પ્રોટીન આપણા શરીરના નિર્માણ માટે સૌથી મહત્વનું તત્વ છે. દરેક વ્યક્તિના શરીરમાં 65% પાણી રહેલું હોય છે. અને 15% જેટલું પ્રોટીન મળી આવે છે. આ ઉપરાંત બીજા ભાગમાં ખનીજ અને વિટામિન રહેલું હોય છે.
પ્રોટીન મુખ્યત્વે આપણા શરીરમાં માંસપેશીઓમાં, ત્વચામાં, વાળમાં, હાડકાંમાં, નખોમાં, રક્ત કોશિકાઓમાં વધુ જોવા મળે છે. પ્રોટીન આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ જરૂરી છે. માટે આજે અમે તમને એવી કેટલીક વસ્તુ જણાવીશું જેમાં પ્રોટીનની માત્રા ભરપૂર મળી આવે છે.
સોયાબીન: સોયાબીનમાં ભરપૂર માત્રામાં પ્રોટીન મળી આવે છે. ઈંડા અને માંસ કરતા વધુ પ્રોટીન સોયાબીનમાં મળી આવે છે. માટે તેનું નિયમિત સેવન કરવાથી શરીરમાં જરૂરિયાત પ્રોટીન મળી રહે છે.
પનીર: દૂઘ માંથી બનેલી દરેક વસ્તુમાં કેલ્શિયમ અને પ્રોટીન ભરપૂર મળી આવે છે. આ ઉપરાંત પનીરમાં પ્રોટીનની માત્રા વધુ હોય છે. માટે તેનું સેવન કરવાથી પ્રોટીનની ઉણપ દૂર થાય છે.
મગની દાળ: દરેક કઠોળમાં પ્રોટીન મળી આવે છે પરંતુ સીથી વધુ પ્રોટીનની માત્રા મગ દાળમાં મળી આવે છે.માંગણી દાળ કાર્બોહાઇડ્રેટ અને પ્રોટીન જેવા ઘણા તત્વો ભરપૂર માત્રામાં મળી આવે છે. માટે તેનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે.
બદામ: બદામ આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. બદામનું સેવન કરવાથી પ્રોટીન ઉપરાંત ઘણા બઘા પોષક તત્વોનો ખજાનો મળી આવે છે. માટે બદામનું સેવન કરવું આપણા આરોગ્ય માટે ખુબ જ સારું માનવામાં આવે છે.
કાજુ: દરરોજ 5 થી 6 કાજૂનું સેવન કરવાથી શરીરને પૂરતું પ્રોટીન મળી આવે છે. આ ઉપરાંત કાજૂનું સેવન કરવાથી વજન પણ વઘારી શકાય છે. નિયમિત કાજૂનું સેવન કરવાથી પ્રોટીનની ઉણપ પણ દૂર કરી શકાય છે.
દૂઘ: દૂઘમાં ભરપૂર માત્રામાં પ્રોટીન મળી આવે છે. 500ગ્રામ દૂઘમાં 20 ગ્રામ પ્રોટીન મળી આવે છે. માટે દૂધનું સેવન નિયમિત કરવાથી પ્રોટીન અને કેલ્શિયમની ઉણપ પણ દૂર થાય છે. આ ઉપરાંત તેનું સેવન કરવાથી હાડકા પણ મજબૂત થાય છે.
મગફળી: મગફળીનું ઉત્પાદન આપણા ભારત દેશમાં ભરપૂર માત્રામાં થાય છે. આ ઉપરાંત મગફળીનું નિયમિત સેવન કરવાથી સ્વાસ્થ્ય પણ ખુબ જ સારું રહે છે.
જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા, ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.