ઉનાળાની ગરમીમાં લગભગ દરેક ભારતીય ઘરમાં ફુદીનો જોવા મળે છે . ફુદીનાનો ઉપયોગ ઘણી વાનગીઓ અને પીણામાં થાય છે. ફુદીનો કોઈપણ વસ્તુનો સ્વાદ વધારવાની સાથે સાથે સ્વાસ્થ્યને પણ ઘણા ફાયદા અપાવવામાં મદદ કરી શકે છે.
ફુદીના ના પાનનો ઉપયોગ ઘણી રીતે થાય છે, જેમ કે ચટણી, રાયતા, જ્યુસ, ડિટોક્સ વોટર વગેરે. ફુદીનાના પાન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે એટલા માટે જ ઉનાળામાં, મોટાભાગના લોકો તેમના આહારમાં ફુદીનાના પાનનો સમાવેશ કરવાનું પસંદ કરે છે. પરંતુ ઘણા ઓછા લોકો જાણતા હોય છે કે ફુદીનાના પાનનો ઉપયોગ કરીને વજનને પણ નિયંત્રણ છે.
ફુદીનાના પાનમાં જોવા મળતા ગુણો વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. ફુદીનાના પાનમાં આયર્ન, પોટેશિયમ, મેંગેનીઝ, વિટામિન એ, વિટામિન સી અને બી-કોમ્પ્લેક્સ, પ્રોટીન જેવા તત્વો મળી આવે છે, જે શરીરને ઘણા ફાયદા પહોંચાડવામાં મદદ કરે છે. તો ચાલો જાણીએ વજન ઘટાડવા માટે ફુદીનાનો કઈ રીતે ઉપયોગ કરી શકો છો.
ડિટોક્સ વોટર: તમે ફુદીનાના પાનમાંથી મિન્ટ ડીટોક્સ વોટર બનાવી શકો છો, તે શરીરની ગંદકી દૂર કરવામાં મદદરૂપ છે. તેને બનાવવા માટે તમારે ફુદીનાના પાન, સફરજન, દાડમ અને લીંબુને મિક્સ કરીને જ્યુસ તૈયાર કરવો. ત્યારબાદ તેને ગાળીને તેનું સેવન કરો. જેનાથી શરીરની ગંદકીની સાથે વજન પણ ઓછું થાય છે.
ફુદીનો- લીંબુ: ફુદીના અને લીંબુ પાણી પીવાથી ઉનાળામાં શરીરને ઠંડક મળે છે અને વજન પણ ઘટે છે. તેને બનાવવા માટે તાજા ફુદીનાના પાન, લીંબુ અને કાળું મીઠુંની જરૂર પડે છે. આ ડ્રિંકનું સેવન કરવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે.
ફુદીના રાયતા: ઉનાળામાં દહીં કે દહીંથી બનેલી વસ્તુઓ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. દહીંમાં જોવા મળતા ગુણો પેટને ઠંડક અને ગરમીથી બચાવવામાં મદદ કરે છે. ફુદીનાના પાનમાંથી બનાવેલા રાયતાનું સેવન કરવાથી વજન નિયંત્રિત કરી શકાય છે.
તમે પણ વજન ઘટાડવા તમે જુદા જુદા પ્રયોગો કરતા હોવ પરંતુ તમારું વજન ઘટતું ના હોય તો તમે ફુદીનાનો ઉપયોગ કરીને તમારું વજન ઘટાડી શકો છો. રાખીએ છીએ કે તમને અમારી આ માહિતી પસંદ આવી હશે.