સ્વસ્થ રહેવા માટે પોષક તત્વોથી ભરપૂર આહાર લેવો ખૂબ જરૂરી છે. તમને જાણ હશે કે આજકાલ મોટાભાગે ડોક્ટર દરેક લોકોને ડ્રાય ફ્રૂટ્સ ખાવાનું કહેતા હોય છે. ડ્રાય ફ્રૂટ્સ ખાવાથી સ્વાસ્થ્યને અનેક રીતે ફાયદાઓ થાય છે. ડ્રાય ફ્રૂટ્સ તમારા શરીરમાં રહેલી અનેક નાની મોટી બીમારીઓને દૂર કરવાની તાકાત ધરાવે છે.
ડ્રાય ફ્રૂટ્સમાં ભરપૂર માત્રામાં હેલ્ધી ફેટ, કેલ્શિયમ, મેગ્નેશીયમ, આયરન, ફોસ્ફરસ, કોપર, સેલેનિયમ, ઓમેગા-3 ફેટી એસિડથી ભરપૂર હોય છે. દરેક લોકોએ શિયાળાની ઋતુમાં અખરોટ ખાવા જોઇએ. અખરોટ ખાવાથી યાદશક્તિમાં પણ વધારો થાય છે. શિયાળામાં અખરોટ તમે નાના બાળકોને ખવડાવો છો તો પણ હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે.
કેવી રીતે અખરોટ ખાવું જોઈએ: શિયાળાની ઋતુમાં દરેક લોકોએ અખરોટ પલાળીને ખાવા જોઇએ. અખરોટ પલાળીને ખાવાથી શરીરને અનેક ઘણાં ફાયદાઓ થાય છે. અખરોટ તમારે રોજે સવારમાં વહેલાં ઉઠીને ખાવું જોઇએ. સવારમાં વહેલાં ઉઠીને અખરોટ ખાવાથી શરીરમાં આખા દિવસની ઉર્જા બની રહે છે અને સાથે બીમારીઓ પણ દૂર થાય છે. તો આવો જાણીએ પલાળીને અખરોટ ખાવાથી શું ફાયદા થાય છે.
વાળ માટે ફાયદાકારક : અખરોટમાં એન્ટિઓક્સિડન્ટથી ભરપૂર હોય છે જે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. અખરોટમાંથી મળતા એન્ટિ ઓક્સિડન્ટ તમને ભાગ્યે જ કોઈ બીજા પદાર્થમાંથી મળે છે. અખરોટ આપણા વાળ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. અખરોટમાં પોટેશિયમ, ઓમેગા-3, ઓમેગા-6, બાયોટિન હોય છે જે વાળની મજબૂતી વધારે છે, વાળ ખરતા અટકાવે છે અને વાળનો ગ્રોથ ઝડપી વધારે છે.
ડાયાબિટીસ માટે ફાયદાકારક : એક સંશોધન મુજબ જે સ્ત્રીઓ અઠવાડિયામાં પાંચ વાર 25 ગ્રામ અખરોટ ખાતી હોય તેમને ટાઈપ 2 ડાયાબિટિસનું જોખમ 30 ટકા જેટલું ઘટી જાય છે. આ સંશોધન હાર્વર્ડ યુનિવર્સિટીમાં હાથ ધરવામાં આવ્યું હતું. અખરોટમાં રહેલી ફેટ્સ ઇન્સ્યુલિન માટે ઘણી ફાયદાકારક પુરવાર થાય છે.
હાડકાંને મજબૂત બનાવે: અખરોટ ખાવાથી હાડકાં સ્વસ્થ અને મજબૂત બને છે. નિષ્ણાતોના મતે, તેમાં આલ્ફા-લિનોલેનિક એસિડ હોય છે, જે હાડકાંને સ્વસ્થ રાખવામાં મદદરૂપ છે. જો તમે જો તમે દરરોજ અખરોટનું સેવન કરો છો તો તમે ઘડપણમાં હાડકાની સમસ્યાઓથી બચી શકો છો.
મેમરી પાવર સુધારે : અખરોટનું સેવન મગજ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં હાજર ઓમેગા-3 ફેટી એસિડ મગજ માટે ખૂબ જ ફાયદાકારક છે. તે યાદશક્તિ વધારવામાં મદદરૂપ છે. જો તમને સ્ટ્રેસની સમસ્યા છે તો નિયમિતપણે અખરોટ ખાઓ, તેનાથી તમને ફાયદો થશે.
કેન્સરનું જોખમ ઘટાડે : અખરોટમમાં ભરપૂર માત્રામાં એન્ટિઓક્સિડન્ટ્સ હોય છે. તેમાં રહેલા ઓમેગા 3, ફિનોલિક તત્વો, સિલિનિયમ જેવા મિનરલ્સ કેન્સર થતું અટકાવે છે. તેના નિયમિત સેવનથી તમે કેન્સર જેવી બીમારીઓથી બચી શકો છો. જો કે આ ક્ષેત્રે હજુ વધુ સંશોધન થયું નથી..
સોજામાં રાહત : અખરોટમાં ઓમેગા 3 ફેટી એસિડ રહેલું હોય છે જે સોજામાં રાહત આપવાનું કામ કરે છે. અખરોટમાં પોઝિટિવ ફેટ રહેલી હોય છે જે અનેક રીતે શરીર માટે લાભકારક છે. આ ઉપરાંત અખરોટમાં રહેલું મેંગેનીઝ છોકરીઓને પિરિયડ્સ દરમિયાન થતી પીડાથી ઘણી રાહત આપે છે.
હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક : અખરોટમાં ઓમેગા-3 ફેટી એસિડ જોવા મળે છે, જે શરીરમાં લોહીના ગંઠાઈ જવાથી બચાવે છે અને હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. ત્વચા માટે ફાયદાકારક: અખરોટમાં હાજર વિટામિન-બી ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. તેનાથી ત્વચાની કરચલીઓ દૂર થાય છે.