આજના આધુનિક સમયમાં વ્યક્તિ ભાગદોડ ભર્યા જીવનમાં ખુબ કામ ના ટેન્શન માં રહેતા હોય છે. જેના કારણે વ્યક્તિ શારીરિક રીતે અને માનસિક કમજોરી નો સામનો કરવો પડતો હોય છે. તમને જણાવી દઉં કે માનસિક સ્વાસ્થ્ય સારું હશે તો દરેક પરેશાની માંથી વ્યક્તિ આસાનીથી બહાર નીકળી શકે છે.
વ્યક્તિ વધુ પડતા કામ ના ટેન્શન ના કારણે ખુબ જ તણાવ મહેસુસ કરતા હોય છે. જેના કારણે તેમનું મન વિચલિત રહેતું હોય છે જેના કારણે કઈ પણ નાની નાની વાતો માં ગુસ્સો આવી જતો હોય છે. જેના કારણે મસ્તિષ્ક પર અસર થતી હોય છે.
આજ કારણ થી વ્યક્તિ મન થી અશાંત રહે છે. પરંતુ જો તમે મન થી શાંત રહેશો તો માનસિક સ્વાસ્થ્ય શરુ રહેશે. આ માટે આજે અમે તમને માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય ને સ્વસ્થ રાખવા માટે શું કરવું જોઈએ તેના વિષે આજે અમે અમને જણાવીશું.
મેડિટેશન કરવું: મેડિટેશન કરવાથી મન શાંત રહેશે. આ માટે જે લોકો દિવસ દરમિયાન ભાગદોડ ભર્યું જીવન જીવી રહ્યા છે તેવા લોકો માટે મેડિટેશન ખુબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ માટે નિયમિત પણે રોજે સવારે ઉઠીને અને સાંજે સુવાના પહેલા 10-15 મિનિટ મેડિટેશન કરવાનું છે. મેડિટેશન કરવાથી મન માં અને મગજમાં રહેલા નકારાત્મક વિચારો દૂર થાય છે.
આ સાથે તણાવ, ડિપ્રેશન ની સમસ્યા પણ દૂર થાય છે. મેડિટેશન કરવાથી મસ્તિષ્ક ની ચેંતા તંતુઓ જાગૃત અને યોગ્ય કાર્યશીલ બને છે. જેથી શરીરમાં શારીરિક ઉર્જાનો સંચાર પણ થાય છે. આ માટે જો તમે માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ રહેવા માંગતા હોય તો નિયમિત મેડિટેશન કરવું જોઈએ.
સ્નાન કરવું: દિવસ દરમિયાન વધુ પડતું કામ કરવાના કારણે ખુબ જ થાકી ગયા હોય અને મગજ માં તે જ કામ ના કારણે ખુબ જ વિચારો આવતા હોય તો તે વિચારો દૂર કરવા માટે મન ને શાંત કરવું જોઈએ, આ મન ને શાંત કરવા માટે રોજે રાતે સુવાના પહેલા ઠંડા પાણી વડે સ્નાન કરવું જોઈએ જેથી મન શાંત થાય છે અને આખા દિવસ દરમિયાન લાગેલ થાક પણ દૂર થાય છે.
સારી ઊંઘ લેવી: આખા દિવસમાં 6-7 કલાક ની ઘસઘસાટ ઊંઘ ના લેવાના કારણે માનસિક સ્વાસ્થ્ય પર વધુ અસર થતી જોવા મળતી હોય છે, આ માટે 6-7 કલાક ની પૂરતી ઊંઘ લેવી જોઈએ, આ માટે તમે સુવાના પહેલા સ્નાન કરી શકો, માથામાં તેલની માલિશ કરી શકો, પગના તળિયામાં માલિશ કરી શકો જો તમે સુવાના પહેલા આટલું કરશો તો ઘસઘસાટ ઊંઘ આવી જશે.
ફળો ખાવા જોઈએ: ફળ ખાવા આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ જરૂરી છે, ફળો ખાવાથી તેમાંથી ખુબ જ સારા પ્રમાણમાં પોષક તત્વો મળી આવે છે જે શારીરિક અને માનસિક દરેક સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. આ માટે દિવસમાં કોઈ પણ એક ફળ નો સમાવેશ કરવો જોઈએ.
ગીતો સાંભળો: દિવસ દરમિયાન મન અશાંત હોય તો તેને શાંત કરવા માટે એકાંતમાં ગીતો સાંભળવા જોઈએ જેથી મન એકદમ શાંત થઈ શકશે, ગીતો સાંભળતા ખાસ ઘ્યાન રાખવું કે ઘીમા અવાજે જ સાંભળવું જોઈએ.
જો તમે રોજિંદા જીવન શૈલીમાં શરીરને સ્વશ્ય અને હેલ્ધી બનાવી રાખવા માંગતા હોય તો શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય ને સ્વસ્થ રાખવું જોઈએ આ માટે ઉપર જણાવેલ ટિપ્સ ને ફોલો કરી શકો છો.