આપણા શરીરને પ્રોટીન તત્વ મળી રહે તે ખુબ જ આવશ્યક છે. શરીરમાં પ્રોટીન ની ઉણપ થવાના કારણે શરીરમાં ઘણી બધી તકલીફનો સામનો કરવો પડતો હોય છે. શરીરમાં પ્રોટીન ની કમી થઈ હોય તો તેને પૂર્ણ કરવા માટે વિવિધ આહારનો સમાવેશ કરવો જોઈએ.
શરીરના શારીરિક વિકાસ માટે પ્રોટીન ખૂબ જ આવશ્યક છે. જયારે શરીરમાં પ્રોટીનની ઉણપ થવા લાગે છે ત્યારે વાળને લગતી સમસ્યા, હાડકાને લગતી સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. આ માટે આજે અમે અમને એવા કેટલાક ખોરાક વિષે જણાવીશું જેનું સેવન કરવાથી શરીરને જરૂરી પ્રોટીન મળી રહેશે.
દૂઘ: દૂઘ પ્રોટીનનો ખજાનો છે, નાના થી લઈને મોટા દરેક ઉંમરની વ્યક્તિ દૂઘ પીવું જોઈએ. ઘણા લોકો ને દૂધ પીવું ગમતું હોય છે અને ઘણા એવા લોકો પણ હોય છે જેમને દૂધ પિવાઉં ગમતું નથી, પરંતુ જો તમે રોજે રાતે સુવાના પહેલા એક ગ્લાસ દૂધ પીને સુવામાં આવે તો સ્વાસ્થ્યને ઘણા બધા ફાયદાઓ થાય છે.
દૂધ પીવાથી જરૂરી પ્રોટીન તો મળે છે આ સિવાય એમાંથી સારી માત્રામાં કેલ્શિયમ પણ મળી રહે છે, જે હાડકાને મજબૂત બનાવી રાખવામાં મદદ કરે છે, જો તમે હાડકાને લગતી સમસ્યાથી પીડાઈ રહ્યા છો તો રોજે દૂધ પીવાનું શરુ કરી દેવું જોઈએ.
દૂધ પીવાથી માનસિક તણાવ અને ડિપ્રેશન ની સમસ્યા પણ દૂર થાય છે, રાતે દૂધ પીવાથી સારી ઊંઘ આવે છે, જો તમને અનિદ્રાની સમસ્યા હોય તો દૂધ પી શક્ય છે. દૂધ પ્રોટીન નો ઉત્તમ સ્ત્રોત છે, જે વાળ ને હેલ્ધી બનાવી રાખવામાં મદદ કરે છે. શરીરના કમજોર પડી ગયેલ સ્નાયુઓ અને માંશપેશીઓને મજબૂત બનાવે છે.
ઈંડા: ઈંડામાં ખુબ જ પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન મળી આવે છે, આ ઉપરાંત તેમાં મેગ્નેશિયમ, ઝિંક, આયર્ન પણ મળી આવે છે. જે આ માટે ઈંડાને રોજિંદા આહારમાં સમાવેશ કરી શકો છો. ઘણા લોકો ઈંડા ને જોઈને જ તેમનો મૂડ બગાડી દેતા હોય છે. પરંતુ ઈંડા ખાવાથી શરીરના અંગોને પૂરતું પોષણ મળી રહે છે. આ માટે તમે ઈંડાનો સમાવેશ આહારમાં કરી શકો છો. દિવસમાં વધુમાં વધુ 1-2 ઈંડા ખાવાથી સ્વાસ્થ્ય સારું રહે છે.
દાળ: દાળમાં મસૂરની દાળમાં ખુબ જ સારા પ્રમાણમાં પ્રોટીન મળી આવે છે. આ માટે જો તમે નિયમિત પણે મસૂરની દાળનું સેવન કરો છો તો આહારમાં સમાવેશ કરી શકો છો, તે વાળ, હાડકા, સ્નાયુઓ, માંશપેશીઓ, હૃદયને સ્વસ્થ અને મજબૂત બનાવી રાખે છે
સોયાબીન : સોયાબીનમાં ઇંડા, દૂઘ કરતાં પણ વધુ માત્રામાં પ્રોટીન મળી આવે છે. તે વિટામિન બી કોમ્પ્લેક્સ, વિટામિન-ઈ, મિનરલ્સ અને એમિનો એસિડથી પણ સારી માત્રામાં મળી આવે છે. આ માટે તેને આહારમાં સમાવેશ કરીને ઘણા રોગોને દૂર કરી શકાય છે. આવી પરીસ્થિતિમાં જે લોકો શાકાહારી છે તેમના માટે સોયાબીન પ્રોટીન નો ઉત્તમ સ્ત્રોત છે.
જો તમારા શરીરમાં પ્રોટીન ની ઉણપ થઈ ગઈ હોય તમે રોજિંદા આહારમાં આ વસ્તુનો સમાવેશ કરીને પ્રોટીન ની કમીને પુરી કરી શકો છો, અહીંયા જણાવેલ માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે, જો તમે કોઈ પણ ઉપાય આપનાવો છો તો તે પહેલા નિષ્ણાત અથવા ડોક્ટરની સલાહ લઈ શકો છો.