શરીરના દરેક અંગોને ઘણા બધા પોષક તત્વો અને વિટામિન ની જરૂર પડતી હોય છે, જો શરીરમાં પોષક તત્વો ની ઉણપ થાવ લાગે ત્યારે શરીરના કેટલાક અંગોમાં સમસ્યા થવા લાગે છે. શરીરને કેલ્શિયમ ,પ્રોટીન, ફાયબર, પોટેશિયમ તેવા અનેક તત્વોની જરૂર પડતી હોય છે.
તેમાંથી એક પ્રોટીન વિષે આજે અમે તમને જણાવીશું, પ્રોટીન શરીરના મોટાભાગના દરેક અંગોને જરૂર હોય છે. શરીરમાં પ્રોટીન ની ઓછું થવા ના કારણેને ત્વચા, વાળ, હાડકાને લગતી અનેક સમસ્યા થઈ શકે છે, આ મેઈ પ્રોટીન શરીર માટે ખુબ જ આવશ્યક છે.
આ માટે આજે અમે તમને એવા ખોરાક વિષે જણાવીશું જેનું સેવન રોજિંદા આહારમાં કરવા આવે તો પ્રોટીન ની કમીને પુરી કરી શકાય છે. જેથી પ્રોટીન ની કમીના કારણે થતી સમસ્યામાં ઘણી રાહત મેળવી શકાય છે.
પનીર નું સેવન: પનીરમાં પ્રોટીન નો ખુબ જ સારો સ્ત્રોત મળી આવે છે. આ માટે રોજિંદા લાઈફ સ્ટાઈલમાં પનીરનો સમાવેશ કરવો જોઈએ, પનીરનો ઘણી બધી રીતે તમે ઉપયોગ કરી શકો છો.
સોયાબીન : સોયાબીન શરીર માટે ખુબ જ આવશ્યક છે. એમાં ઈંડા કરતા પણ બે ઘણું પ્રોટીન મળી આવે છે. આ માટે રોજે સોયાબીન નો સામેવશ કરવો જોઈએ, સોયાબીન ખાવાથી હાડકા મજબૂત અને હેલ્ધી બનાવી રાખે છે.
બદામનું સેવન : સ્વાસ્થ્ય માટે બદામનું સેવન ખુબ જ ફાયદાકારક છે. બદામ માં ખુબ જ સારી માત્રામાં પ્રોટીન નો સ્ત્રોત મળી આવે છે. બદામ માં પ્રોટીન ઉપરાંત ધણા પોષક તત્વો મળી આવે છે. તે વાળ અને ત્વચા માટે ખુબ જ લાભદાયક છે. બદામનું નિયમિત સેવન કરવાથી યાદશક્તિ માં વધારો થશે.
કાજુ નું સેવન : શરીરમાં પ્રોટીન ની ઉણપ થાય ત્યારે વાળ ખરવાનું શરુ થઈ જાય છે તે વાળને ખરતા અટકાવવા માટે પ્રોટીન ની જરૂરિયાત હોય છે, આ માટે રોજે 10 પલાળેલા કાજુ ખાવા જોઈએ. જે પ્રોટીન ની કમી ને પુરી કરે છે.
સીંગદાણા નું સેવન: દરેક રસોઈ ઘરમાં સીંગદાણા મળી આવે છે જેમાં પ્રોટીન, કેલ્શિયમ અને ફાયબર જેવા મહત્વ પૂર્ણ પોષક તત્વો મળી આવે છે જે ત્વચા, વાળ, હાડકા, પેટના રોગને દૂર કરવા માટે ખુબ જ ઉપયોગી છે. રોજે 10-15 દાણા પલાળીને સવારે ખાલી પેટ ખાવાથી શરીરમાં થતા મોટાભાગના રોગોને દૂર થાય છે.
પ્રોટીન થી ભરપૂર આ વસ્તુ ખાઈ લેવાથી શરીરમાં ક્યારેક પ્રોટીન ની કમીના કારણે સમસ્યાને અટકાવશે અને પ્રોટીન પૂરું પાડશે.