ક્યારેક બહારના ખાવામાં અથવા તો ઘરે ખાવામાં કોઈ વાસી ખોરાક ખાઈ જવાથી કે કોઈ રોગના જીવાણું શરીરમાં દાખલ થવાથી પેટમા દુખાવો ઉત્પનન થાય છે. આ દુખાવો ખુબજ પીડાદાયક હોય છે અને ખુબજ દર્દ સહન કરવું પડે છે. તો આ લેખમાં તમને તમને આ દર્દને દુર કરવા માટે દેશી આયુર્વેદિક ઉપચાર વિષે જણાવીશું જે તમને દર્દમાં રાહત આપશે.
સુંઠ: જયારે જમ્યા પછી 2 થી 4 કલાક સુધી ટમાં સતત દુખાવો રહે છે તો તેના માટે સૂંઠ, તલ અને ગોળ સરખા ભાગે લઈ દુધમાં નાખી સવાર સાંજ લેવાથી પેટનો દુખાવો મટે છે. વારંવાર હોય તો આદુનો રસ એક સમચી અને લીંબુનો રસ બે ચમસી સારી રીતે મેળવી તેમાં થોડી સાકર નાખીને પીવાથી કોઇપણ જાતનો પેટનો દુખાવો દુર થાય છે.
કાળું મીઠું: કાળું મીઠું, સુંઠ, હિંગ અને અજમાને લઈને આ વસ્તુઓ ભેગી કરી એક ચૂર્ણ બનાવો. આ ચૂર્ણનું 2-2 ગ્રામની માત્રામાં સવાર સાંજ જમ્યા પછી નવશેકા પાણીમાં સાથે સેવન કરવાથી પેટનો દુખાવો દુર થાય છે.
અજમો: પેટના દુખાવામાં અજમો અકસીર ઈલાજ છે આ માટે અજમો ફાકી ઉપર ગરમ પાણી પીવાથી પેટનો દુખાવો, અજીર્ણ અને વાયુ મટે છે. આ ઉપરાંત આદુ અને લીંબુના રસમાં અડધી સમચી કારા મરીનું ચૂર્ણ નાખી પીવાથી પેટનો દુખાવો મટે છે.
આદુ: પેટમાં થતા દુખાવા માટે આદુ અને ફુદીનાના રસમાં સિંધવ મીઠું નાખીને પીવાથી પેટનો દુખાવો તરત મટે છે. આ સાથે સાથે લીંબુના રસમાં થોડો પાપડખાર મેળવી પીવાથી પણ પેટનો દુખાવો દૂર થાય છે.
જાયફળ અને લીંબુ: ખીર બનાવવા માટે ઉપયોગમાં લેવાતા જાયફળ અને લીંબુનો રસ ભેગો કરી પીવાથી પેટનો દુખાવો દુર થાય છે. પેટના દુખાવા માટે એક જાયફળને વાટીને તેમાં એક લીબુંનો રસ કાઢી મિક્ષ કરીને તેનો જ્યુસ બનાવી અને આ જ્યુસ પી જવાથી પેટનો દુખાવા ઓછો થાય છે.
ફુદીના: ફુદીનાના પાન લઇ તેનો રસ બનાવી જે રસમાં મધ ભેળવી લેવાથી પેટની દુખાવામાં રાહત થાય છે. લાંબા સમયથી પેટના રોગો થતા હોય તો સાકરને દુધમાં નાખી તેમાં એકથી બે ચમસી દીવેલ નાખી દિવસમાં બે વાર પીવાથી પેટમાં થતી નાની મોટી બીમારીઓ દૂર થઇ પેટના જાતના દર્દો મટે છે.
હરડે: હરડેને આયુર્વેદિક જડીબુટ્ટી તરીકે ઓળખવામાં આવે છે. પલાળેલી બે નંગ હરડે, એક ગ્રામ કાળું મીઠું, એક નંગ પીપળીઅને એક ગ્રામ અજમો લઇ આ દરેક વસ્તુને પીસીને ગરમ પાણીમાં દરરોજ સવાર સાંજ લેવાથી લેવાથી પેટનો દુખાવો અને પેટમાં થતી નાની મોટી બીમારી દુર થાય છે. આ પાવડરથી ગેસ સંબંધી બધી જ સમસ્યાઓ દુર થાય છે અને પેટ કાચ જેવું ચોખ્ખું થઇ જાય છે.
વરીયાળી: વરિયાળીનો ઉપયોગ માઉથ ફ્રેશનર તરીકે થાય છે. વરિયાળીમાં દર્દને દુર કરનારા તત્વો હોય છે. અપચો અને તેના કારણે થનારા દુખાવામાં વરીયાળી ફાયદાકારક થાય છે. એક કપ પાણીમાં એક ચમસી વરીયાળી નાખીને તેને 8 થી 10 મીનીટ સુધી ઉકાળો. ત્યારબાદ તે ઠંડી થયા બાદ તેને ગાળીને તેમાં મધ ભેળવીને પીવાથી પેટ સંબંધી સમસ્યાઓ દુર થાય છે.
દહીં: દહીંને પેટ સંબંધિત બીમારીઓ માટે શ્રેષ્ટ માનવામાં આવે છે. દહીંમાં સારી ગુણવત્તા વાળા બેક્ટેરિયા રહેલા હોય છે જેનાથી પાચન સંબંધી સમસ્યામાં સુધારો થાય છે,. એક કપ કપ પાણીમાં દહીં અને તેમાં મીઠું નાખ્યા બાદ તેમાં બે ચમચી કોથમીર નાખો. આ સાથે તેમાં એલચીનો પાવડર અડધી ચમસી નાખવો. જમતાના પહેલા 1 કલાકમાં આ મિશ્રણને પીવાથી પેટનો દુખાવો દુર થાય છે.
તુલસી: તુલસીને આપણે માતા તરીકે પૂજીએ છે. આ તુલસીના પાન પેટ ના દર્દને ઓછો કરે છે. 5 થી 8 તુલસીના પાન એક કપ પાણીમાં ગરમ પાણીમાં નાખીને પીવાથી ફાયદો કરે છે. તમને જણાવીએ કે તુલસીમાં એન્ટી અલ્સર અને અલ્સરને ભરનારા ગુણ હોય છે.
જો તમે પણ પેટના દુખાવાની સમસ્યાથી પરેશાન થઇ ગયા હોય તો અહીંયા જણાવેલ ઘરેલુ ઉપાયો અજમાવી શકો છો.