ડ્રાયફ્રુટ્સનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તે આપણને ઘણી બીમારીઓથી બચાવવામાં મદદ કરે છે. આ ડ્રાયફ્રુટ્સમાં અંજીરનો સમાવેશ થાય છે. અંજીર ઘણા પોષક તત્વોથી ભરપૂર છે. તેમાં ભરપૂર માત્રામાં ઓમેગા-3 અને ઓમેગા-6 ફેટી એસિડ્સ, પોટેશિયમ, કેલ્શિયમ જેવા ગુણો જોવા મળે છે, જે શરીરને અનેક રીતે ફાયદો પહોંચાડે છે.
દરરોજ પલાળેલા અંજીર ખાવાથી તમે વૃદ્ધત્વને પણ લાંબા સમય સુધી રોકી શકો. જો કે અંજીરને કોઈપણ રીતે ખાવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, પરંતુ તેને પલાળીને ખાલી પેટ ખાવાથી વિશેષ લાભ થાય છે. તો આવો જાણીએ પલાળેલા અંજીર ખાવાના ફાયદા.
કોલેસ્ટરોલનું સ્તર ઘટાડે છે : તમને જણાવીએ કે અંજીરમાં પેક્ટીન નામનું દ્રાવ્ય ફાઇબર હોય છે જે લોહીમાં હાજર ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવા માટે જાણીતું છે. આ ઉપરાંત, અંજીરના ફાઇબર ગુણધર્મો પાચક સિસ્ટમમાંથી વધુ કોલેસ્ટ્રોલને સાફ કરી શકે છે.
વજન ઘટાડવામાં મદદરૂપ : અંજીરમાં પૂરતી માત્રામાં ફાઈબર મળી આવે છે. જે વજન ઘટાડવામાં મદદરૂપ છે. તેનું સેવન કરવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું લાગે છે. વજન ઘટાડવા માટે સવારે ખાલી પેટે અંજીરનું સેવન કરવું ફાયદાકારક સાબિત થઈ શકે છે.
ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક : અંજીરમાં હાજર પોટેશિયમ લોહીમાં સુગર લેવલને સામાન્ય રાખવામાં મદદ કરે છે. ટાઈપ-2 ડાયાબિટીસના દર્દીઓ માટે પલાળેલા અંજીર ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.
એનિમિયા દૂર કરે : પુરુષો કરતા સ્ત્રીઓમાં લોહીની ઉણપ વધુ જોવા મળે છે. જ્યારે શરીરમાં આયર્નની ઉણપ હોય છે, ત્યારે વ્યક્તિ એનિમિયાનો શિકાર બને છે. અંજીરનું સેવનથી શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર વધે છે. અંજીર ખાવાથી શરીરમાં આયર્નની માત્રા વધી શકે છે અને શરીર કોઈપણ પ્રકારના રોગ સામે લડવામાં સક્ષમ બને છે.
હાડકા માટે ફાયદાકારક : અંજીરમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં જોવા મળે છે. જે હાડકાના વિકાસ માટે મદદરૂપ છે. તમે નિયમિતપણે ખાલી પેટે પલાળેલા અંજીરનું સેવન કરી શકો છો, જે હાડકાંને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
કબજિયાત દૂર કરવામાં મદદરૂપ : અંજીરમાં પર્યાપ્ત માત્રામાં ફાઈબર અને એન્ટી-ઓક્સીડેન્ટ ગુણ હોય છે, જે કબજિયાતની સમસ્યાને દૂર કરવામાં મદદરૂપ થાય છે. જો તમને કબજિયાતની સમસ્યા હોય તો પલાળેલા અંજીર તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
હૃદયના સ્વાસ્થ્ય માટે : અંજીરમાં હાજર એન્ટીઓક્સીડેન્ટ ગુણ હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેનું સેવન કરવાથી તમે હૃદય સંબંધિત બીમારીઓથી બચી શકો છો.
અંજીર કેવી રીતે ખાવું વધુ ફાયદાકારક છે: દરરોજ બે અંજીરને રાતે પાણીમા પલાળી રાખો. સવારે સૌથી પહેલા તેનુ પાણી પીવો અને અંજીરને ચાવી ચાવીને ખાઓ. તમે દરરોજ તમારા બાળકને 1 અંજીર આપી શકો છો.