ઘણી વખત ખાવામાં લેટ થવાથી કે એવું ખાઈ લેવામાં આવે તો ઘણી વખત પેટમાં ગેસ ભરાઈ જવાની સમસ્યા ઉત્પન્ન થતી હોય છે, આ ગેસને દૂર કરવા માટેના કેટલાક ઘરેલુ ઉપાય જણાવીશું, આ ઉપાય કરવાથી થોડા જ સમયમાં ગેસ દૂર થઈ જશે.
ગેસ ને દૂર કરવા માટે એવી કેટલીક ઔષધિ નો ઉપયોગ કરવાનો છે જેનાથી સ્વાસ્થ્ય ને કોઈ પણ નુકસાન થશે નહીં. તો ચાલો જાણીએ વારે વારે ગેસ ભરાઈ જવાની સમસ્યાથી છુટકાળો કઈ રીતે મેળવવો તેના વિષે જણાવીશું.
પેટનો ગેસ દુર રાખવાના ઘરેલુ ઉપાય (pet no ges dur karvana upay):
પેટમાં ગેસ હોય તો તેને દૂર કરવા માટે તુલસી અને લીંબુ નો ઉપયોગ કરી શકાય છે. આ માટે સૌથી પહેલા ત્રણ ચાર તુલસીના તાજા પાન લઈ લો, ત્યારબાદ તેમાં લીંબુનો રસ નાખીને સારી રીતે હલાવીને મિક્સ કરી લો.
હવે તે મિશ્રણ ને પી જવાનું છે. જેથી પેટમાં ભરાઈ ગેસ પણ દૂર દૂર થઈ જશે, આ બને વસ્તુ આયુર્વેદિક ગુણોથી ભરપૂર છે, જેનો ઉપયોગ કરવાથી વાયુ ની સમસ્યા પણ દૂર કરી શકાય છે.
સિંધવ મીઠામાં કુદરતી રીતે ઘણા બધા ઔષધીય ગુણો મળી આવે છે. આ માટે જો તમને ગેસ ની સમસ્યા અવારનવાર રહેતી હોય તો ભોજનમાં સફેદ મીઠાની જગ્યાએ સિંઘવ મીઠા નો ઉપયોગ કરી શકાય છે. જે ગેસને બનતા રોકે છે.
ખાવાનો યોગ્ય સમય ના હોવાના કારણે વ્યક્તિના પેટમાં થતો હોય છે. આ માટે ગેને રોકવા માટે નીધારીત સમયે જ ખાઈ લેવું જોઈએ, આ ઉપરાંત આ સમયે ગઈ ની સમસ્યા હોય તો ફુદીના ના પાન નો રસ બનાવી એક ચમચી લેવાથી ગેસ દૂર થાય છે.
ઘણી વખત પેટમાં ગેસ થવાના કારણે પેટ ભારે ભારે લાગતું હોય કે બળતરા થતી હોય તો એલોવેરા જ્યુસ પીવાથી ગેસ દૂર થાય છે આ સાથે પેટમાં બળતરાની સમસ્યા પણ દૂર થાય છે, તે હૃદયના સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ ગુણકારી છે.
ગેસ ની સમસ્યા ખુબ જ સામાન્ય છે જેને દૂર કરવા માટે આદુંના રસમાં લીંબુનો રસ ઉમેરીને એમાં સિંધવ મીઠું મિક્સ કરીને એક ચમચી પી જવાથી ગમે તેવો ગેસ ભરાઈ ગયો હોય તો તે દૂર થાય છે. આ સાથે ખોરાક લીધા પછી ઓડકાર આવવાની સમસ્યા હોય તો એ પણ દૂર થાય છે.