શરીરને સ્વસ્થ રાખવા માટે અનેક પ્રકારના વિવિધ ખોરાક લેતા હોઈએ છીએ, પરંતુ ભાગદોડ ભરી જીવન શૈલી, બેઠાળુ જીવન અને અનિયમિત ખોરાક લેવાના કારણે જે ખોરાક ખાઈએ છીએ તે ખોરાક પચતો નથી, જેના કારણે પેટ ખરાબ થવા લાગે છે.
તમને જણાવી દઉં કે આજે મોટાભાગે લોકોને બહારના જંકફૂડ અને ફાસ્ટ ખાવાનું સૌથી વધુ પસંદ હોય છે, જેમાં વધુ માત્રામાં મસાલા અને તેલ હોય છે, આ ઉપરાંત અમુક ખોરાક ચરબી યુક્ત હોવાના કારણે ખોરાક પચવામાં ખુબ જ સમય લાગે છે.
જેના કારણે પેટમાં ચરબીનું પ્રમાણ વધી જાય છે અને ગેસ, અપચો, કબજિયાત જેવી પેટની સમસ્યા થવા લાગે છે. આ માટે આ પેટની સમસ્યાને રોકવા માટે બપોરના ભોજનના 30 મિનિટ પછી આ માંથી કોઈ એક વસ્તુ ખાઈ લેશો તો ગમે તેવો ખાઘેલો ખોરાક પણ આસાનીથી પચી જશે.
જો તમે કોઈ પણ ખોરાક ખાઓ છો અને એ પચતો નથી તો અંદરના અંદર સડવા લાગે છે, જેના કારણે ઘણી બધી બીમારીઓ જન્મ લેતી હોય છે. આ માટે ખોરાક સડવા ના દેવો હોય અને બીમારીઓથી બચવું હોય તો આ વસ્તુને ભોજન પછી ખાઈ લો.
દહીં: દહીં ખાવું આરોગ્ય માટે ખુબ જ સારું છે. તે પાચનને લગતી સમસ્યાને સુધારીને પાચનક્રિયાને તેજ બનાવે છે અને પાચન ના થવાના કારણે થતી તકલીફમાં ઘણી રાહત મેળવી શકાય છે. દહીં ખુબ જ આસાનીથી ખોરાકને પચાવે છે આ માટે ભોજન ના થોડો સમય પછી દહીં ખાઈ શકાય છે.
દહીંમાં ઘણા બધા પોષક તત્વો મળી આવે છે જેમકે, કેલ્શિયમ, ડાયટરી ફાયબર, પોટેશિયમ, ફોસ્ફરસ, ઝીંક વગેરે મળી આવે છે, જે પાચનતંત્ર ને મજબૂત કરે છે અને શરીરને અંદરથી મજબૂત બનાવે છે.
સફરજન: જયારે પણ આપણે કોઈ પણ બીમારીના સકંજામાં આવી જતા હોઈએ છીએ તે સમયે ડોક્ટર પણ આપણે સફરજન ખાવાની સલાહ આપતા હોય છે. કહેવામાં આવે છે કે જે રોજે એક સફરજન ખાય તે ક્યારેય બીમાર પડતું નથી.
આ માટે જો તમે કોઈ પણ ખોરાક ખાઓ છો અને તે ખોરાક પચવામાં ઘણી મુશ્કિલ નો સામનો કરવો પડતો હોય છે તો તમે રોજે બપોરના ભોજન ના 30 મિનિટ પછી એક સફરજન ખાઈ શકો છો જેમાં સારી માત્રામાં ડાયટરી ફાયબર હોય છે જે ખોરાકને પચાવામાં મદદ કરે છે.
આ માટે તમે સફરજન ખાઈ શકો છો, સફરજન ખાવાથી શરીરને ભરપૂર ઉર્જા અને એનર્જી મળી રહે છે જેના કારણે આપણે કોઈ પણ કામ કરતા સમયે શરીરમાં થાક અને કમજોરી આવતી નથી. સફરજન નિયમિત ખાવાથી શરીર સ્વસ્થ, હેલ્ધી અને નિરોગી રહે છે.
પપૈયું: પપૈયામાં પણ ખુબ જ સારી માત્રામાં વિટામિન-સી, ફાયબર, વિટામિન-એ, કેલ્શિયમ, આયર્ન જેવા અન્ય પોષક તત્વો પણ મળી આવે છે, જો તમે ભોજન પછી ચાર થી પાંચ ટુકડા પપૈયાના ખાઈ લેશો તો ખોરાક પચવામાં ખુબ જ આસાની રહેશે. તે શરીરમાં વધી ગયેલ ઝેરી કચરાને પણ દૂર કરી શકે છે. જેથી શરીરમાં રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે અને અનેક રોગો સામે રક્ષણ મેળવી શકાય છે.
અહીંયા જણાવેલ માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે, આ માટે તમે કોઈ ઉપાય અપનાવતા પહેલા કોઈ પણ નજીકના ડોક્ટર અથવા તો નિષ્ણાત ની સલાહ અવશ્ય લઈ શકો છો.