શરીરની કામગીરીને સરળ ચલાવવા માટે, આપણા શરીરને ઘણા પ્રકારના પોષક તત્વોની જરૂર હોય છે અને તેમાંથી એક પ્રોટીન છે. તે સ્નાયુઓના નિર્માણથી લઈને વજન ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે. આ ઉપરાંત પ્રોટીન, હાડકાંથી લઈને રોગપ્રતિકારક શક્તિ માટે પણ ખુબજ જરૂરી માનવામાં આવે છે.
પરંતુ જે લોકો મોટા ભાગે જોવામાં આવે તો જે લોકો શાકાહારી છે, તેઓ તેમના આહારમાં પૂરતા પ્રમાણમાં પ્રોટીન લઇ શકતા નથી, જેના કારણે લાંબા સમયે તેમના શરીરમાં પ્રોટીનની ઉણપ સર્જાય છે અને ઘણી નાની મોટી સમસ્યાઓ થવા લાગે છે.
આ ઉપરાંત જે લોકો જિમ જાય છે અથવા ફિટનેસની કાળજી રાખતા હોય છે, તેઓ તેમના આહારમાં પ્રોટીનની માત્રા વધારવા માટે બજારમાં ઉપલબ્ધ વિવિધ પ્રકારના પ્રોટીન પાવડરનો ઉપયોગ કરે છે. પરંતુ હકીકતમાં, તમારે આ કરવાની જરૂર નથી. જો તમે ઈચ્છો તો ઘરે રહેલી કેટલીક વસ્તુઓની મદદથી હાઈ પ્રોટીન સ્મૂધી તૈયાર કરી શકો છો.
તો આજની આ માહિતિમાં તમને પ્રોટીનથી ભરપૂર સ્મૂધી રેસિપી વિશે જણાવીશું. તો ચાલો જાણીએ હાઈ પ્રોટીન સ્મૂધી રેસિપી વિષે.
1- બદામ મિલ્ક સ્મૂધી: સામાન્ય રીતે, જે લોકો શાકાહારી છે તેઓ તેમના આહારમાં દૂધ અને દૂધની બનાવટોનો સમાવેશ કરતા નથી. આવી સ્થિતિમાં, જો તમે દૂધ અથવા દહીં વગર પ્રોટીનયુક્ત સ્મૂધી બનાવવા માંગો છો, તો તમે બદામના દૂધનો ઉપયોગ કરો. બદામમાં પ્રોટીન અને મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં હોય છે, તેથી તમે તમારા આહારમાં પ્રોટીનની માત્રા વધારી શકો છો.
જરૂરી સામગ્રી: 3/ 4 કપ બદામનું દૂધ, એક કેળું અથવા એક સફરજન, થોડી બદામ અને અખરોટ
કેવી રીતે બનાવવું: સૌ પ્રથમ બ્લેન્ડર બારમા બદામનું દૂધ નાખો. હવે તેમાં સમારેલા કેળા અથવા સફરજન ઉમેરો. તેને સારી રીતે બ્લેન્ડ કરો. હવે તેમાં બદામ અને અખરોટનો ભૂકો નાખીને તરત જ પી લો. ખાસ નોંધ લેવી: તમે સફરજન કે કેળાને બદલે કિવી અથવા તમારી પસંદગીના અન્ય કોઈ ફળનો પણ ઉપયોગ કરી શકો છો.
2- સોયા દૂધ સ્મૂધી: સોયાને પ્રોટીનનો ભરપૂર સ્ત્રોત માનવામાં આવે છે અને તેથી જો તમે શાકાહારી છો અને પ્રોટીનયુક્ત સ્મૂધી ખાવા માંગતા હોવ તો સોયા મિલ્કની સ્મૂધી બનાવો.
જરૂરી સામગ્રી: એક કપ સોયા દૂધ. તમારી પસંદગીનું કોઈપણ ફળ. થોડા નટ્સ ( બદામ, અખરોટ)
કેવી રીતે બનાવવું: સૌ પ્રથમ, મિક્સર જારમાં સોયા દૂધ ઉમેરો. હવે તમારી પસંદગીનું કોઈપણ ફળ ઉમેરો અને તેને સારી રીતે બ્લેન્ડ કરો. હવે તેમાં નટ્સનો ભૂકો ઉમેરો. જો તમે ઈચ્છો તો તેમાં થોડો બરફ પણ ઉમેરી શકો છો.
3- વટાણા પાવડર સ્મૂધી: જો તમારે ઝડપી વેગન સ્મૂધી બનાવવી હોય તો તમે વટાણાના પાવડરની સ્મૂધી પણ બનાવી શકો છો. તો ચાલો જાણીએ વટાણા પાવડર સ્મૂધી બનાવવાની રીત.
જરૂરી સામગ્રી: એક કપ સૂકા વટાણા. તમારી પસંદગીનું કોઈ પણ ફળ. મધ અથવા બદામ
કેવી રીતે વટાણા પાવડર સ્મૂધી બનાવવી : આ માટે સૌપ્રથમ વટાણાને ફોલીને તડકામાં સારી રીતે સૂકવી લો. જ્યારે તે સુકાઈ જાય ત્યારે તેનો ઝીણો પાવડર બનાવી લો. તો અહીંયા તૈયાર છે તમારો હોમમેડ પ્રોટીન પાવડર.
ત્યારબાદ એક ગ્લાસ પાણીમાં એકથી બે ચમચી વટાણાનો પાવડર નાખીને મિક્સ કરીને પીવો.
જો તમે ઇચ્છો, તો તમે તેમાં જુદો સ્વાદ ઉમેરવા માટે મધ, તમારી પસંદગીના કોઈપણ ફળ અથવા નટ્સ પણ ઉમેરી શકો છો.