મિત્રો આજના સમયમાં ખાવાની ખોટી ટેવોના કારણે પેશાબમાં કેલ્શિયમ કે ઓક્સાલેટનું પ્રમાણ વધવાથી અને ઘણી દવાઓના સેવનથી પથરી થાય છે. આ સ્થિતિમાં, કિડનીમાં પથરી બનવાનું શરૂ થાય છે. આ પથરી મોટી અને નાના કદની હોય છે. ખૂબ નાની પથરી પેશાબની નળીમાંથી બહાર નીકળી જાય છે, પરંતુ મોટી પથરી ન માત્ર પેશાબના પ્રવાહમાં અવરોધ પેદા કરે છે, પરંતુ કમર અને પેટમાં પણ દુખાવો કરે છે.
હેલ્થ એક્સપર્ટના મતે મહિલાઓની સરખામણીમાં પુરુષોને પથરીની સમસ્યા વધુ જોવા મળે છે. આ રોગથી બચવા માટે દરરોજ પૂરતા પ્રમાણમાં પાણી પીવો. આ ઉપરાંત સંતુલિત આહાર લો અને દરરોજ કસરત કરો. આ સિવાય દરરોજ ટામેટાંનો રસ પીવાથી પથરીથી રાહત મળે છે. તો આવો, જાણીએ ટામેટાંના રસના ફાયદા વિષે.
ટામેટાંનો રસ: હેલ્થ એક્સપર્ટના મતે ટામેટાંમાં વિટામિન-સી મળી આવે છે. વિટામિન-સી શરીરમાં હાજર પથરીને તોડવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. તેમજ ટામેટાંમાં પાણી પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. તેના ઉપયોગથી શરીર હાઇડ્રેટ રહે છે. આ સાથે, પથરી પણ પેશાબની નળી દ્વારા ધીમે ધીમે બહાર આવે છે.
આ માટે પથરીના દર્દીઓ ટામેટાના રસનું સેવન કરી શકે છે. આ સિવાય ટામેટાંમાં રહેલું લાઈકોપીન નામનું તત્વ ત્વચા માટે ફાયદાકારક છે. તેના ઉપયોગથી ત્વચા સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે. એટલા માટે રોજ સવારે એક ગ્લાસ ટામેટાંનો રસ પીવો.
હાઈ બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે: મીઠું ફ્રી ટામેટાંનો રસ પીવાથી હાઈ બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે. તેમાં પોટેશિયમ ભરપૂર માત્રામાં જોવા મળે છે. પોટેશિયમથી ભરપૂર વસ્તુઓનું સેવન કરવાથી શરીરમાં સોડિયમ સંતુલિત રહે છે. આ હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવાથી હ્રદયરોગનું જોખમ પણ ઓછું થાય છે.
મિત્રો ગાયના દૂધમાંથી બનાવેલી છાસમાં સિંધવ મીઠું નાખી રોજ ઊભા-ઊભા પીવાથી પથરી પેશાબ વાટે બહાર નીકળી જાય છે. સાદા પાણીની જગ્યાએ નારિયેળના પાણીમાં લીંબુનો રસ મિક્સ કરી રોજ પીવાથી પથરી બહાર નીકળી જાય છે.
દેશી જૂનો ગોળ અને હળદરને છાસમાં મિક્સ કરી પીવાથી પથરી ઓગળી જાય છે. 7 દિવસમાં 2 થી 3 દિવસ રાજમાનું સેવન કરવાથી તેમાં રહેલું ફાયબર પથરીને ઓગાળી નાખે છે જેના કારણે મૂત્રમાર્ગ દ્રારા પથરી બહાર નીકળી જાય અને આરામ મળે છે.
દાડમનો જ્યુસ પીવાથી પણ પથરી ઓગળી જાય છે. આ ઉપરાંત તેનું સિઝન દરમિયાન સેવન કરવાથી ક્યારેય પથરી થતી નથી. આ ઉપરાંત લીંબુના રસમાં સિંધવ મીઠું મિક્સ કરી ઊભા-ઊભા પીવાથી પથરી ઓગળી જાય છે.
મિત્રો આ ઉપરાંત કીડનીની પથરીની સારવાર એ પથરી કેટલી સાઈઝની છે તેના ઉપર આધાર રાખે છે. કેટલાક લોકોને પથરી બહાર કાઢવા માટે વધુ માત્રમાં પાણી પીવું ખુબજ જરૂરી છે એટલા માટે તેને વધુ પડતું પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. વધુ પાણી પીવાથી નાની નાની પથરી પેશાબ વાટે બહાર નીકળી જાય છે જો પથરી કદમાં વધે તો સર્જરીની જરૂર પડી શકે છે.
આવી સ્થિતિમાં માટે વધુ પડતા ફળોનું સેવન, તેમજ વધુ પડતું પાણીનું સેવન કરવાથી તેમાં મેગ્નેશિયમનું પ્રમાણ વધુ માત્રામાં હોવાથી પથરીમાં ફાયદો થાય છે. જો તમે કીડનીની પથરીને રોકવા માંગતા હોવ તો પાલકને સારી રીતે ધોઈને રાંધીને ખાવાની સલાહ આપવામાં આવે છે. પાણીની સ્વસ્છતાનું પણ તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ.
જો મિત્રો તમને પણ પથરીની તકલીફ છે તો તમે પણ અહીંયા જણાવેલ ઉપાયો અજમાવી શકો છો અને પથરીમાંથી રાહત મેળવી શકો છો. જો તમે પથરીની સમસ્યા વધુ પરેશાન કરે છે તો ડોક્ટરની મુલાકાત લો.