આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

નાના મોટા ઘણા લોકોને પેશાબને લગતી સમસ્યા થતી હોય છે. જયારે પેશાબ કરતા હોય તે સમયે પેશાબમાં ખુબ જ બળતરા થાય છે. જો પેશાબમાં બળતરા થાય ત્યારે ઘણી વખત પેશાબ સાથે લોહી નીકળે છે.

પેશાબ કરતા થતી બળતરા અને તેમાંથી લોહી પડવાના કારણે ખુબ જ અસહ્ય દુખાવો થાય છે. પેશાબમાં થતા દુખાવાની તરત જ સારવાર કરાવવી ખુબ જ જરૂરી છે. જેથી જલ્દી જલ્દી પીડામાંથી મુક્તિ મળી રહે.

પેશાબ કરતા થતી બળતરા જો લાંબા સમય સુઘી રહે તો તે ખુબ જ ગંભીર હાનિ પહોંચાડી શકે છે. નાની ઉંમરમાં બાળકોને આ સમસ્યા થતી હોય છે. બળતરા થતી હોય તેવા સમયે તાવ અને ઉલટી ઓ થવાની શરૂઆત થઈ જતી હોય છે. આ બીમારી વાયરક બેક્ટેરિયાના સકંજામાં આવવાથી થાય છે.

મોટા ભાગે ઘણા લોકોને ઓછું પાણી પીવાની ટેવ હોય છે. જેના કારણે પેશાબમાં બળતરા થવાની સમસ્યા થતી હોય છે. માટે આજે અમે તમને એવા કેટલાક આયુર્વેદિક ઉપાય જણાવીશું જેનો ઉપયોગ કરવાથી તાત્કાલિક રાહત મેળવી શકાશે.

આયુર્વેદિક ઉપાય માટે સૌથી શ્રેસ્ટ ઈલાયચી સાબિત થશે. ઈલાયચી આપણા સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. આ ઉપાય કરવા માટે સૌથી પહેલા બે ઈલાયચી લઈને પીસી લો, હવે અડઘી ચમચી સૂંઠ પાવડર તેમાં મિક્સ કરો.

હવે અડઘા ગ્લાસ દાડમના રસમાં ઈલાયચી નો ભૂકો અને સૂંઠ પાવડર મિક્સ કરીને બરાબર હલાવી દો. હવે આ પીણાને પી જવું. આ પીણું પીવાથી થોડા જ સમય માં રાહત મળશે. જેથી પેશાબમાં થતી બળતરા માં રાહત મળશે.

પેશાબમાં થતા બળતરામાં નારિયેળનું પાણી પણ ખુબ જ ફાયદાકારક છે. તે આપણા સ્વાસ્થ્ય માટે પણ લાભદાયક છે. આ નારિયેળ પાણીનું સેવન કરવાથી પેશાબમાં થતી બળતરા તો દૂર થઈ જાય છે આ ઉપરાંત પેટને લગતા અનેક રોગને દૂર કરવામાં પણ ખુબ જ અસરકારક છે.

પેશાબમાં બળતરા થતી હોય તેવા સમયે ખાટા ફ્લોનું ભરપૂર માત્રામાં સેવન કરવું જોઈએ. ખાટા ફળોમાં એન્ટી સેપ્ટિક, એન્ટી બેક્ટેરિયલ, વિટામિન-સી મળી આવે છે. જે પેશાબમાં થતી બળતરાને દૂર કરવામાં મદદ કરે છે.

પેશાબમાં થતી બળતરાને દૂર કરવા માટે આ ઉપય ખુબ જ અસરકારક સાબિત થશે. આ ઉપરાંત તમે તમારા ફેમિલી ડોક્ટરની સલાહ પણ લઈ શકો છો.

જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા,ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *