આજના આધુનિક યુગ ટેક્નોલોજી યુગમાં દરેક વ્યક્તિ સ્વસ્થ અને હેલ્ધી રહેવા માંગે છે, પરંતુ વ્યસ્ત જીવન શૈલી અને કેટલીક ખરાબ આદતોના કારણે વ્યકિને ઘણી બધી સ્વાસ્થ્ય સંબધિત સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે.
આજે લોકો એટલા બધા વ્યસ્ત હોય છે કે તે વ્યક્તિને આખા દિવસ દરમિયાન 9-10 ગ્લાસ પાણી પીવાનો સમય મળતો નથી. જયારે શરીરને ઉર્જા અને એનર્જીની જરૂર હોય છે ત્યારે તે પાણી પીવાથી મળી રહે છે, પરંતુ વ્યસ્ત જીવનમાં લોકો પાણી ખુબ જ ઓછું પિતા હોય છે.
દિવસ દરમિયાન જયારે વ્યક્તિ 9-10 ગ્લાસ પાણી પીવે છે ત્યારે માનવશરીરનાં દરેક અંગોને જરૂરી માત્રામાં પાણીની કમી પુરી થાય છે, જેના કારણે આખું શરીર હાઈડ્રેટ રહે છે. શરીરમાં ડિહાઈડ્રેટની સમસ્યા થવાના કારણે વ્યક્તિને થાક અને કમજોરીનો સામનો કરવો પડતો હોય છે.
પાણી એક પ્રવાહી છે જેને યોગ્ય માત્રામાં પીવાથી શરીરને ઘણા બધા ફાયદાઓ અને લાભો થાય છે. આપણા શરીરમાં 70% ભાગમાં પાણીનો હોય છે. આ માટે માનવ શરીરને પાણીની ઉણપ દૂર કરવા માટે દિવસ દરમિયાન ઓછામાં ઓછા 9-10 ગ્લાસ પાણી પીવું જોઈએ.
આરોગ્ય અને હેલ્થ નિષ્ણાત અનુસાર જાણવા મળ્યું છે કે દિવસ દરમિયાન વધુ માત્રામાં પાણી પીવાથી વજન ને નિયત્રંણમાં પણ લાવી શકાય છે અને શરીરમાં રહેલ હાનિકારક ઝેરી બેક્ટેરિયા અને કીટાણુઓ નો પણ નાશ કરે છે.
પાણી પીવાથી આ સૌથી મોટો ફાયદાઓ છે, જે લોકોનું વજન વધુ છે અને વજન ઓછું કરવાનું વિચારી રહ્યા હોય તેવા લોકોએ રોજે ઓછામાં ઓછું 9-10 ગ્લાસ પાણી પિવાઉં જોઈએ, તેના થી પણ વધુ 12 ગ્લાસ સુઘી પાણી પી શકાય છે. પાણી પીવાથી વજન નિયત્રંણમાં રહે છે અને વધવા દેતું નથી.
પાણી પીવાથી શરીર હાઈડ્રેટ રહે છે, શરીરમાં ગરમીનું પ્રમાણ વધુ હોય અથવા તો પેશાબમાં બળતરા થતી હોય, પેટમાં બળતરા થતી હોય તો તે પાણીની ની ઉણપના કારણે થઈ શકે છે આ માટે સમસ્યામાં રાહત મેળવવા વધુ માત્રામાં પાણીનું સેવન કરવું હિતાવહ છે.
પાચન સંબધિત સમસ્યા હોય તેવા લોકો માં પાણી ની કમી હોય છે તેવું હેલ્થ નિષ્ણાત પણ જણાવે છે, આ માટે શરીરમાં પાણીની માત્રાને પૂર્ણ કરીને પાચનતંત્ર ને મજબૂત બનાવવું જોઈએ જે પાચનને સુધારી તેને લગતી બીમારીમાં રાહત આપશે.
શરીરમાં રહેલ હાનિકારક અને ઝેરી તત્વોનો નાશ કરવા કરવાનું પાણી કરે છે, આ સાથે સવારે ઉઠીને એક ગ્લાસ હૂંફાળું પાણી પીવું જોઈએ ત્યાર પછી 30 મિનિટ સુધી ચાલવાથી પરસેવા સ્વરૂપે બધો જ કચરો નીકળી જાય છે, જે ત્વચાને લગતી બીમારીથી બચાવે છે. શરીરમાં પાણીની કમી પુરી થવાના કારણે વૃદ્ધાવસ્થાના ચિન્હો પણ દેખાતા નથી અને લાંબા સમય સુધી શરીરને સ્વસ્થ અને તંદુરસ્ત બનાવી રાખવામાં મદદ કરે છે.