પપૈયા ખાવામાં ખુબ જ સ્વાદિષ્ટ અને મીઠા હોય છે, પપૈયું બારેમાસ મળી આવતું ફળ છે. જે શરીરના આરોગ્ય માટે ખુબ જ ફાયદાકારક છે, પપૈયાને સલાડ અથવા તો તેનો જ્યુસ બનાવીને પણ પી શકાય છે. પપૈયું કાચું હોય કે પાક્કું હોય તે ખાવાથી પેટ એકદમ સ્વસ્થ અને સારું રહે છે.
પપૈયામાં ઘણા બધા પોષક તત્વો મળી આવે છે, જેમ કે, ફાયબર, કેલ્શિયમ, મેગ્નેશિયમ, કેરોટીન, ફોલેટ, પોટેશિયમ, કોપર, વિટામિન-એ, વિટામિન-સી જેવા તત્વ હોય છે, આ ઉપરાંત તેમાં એન્ટી ઓક્સીડેન્ટ પણ સારી માત્રામાં હોય છે.
તેના પાનનો ઉપયોગ પણ ઘણી બઘી આયુર્વેદિક દવાઓ બનાવવા માટે પણ ઉપયોગ થાય છે. પપૈયું શરીર માટે ખુબ જ સારું માનવામાં આવે છે, તેમાં સારી માત્રામાં ફાયબર હોય છે જે પેટને ભરેલું રાખે છે જે વજન ઓછું કરવામાં મદદ કરે છે.
પપૈયું આમ તો ખુબ જ આસાનીથી મળી આવતું ફળ છે જેને ડાયટમાં સમાવેશ કરવાથી શરીરના અંગોને ઘણા બઘા લાભ પણ મળે છે, આજે અમે તમને પપૈયા ખાવાના સ્વાસ્થ્ય ફાયદાઓ વિષે જણાવીશું,
ડાયજેશન સુઘારે: ડાયજેશન સુધારવા માટે ઘણા લોકો પપૈયા ને ખાતા હોય છે, પપૈયા ખાવાથી ખોરાકને સારી રીતે પચાવી ડાયજેશન સિસ્ટમને મજબૂત બનાવવાનું કામ કરે છે, તે ખાવાથી કબજિયાત હોય તો તે પણ દૂર થાય છે.
વજન ઓછું કરે: વજન ઓછું કરવા માંગતા હોય તો પપૈયાને ડાયટમાં સમાવેશ કરી શકો છો, તેમાં ડાયટરી ફાયબર અને ફોલેટ પણ મળી આવે છે જે ભૂખને રોકે છે અને વજન ને પોતાના નિયત્રણ માં લઈને ઓછું કરવામાં મદદ કરે છે.
રોગપ્રતિકારક શક્તિ વઘારે: તેમાંથી સારા પ્રમાણમાં વિટામિન-સી મળી રહે છે, જે સફેદ કોષોને ઉત્પન્ન કરે છે. તેમાં રહેલ એન્ટી ઓક્સીડેન્ટ શરીરમાં વાયરલ ઈન્ફેક્શન અને ચેપ ગ્રસ્થ રોગોથી બચાવે છે. જે શરીરમાં રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવાનું કામ કરે છે.
કેન્સર થી બચાવે: એન્ટી ઓકિસડેન્ટ, લાઈકોપીન, કેરોટીનોઈડસ અને બીટા કેરોટીન જેવા તત્વો પણ હોય છે, જે કેન્સર ના વઘતા કોષોને રોકે છે, આ માટે કેન્સર પીડીત દર્દી માટે પપૈયાનું સેવન ખુબ જ ફાયદાકારક સાબિત થશે.
આંખોને સ્વસ્થ રાખે: આ ફળમાં સારી માત્રામાં વિટામિન-એ પણ મળી આવે છે, જે આંખોના સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે, આંખોની કમજોરી અને આંખોને તેજસ્વી બનાવવા માટે પપૈયાનું સેવન કરી શકો છો.
આ ફળ ખાવાથી શરીરમાં ઉર્જાનો સંચાર થાય છે, જે મૂડને ફ્રેશ કરે છે અને તાજગી વાન રાખે છે. શરીરને સ્વસ્થ અને તેનાથી થતા ફાયદાઓ મેળવવા માટે તેને સવારના સમયે જ ખાવું યોગ્ય છે.
જો તમને લો બીપી ની તકલીફ હોય, ગર્ભવતી મહિલાઓ હોય, કે પછી કોઈ પણ પ્રકારની એલર્જી થઈ હોય તો ડોક્ટરની સલાહ લઈને જ સેવન કરવું જોઈએ. આ ફળ ખાતી વખતે ઘ્યાનમાં રાખવું કે તેના સાથે કોઈ પણ પ્રકારની ખાટી વસ્તુ ના ખાવી જોઈએ.