અસરકારક સાબિત થશે. આ મલમથી ખુબ જ ઝડપથી રાહત મળશે.
જયારે પણ આપણે ખંજવાળ કે ખુજલી કે દાદર જેવી સમસ્યા થતી હોય છે ત્યારે આપણે તે જગ્યાએ ખુબ જ ખંજવાળ આવતી હોય છે. જયારે આવી સ્કિનને લગતી સમસ્યા થાય ત્યારે લાલ રંગના ડાઘ પણ પડી જાય છે આ ઉપરાંત વઘારે ખંજવાળ આવવાથી લોહી નીકળવા લાગે છે.
ગરમીમાં શરીરમાં પરસેવો ખુબ જ વધુ થાય છે જેના કારણે શરીરના અમુક અંદરના ભાગમાં સ્કિનને લગતી સમસ્યા થતી હોય છે. જેના કારણે વય્ક્તિ ખુબ જ હેરાન પરેશાન રહેતો હોય છે. આ સમસ્યા તમને ચોમાસામાં પણ સૌથી વધુ જોવા મળે છે.
જયારે આ ચામડીને લગતા રોગો થાય છે ત્યારે ઘણી પરેશાનીનો સામનો કરવો પડતો હોય છે. આ માટે આપણે ઘણી બધી દવાઓ પણ ખાતા હોઈએ છીએ અને ઘણી ટુબો પણ લગાવતા હોઈએ છીએ. તેમ છતાં પણ ફેર પડતો નથી તો આજે અમે તમને એક મલમ વિષે જણાવીશું જની મદદથી તમે આ ચામડીના રોગને મૂળમાંથી દૂર કરી શકો છો.
તમારે ઘ્યાનમાં રાખવું કે તમારા શરીર પર ચામડીનો રોગ હોય તો તમારે તમારા પહેરવાના કપડાં, સાબુ, રૂમાલ જેવી દરેક વસ્તુ તમારે અલગ રાખવી જોઈએ. આ ઉપરાંત તમે જે બેડ પર સુવો છો તે બેડ પર બીજા કોઈને બેસવા ના દેવું નહીતો બેડમાં રહેલ બેક્ટેરિયા તે વ્યક્તિમાં જવાથી તેમને પણ ચામડીના રોગ થઈ શકે છે.
આ ઉપરાંત કોઈ પણ વ્યક્તિના કપડાં એક બીજાએ પહેરવા ના જોઈએ. ચામડીનો રોગ હોય તો કપડાં અલગથી ધોવા જોઈએ આ ઉપરાંત કપડાં તડકામાં સુકવવા, કપડાં સુકાઈ જાય ત્યારે કપડાને ઈસ્ત્રી કરવી જોઈએ જોઈએ જેથી કપડામાં ચોંટેલા બઘા કીટાણુઓ દૂર થઈ જાય છે. તો ચાલો ચામડીના રોગથી છુટકાળો મેળવવા મલમ કઈ રીતે બનાવવો તેના વિષે જાણીએ.
ચામડીના રોગને દૂર કરવા માટે આપણે જે દેશી મલમ બનાવાનો છે તેની માટે આપણે ત્રણ વસ્તુની જરૂર પડશે. આ માટે આપણે સૌથી પહેલા એક બાઉલ એવાનું છે ત્યાર પછી તેમાં એક ચમચી હળદર, એક ચમચી એલોવેરા જેલ અને બે ચમચી લીમડાનું તેલ લેવાનું છે, ત્યાર પછી બરાબર હલાવી ને પેસ્ટ તૈયાર કરો, હવે આ દેશી મલમ તૈયાર થઈ ગયો છે. હવે આ મલમને અસરગસ્ત જગ્યા પર લગાવી દો, જેથી ખુબ જ ઝડપથી રાહત મળશે.
આ મલમનો ઉપયોગ કરવાથી દાદર, ખરજવું, ખુજલી, ખંજવાળ જેવી સમસ્યામાં માંથી કાયમી છુટકાળો મેળવી શકાય છે. આ મલમ બનાવવો ખુબ જ સરળ છે જે તમે ઘરે બનાવી શકો છે. દિવસમાં આ મલમ બે વખત લગાવવું જોઈએ. આ માલમનો ઉપયોગ સવારે અને સાંજે નાહવાના પછી જ લગાવવો જોઈએ. જેથી ખુબ જ રાહત મળશે.
ચામડીના રોગમાં લીમડો ખુબ જ અસરકારક છે. જેનો ઉપયોગ કરીને દાદર, ખંજવાળ, ખસ, ખરજવું જેવી સમસ્યા ને દૂર કરે છે. આ માટે તમારે થોડા કડવા લીમડાના પાન લાવવાના છે. ત્યાર પછી આ પાનને નાહવાના પાણીમાં નાખી દેવાના છે. એક કલાક સુઘી લીમડાને પાણીમાં પલાળવા દો, ત્યાર પછી તે પાણીથી નાહવાનું છે.
આ પાણીથી નાહવાથી ચામડીના રોગ દૂર થાય છે. કારણકે તેમાં એન્ટી બેક્ટેરિયલ, એન્ટી ઓક્સીડેન્ટ, એન્ટી વાયરલ, એન્ટી સેપ્ટિક ગુણ મળી આવે છે જે ચામડીમાં આવતી ખંજવાળને દૂર કરીને ધીરે ધીરે ચામડીના રોગનો નાશ કરે છે. આ ઉપરાંત તમે લૈંડના પાનની પેસ્ટ બાનવીને સીધી અસરગસ્ત જગ્યા પર લગાવાથી પણ ખુબ જ ઝડપથી રાહત મળે છે.