આપણા શરીરના દરેક અંગમાં માલિશ કરવી જોઈએ. આપણા શરીરના દરેક અંગમાં માલિશ કરવાથી આપણું શરીર સ્વસ્થ રહે છે. તમે હાથ પગની માલિશ, માથાની માલિશ, ઢીંચણમાં માલિશ, પેટની માલિશ વિશે વઘારે સાંભર્યું હશે. આજે અમે તમને પગના તળિયાની માલિશ વિશે જણાવીશું.
શરીરના અમુક જગ્યાએ દરરોજ માલિશ કરવાથી ઘણા બઘા લાભ થાય છે. જેથી અનેક બીમારીમાં રાહત મેળવી શક્ય છે. શરીરના તેલની માલિશ કરવાથી કોઈ પણ પ્રકારની આડઅસર થતી નથી. તેલની માલિશ કરવાથી આપણી ત્વચા મુલાયમ રહે છે.
પગના તળિયામાં દરેક અંગોની નસો આવેલી છે. જે 7000 થી વધુ નસો આપણા દરેક અંગો સાથે જોડાયેલી છે. આજે અમે તમને પગના તળિયામાં માલિશ કરવાના ફાયદા વિશે જણાવીશું. પગના તળિયામાં માલિશ કરવાથી માથાનો દુખાવો, પગના દુખાવા, સાંઘાના દુખાવા, બ્લડ સર્ક્યુલેશનમાં સુઘારો થવા જેવા અનેક ફાયદા થાય છે.
પગના દુખાવામાં રાહત મળે: પગના તળિયામાં હંમેશા નારિયેળ તેલ, સરસોવનું તેલ, બદામનું તેલ આ ત્રણ તેલ થી જ માલિશ કરવી જોઈએ. આ તેલનો ઉપયોગ પગના તળિયામાં યોગ્ય રીતે લગાવીને સારી રીતે માલિશ કરવાથી પગને પૂરતો આરામ મળે છે.
જો તમે કોઈ પણ કામ કરીને થાકી ગયા હોય અને પગમાં દુખાવો થતો હોય તો પગના તળિયામાં માલિશ કરવાથી દુખાવામાં રાહત થાય છે. આ ઉપરાંત રોજ માલિશ કરવાથી પગના દુખાવા ક્યારેય થશે નહીં. પગના દુખાવા ને દૂર કરવા માટે પગના તળિયાની માલિશ કરવી રામબાણ સાબિત થશે.
બ્લડ સર્ક્યુલેશન વઘારે: સૌથી જરૂરી છે કે આપણા શરીરમાં લોહીનું સર્ક્યુલેશન થતું રહે. આખો દિવસ કામના તણાવ અને ટેન્શન ના કારણે બ્લડ સર્ક્યુલેશનમાં ઘટાડો થાય છે. આપણા શરીરમાં ઘણી બઘી કોશિકાઓ આવેલી હોય છે જે આપણા દરેક અંગોને યોગ્ય રીતે કામ કરવામાં પ્રેરિત કરે છે.
પગના તળિયામાં માલિશ કરવાથી આપણા શરીરની દરેક નસોમાં લોહીનું પરિભ્રમણ ખુબ જ ઝડપી બંને છે. જેથી આપણા શરીરના થતા દુખાવામાં રાહત મળે છે માટે રોજ રાત્રે સુવાના પહેલા 5 થી 10 મિનિટ પગના બંને તળિયામાં માલિશ કરવી જોઈએ. જેથી આપણા સ્વાસ્થ્ય ને ઘણો લાભ થાય છે.
સાંઘાના દુખાવામાં રાહત: હાલના સમયમાં મોટાભાગે લોકો સાંધાના દુખાવાથી ખુબ જ પીડાતા હોય છે. નાની ઉંમરના લોકોમાં પણ સાંઘાના દુખાવા સૌથી વધુ જોવા મળતા હોય છે. આમ તો સાંઘાના દુખાવાના દુખાવા થવાથી ચાલવામાં અને ઉઠવા બેસવામાં ઘણી તકલીફનો સામનો કરવો પડતો હોય છે.
જો તમને સાંઘાના દુખાવાથી પીડિત છો તો રાત્રે સુતા પહેલા પગના તળિયામાં માલિશ કરવાથી શરીરના દરેક દુખાવામાં રાહત મેળવી શકાય છે. પગના તળિયામાં માલિશ નાના મોટા દરેક વ્યક્તિએ કરવી જોઈએ જેથી સાંઘાના દુખાવા થતા થશે નહીં.
માથાના દુખાવામાં રાહત: માથાનો દુખાવો થવો એક સામાન્ય સમસ્યા છે. હાલના સમયમા માથાનો દુખાવો ઘણા લોકોને થતો હોય છે. માથાનો દુખાવો થવાથી તેની અસર મગજ પર પડે છે. મગજની નસો પગ સાથે જોડાયેલી હોય છે. માટે પગના તળિયામાં માલિશ કરવાથી મગજની નશોને આરામ આપે છે. જેથી માથાનો દુખાવામાં રાહત મેળવી શકાય છે.
પગના તળિયામાં માલિશ કરવાથી દરેક નસોના પોઈન્ટ દબાવાથી દરેક બીમારીમાંથી રાહત મેળવી શકાય છે. પગના તળિયામાં માલિશ કરવાથી દરેક નસોમાં લોહીનો પ્રવાહ વઘે છે. પગના તળિયામાં માલિશ કરતા પહેલા પગને સારી રીતે ઘોઈને સાફ કરી લેવા. ત્યાર પછી રાત્રે સુવાના પહેલા અપંગના તળિયામાં 5-10 મિનિટ માલિશ કરવી. આ રીતે માલિશ કરવાથી દરેક નસોને આરામ મળશે. પગના તળિયામાં થતી બળતરા દૂર થશે અને અનેક રોગોને દૂર કરવામાં મદદ કરશે.