પ્રેગ્નેસી ફળો : આજના સમયમાં ઘણી એવી મહિલાઓ હોય છે જે ઘણી વખત વિચાર કરતા હોય છે કે પ્રેગ્નેસી વખતે શું ખાવું. પ્રેગ્નેસી દરમિયાન આપણે કયા કયા ફળો ખાવા જોઈએ અને તેને ખાવાથી થતા ફાયદાઓ વિષે જણાવીશું.
પ્રેગ્નેસી વખતે બાળક અને માતા બંને સ્વસ્થ અને હેલ્ધી રહે ખુબ જ જરૂરી છે. આ માટે કેટલાક ફળોનું નિયમિત સેવન કરવું જોઈએ. એવા ઘણા બધા ફળો છે જે પ્રેગ્નેસી વખતે ખાઈ શકાય છે. પરંતુ અમે તમને એવા ફળો (Pregnancy Fruit) વિષે જણાવીશું જે તમને ખુબ જ આસાનીથી મેળવી શકશો.
કેળા: કેળામાં ફોલેટ, વિટામિન-સી, કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ મળી આવે છે. જે માતા અને બાળકના સ્વાસ્થ્ય માટે ખુબ જ મહત્વ પૂર્ણ ન્યુટિશિયન છે. આ માટે પહેલા 3 મહિના રોજે એક એક કેળું ખાઈ લેવું જોઈએ.
સફરજન: તેમાં ફાયબર અને એન્ટી ઓક્સીડેન્ટ ગુણ મળી આવે છે. જે માતા અને બાળક બંને માટે ખુબ જ ફાયદાકારક છે. તેનું સેવન કરવાથી બોડીને ડીટોક્સિફાય કરે છે. જે શરીરમાં ઈમ્યુનિટીને વધારે છે. તેમાં આયર્ન ની માત્રા પણ ખુબ જ સારી મળી આવે છે જે પ્રેગ્નેસી દરમિયાન લોહીની ઉણપથી બચાવે છે.
ચોમાસામાં આ ફળો ખાવાનું શરુ કરી દો કયારેય શરીરમાં કમજોરી કે રોગપ્રતિકારક શક્તિ ઓછી નહીં થાય
મોસંબી: મોસંબી ફળ બારેમાસ મળી આવે છે, જે ખાવાં ખુબ જ ટેસ્ટી હોય છે જેનું જ્યુસ બનાવીને પણ પી શકાય છે. તેમાં વિટામિન-સી નો ખુબ જ સારો સ્ત્રોત મળી આવે છે. આ ઉપરાંત તેમાં મળી આવતું પોટેશિયમ ગર્ભવસ્થા દરમિયાન હાઈ બ્લડપ્રેશર ની તકલીફથી બચાવે છે.
દાડમ: એમાં આયર્ન નો ખુબ જ સારી માત્રામાં મળી આવે છે, જે લોહીની કમીને પૂર્ણ કરે છે. તેમાં મળી આવતું ફાયબર પેટને એકદમ સાફ રાખવામાં મદદ કરે છે. આ ઉપરાંત તેમાં મળી આવતું વિટામિન-કે માતા અને બાળકના હાડકાને મજબૂત બનાવે છે.
જામફળ: આ ફળ વિટામિન-સી, વિટામિન-ઈ, ફોલેટ પ્રોટીન, ફાયબર થી ભરપૂર છે. જે પાચનક્રિયાને સુધારી પાચનતંત્ર ને મજબૂત બનાવે છે. માટે પ્રેગ્નેસી દરમિયાન આ ફળનો (Pregnancy Fruit) સમાવેશ કરી શકાય.
ચીકુ: ચીકુ ખાવાં ખુબ જ મીઠા હોય છે. જે કાર્બોહાઈરેટ, ઈલેક્ટ્રોલાઈટ, વિટામિન અને એનર્જીથી ભરપૂર છે. જે વોમિટ અને ચક્કર આવવાની સમસ્યાને ઓછી કરે છે. આ ફળ ખાવું બાળક અને માતા બંનેમાં ભરપૂર એનર્જી રહે છે. માટે આ ફળ ખાવું ખુબ જ સારું માનવામાં આવે છે.
તરબૂચ: તરબૂચ દરેકનું પ્રિય ફળ છે, જેમાં ભરપૂર માત્રામાં પાણી મળી આવે છે જે શરીરને હાઈડ્રેટ રાખે છે. તેમાં વિટામિન-એ, વિટામિન-સી, બી-6, મેગ્નેશિયમ, પોટેશિયમ જેવા તત્વો મળી આવે છે. માટે પ્રેગ્નેસી ના છેલ્લા ચાર મહિના તરબૂચનો સમાવેશ જરૂર કરવો જોઈએ. જે હાથ અને પગમાં આવેલ સોજામાં રાહત આપે છે. આ ફળ બાળક અને માતા બંને ને સ્વસ્થ અને હેલ્ધી બનાવી રાખે છે.
કીવી: કેલ્શિયમ, વિટામિન-સી, વિટામિન-એ, કે, બી-9, બી-6, બી-3, મેગ્નેશિયમ, પોટેશિયમ, ફોલિક એસિડ, ફોસ્ફરસ, ફાયબર થી ભરપૂર છે. જે શરીરમાં રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવી રાખે છે. જેથી અનેક વાયરલ બીમારી શરીરથી દૂર રહે છે.