આપણી ખાવાની ટેવ એટલી ખરાબ થઈ ગઈ છે કે સંતુલિત ખોરાકના નામે આપણે પેટ ભરીએ છીએ. આજના સમયમાં વધુ તળેલી-શેકેલી મસાલેદાર વસ્તુઓ ખાવામાં આવે છે, જેનું પરિણામ ગેસના રૂપમાં બહાર આવે છે.
પેટમાં ગેસ અને એસિડિટી એક એવી સમસ્યા છે જેના કારણે પેટમાં દુખાવો, પેટનું ફૂલવું અને પાચન સંબંધી અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. પેટમાં ગેસ ઘણા કારણોસર થાય છે જેમ કે
વધુ ખોરાક ખાવાથી, લાંબા સમય સુધી ભૂખ્યા રહેવું, મસાલેદાર ખોરાકનું સેવન કરવું, ખોરાકને યોગ્ય રીતે ન ચાવવાથી અને તણાવને કારણે ગેસની સમસ્યા થઈ શકે છે. તળેલા મસાલેદાર ખોરાકને પચવામાં સમય લાગે છે, જેના કારણે ગેસની સમસ્યા થાય છે.
કેટલાક લોકો ગેસની બીમારીથી પરેશાન છે અને તેના માટે તેઓ એન્ટાસિડ જેવી ગેસની દવાઓનો આશરો લે છે. તમને જણાવીએ કે ઘણા રિસર્ચમાં એ વાત સામે આવી છે કે ગેસની દવા ખાવાથી કેન્સરની બીમારીનો ખતરો વધી શકે છે.
જો તમે પણ ગેસથી પરેશાન છો તો દવાને બદલે કેટલાક ઘરેલું ઉપાયોનો સહારો લો. તો ચાલો જાણીએ એસીડીટી અને ગેસની સારવાર માટે કયા કેટલાક અસરકારક ઘરેલું ઉપચાર છે.
છાશનું સેવંન કરો: જે લોકોને ગેસની સમસ્યા છે, તેમણે પોતાના આહારમાં છાશનું સેવન કરવું જોઈએ. છાશમાં રહેલું લેક્ટિક એસિડ ગેસ્ટ્રિક એસિડિટીને દૂર કરવામાં અસરકારક સાબિત થાય છે. તમે છાશમાં કાળા મરીનું સેવન કરી શકો છો. કાળી મરી છાશનો સ્વાદ તો વધારશે જ પરંતુ ગેસથી પણ રાહત આપશે.
લવિંગનો ઉપયોગ કરો: જો તમે ગેસથી પરેશાન છો તો લવિંગનું સેવન કરો. લવિંગમાં કાર્મિનેટીવ અસર હોય છે જે જઠરાંત્રિય માર્ગમાં ગેસની રચનાને અટકાવે છે. ગેસથી છુટકારો મેળવવા માટે તમે લવિંગનો ઉપયોગ મોંમાં ચાવીને કરી શકો છો અથવા ખાવામાં પણ કરી શકો છો.
રાત્રે સૂતાં પહેલા એક લવિંગને સારી રીતે ચાવી-ચાવીને ખાઈ અને ત્યારબાદ 1 ગ્લાસ હૂંફાળું ગરમ પાણી પી લો છો તો તેનાથી આપણા શરીરમાં કબજિયાત, પેટમાં દુખાવો, ગેસ અને એસિડિટી જેવી પાચન સંબંધિત સમસ્યાઓ દૂર કરવામાં મદદ મળે છે.
આદુનું સેવન કરો: ઔષધીય ગુણોથી ભરપૂર આદુનું સેવન ગેસને દૂર કરવામાં ખૂબ જ અસરકારક સાબિત થાય છે. આદુનું સેવન કરવાથી ઉબકા અને ઉલ્ટીમાં આરામ મળે છે. આદુમાં રહેલા પોષક તત્વો એસિડ રિફ્લક્સને રોકે છે. તમે તેનો ઉપયોગ ખોરાકમાં કરી શકો છો. તમે આદુને સૂકવીને તેનો પાઉડર બનાવીને આદુનો ઉપયોગ પણ કરી શકો છો.
તુલસીનો ઉકાળો પીવોઃ જો તમે ગેસથી પરેશાન છો તો તુલસીનો ઉકાળો પીવો. તુલસીના પાનમાં રહેલા કાર્મિનેટીવ ગુણો ગેસથી તરત રાહત આપે છે. તુલસીનો ઉકાળો બનાવવા માટે એક ગ્લાસ પાણીમાં તુલસીના કેટલાક પાન મિક્સ કરો અને તેમાં બે કાળા મરીના દાણા ઉમેરીને સારી રીતે પકાવો. ગેસની સમસ્યા હોય તો આ ઉકાળો લો, ગેસથી છુટકારો મળશે.