ઘણી વખત ખાવામાં કોઈ પણ વાસી ખોરાક ખાઈ લેવાથી કે કોઈ રોગના જીવાણુ શરીરમાં પ્રવેશ કરવાથી પેટના દુખાવા થવાનું ચાલુ થઈ જરુ હોય છે. જયારે પણ દુખાવો થાય ત્યારે ખુબ જ પીડાનો અહેસાસ થાય છે જે અસહનીય હોય છે.
માટે પેટના દુખાવાને દૂર કરવા માટે આપણે કેટલાક દેશી આયુર્વેદિક ઉપાય કરવા જોઈએ જેથી દર્દ માં રાહત મેળવી શકાય છે અને દુખાવા દૂર કરી શકાય છે. માટે આજે અમે તમને એવા કેટલાક ઘરેલુ ઉપાય જણાવીશું જેની મદદથી ગમે તેવા પેટના થતા દુખાવા દૂર થાય છે.
સિંઘાલુ મીઠાનો ઉપયોગ: આ માટે આપણે હિંગ, સૂંઢ, અજમો, સિંધાલુ મીઠું આ બઘાની 10-10 ગ્રામની માત્રા લઈને તેને મિક્સર માં પીસીને ક્રશ કરીને ચૂરણ પાવડર બનાવી લો, ત્યાર પછી આ ચૂરણને બપોર અને સાંજના ભોજનના 30 મિનિટ પછી નવશેકા પાણી સાથે 1/4 ચમચી ચૂરણ પાવડર મિક્સ કરીને પી જવાનું છે, આમ કરવાથી પેટના દર્દ માં રાહત મળશે.
આદુંનો (સુંઠ) પાવડર: ઘણી વખત પેટમાં સતત દુખાવો રહે છે તો સૂંઢ પાવડરને દેશી ગોળમાં મિક્સ કરીને એક વાટકી દૂધમાં નાખીને પી જવાનું છે. જેથી પેટમાં થતો વારે વારે દુખાવો થોડા સમયમાં દૂર થઈ જશે.
આદુંનો રસ: પેટના દર્દમાં આદું ખુબ જ ગુણકારી માનવામાં આવે છે, આ માટે અડઘી ચમચી આદુંનો રસ લેવાનો છે ત્યાર પછી તેમાં અડઘી ચમચી લીંબુનો રસ મિક્સ કરીને હલાવીને પી જવાનું છે, આ રસ પીવાથી પેટનો ગમે તેવો દુખાવો હશે તો તે ગાયબ થઈ જશે.
તુલસીનો રસ: તુલસીમાં ઘણા ઔષઘીય ગુણ મળી આવે છે, આ માટે આપણે એક ચમચી તુલસીનો રસ લેવાનો છે ત્યાર પછી તેમાં એક ચમચી આદુનો રસ મિસ્ક કરીને પી જવાનું છે જેથી દુખાવામાં રાહત મળશે. આ ઉપરાંત રોજે સવારે ખાલી પેટ તુલસીના 3 પાન ખાવાથી સ્વાસ્થ્ય ને અનેક લાભ થાય છે.
અજમો: અજમો પેટના દર્દ માં રામબાણ સાબીત થાય છે, આ માટે ભોજન કર્યાના એક કલાક પછી એક ગ્લાસ નવશેકા પાણીમાં એક ચમચી અજમો મિક્સ કરીને પીવાથી દુખાવા દૂર થાય છે. આ ઉપરાંત વાયુનો દુખાવો હશે તો તે પણ દૂર થઈ જશે. આ સિવાય અડઘી ચમચી અજમો અને બે ચપટી સિંધાલુ મીઠું મિક્સ કરીને ફાકી જવાનું છે જેથી દુખાવામાં તરત જ રાહત મળશે.
જાયફળ: સૌથી પહેલા એક ગ્લાસ લીંબુનો રસ બનાવી લો, ત્યાર પછી તેમાં એક ચપટી જાયફળને મિક્સ કરીને હલાવીને પી જવાનું છે, આ જાયફળ ને લીંબુના રસનું સેવન કરવાથી પેટનો ગમેતેવો દુખાવો થતો હોય તો તે ચુટકીમાં જ દૂર થઈ જશે.
પેટના થતા દુખાવાથી દૂર રહેવા માટે આપણે આપણા ખાનપાન પર ખુબ જ ઘ્યાન રાખવું જોઈએ. જેથી આપણે પેટને લગતા કોઈ પણ રોગ થશે નહીં. પેટના થતા દુખાવા ને દૂર કરવા માટે ઉપર જણાવેલ દેશી ઘરેલુ ઉપાય અજમાવીને દૂર કરી શકાય છે.