આપણે દરેક વ્યક્તિ જાણીએ છીએ કે અત્યારના સમયમાં એટલી બઘી ટેક્નોલોજી વઘી ગઈ છે જેની કોઈ તુલના ના થઈ શકે. પરંતુ જેમ જેમ ટેક્નોલાજી બદલાતી જાય છે તેમ જ દરેક વ્યક્તિ પણ બદલાતો હોય છે.
દરેક વ્યકતિને અલગ અલગ જરૂરિયાતો હોય છે. અત્યારના સમયમાં જેટલી આધુનિક ટેક્નોલોજી વઘી ગઈ છે તેટલી ટેકનોલોજી પહેલાના સમયમાં ન હતી. જેમ જેમ સમય બદલાતો ગયો તેમ નવી વસ્તુઓ આવતી જ ગઈ છે. જેના કારણે ઘણી મુશ્કેલીઓ પણ પડી રહી છે.
પહેલાના સમયમાં પાણીને શુદ્ધ કરવા માટે પાણીને ઉકાળીને પીવામાં આવતું હતું. પરંતુ અત્યારના સમયમાં દરેક વ્યકતિ પાણીને શુદ્ધ કરવા R.O મશીનનો ઉપયોગ કરે છે. આપણા સ્વાસ્થ્ય માટે યોગ્ય પાણી પીવું એ જ આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયક સાબિત થઈ શકે છે.
અત્યારના આધુનિક સમયમાં દરેકના ઘરે R.Oનું મશીન જોવા મળે છે. ઘણા લોકો એવું પણ માને છે કે R.Oનું પાણી પીવું આપણા માટે ખુબ સારું છે. પરંતુ R.Oનું પાણી પીવું આપણાં સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવતું નથી.
કારણકે R.Oનું પાણીનું સેવન કરવાથી આપણા શરીરમાં મોટાભાગની બીમારીના શિકાર બનાવે છે માટે R.Oનું સેવન કરવું આપણા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થાય છે. ઘણા લોકો R.O નું પાણી પીવાથી થતા નુકસાન વિશે જાણતા પણ નહીં હોય.
R.Oના મશીનમાં થી ફિલ્ટર થઈને આવતા પાણી માંથી પોટેશિયમ, મેગ્નેશિયમ, વિટામિન, મિનરલ્સ જેવા પોષકનો નાશ થઈ જાય છે. જેના કારણે આપણા શરીરને આ પોષક તત્વો મળી રહેતા નથી.
તમને જણાવી દઈએ કે આ બઘા પોષક તત્વો આપણા શરીર માટે ખુબ જ આવશ્યક છે. જે R.O પાણી માંથી મળી આવતા નથી. જેના કારણે આપણા શરીરમા કમજોરી, નબળાઈ, સાંઘાના દુખાવા, પથરીની સમસ્યા, હદય રોગ જેવી અનેક સમસ્યા ના શિકાર બનાવી શકે છે.
R.Oના પાણીનું સેવન કરવાથી આપણી તરસ ઓલવાઈ જાય છે. પરંતુ R.O પાણીમાંથી મિનરલ્સ બહાર નીકળી જાય છે જેના કારણે આપણું આખું શરીર કમજોર પડી જાય છે. જેના કારણે ઘીરે ઘીરે ઘણી બીમારી આપણા શરીરમાં પ્રવેશી શકે છે.
R.Oનું પાણી નિયમિત અને રોજ પીવાથી ઈમ્યુનીટી સિસ્ટમ કમજોર થઈ જતી હોય છે.જેના કારણે નાની મોટી બીમારી ના ઝપેટમાં આવી જઈએ છીએ. જો આપણા શરીરમાં મોટી બીમારી થઈ હોય તો તેના સામે લાડવા માટે આપણું શરીર સક્ષમ રહેતું નથી.
આપણે બઘા જાણીએ જ છીએ કે આપણા શરીરના હાડકા ને મજબૂત રાખવા માટે કેલ્શિયમ એન મેગ્નેશિયમ હોવું ખુબ જ જરૂરી છે. પરંતુ R.Oનું પાણીમાં કેલ્શિયમ અને મેગ્નશિયમ તત્વોનો નાશ થઈ જાય છે. માટે જો R.O નું પાણી રોજ સેવન કરવાનું શરુ કરી દઈએ તો લાંબા સમયે આપણા હાડકા નબળા પડી શકે છે.
R.Oના પાણીનું સેવન સતત 6-7 વર્ષ કરવામાં આવે તો આપણા શરીરમાં સાંઘાના દુખાવા થવાનું શરુ થઈ જાય છે. આપણા હાડકા નબળા પડી જવાથી જલ્દી ફેક્ચર પણ થઈ જાય છે અને હાડકામાં કડકડ અવાજ આવવાનો શરૂ થઈ જાય છે.
R.O મશીનમાં જયારે પાણી ફિલ્ટર થાય છે ત્યારે તેમાંથી એન્ટી ઓક્સીડેન્ટ તત્વ મળી આવતું નથી. જેના કારણે આપણા શરીરમાં થાક નબળાઈ કમજોરી જેવી અનેક સમસ્યા થવાનું શરુ થઈ જાય છે. આ ઉપરાંત આપણી યાદશક્તિ પર તેની અસર થઈ શકે છે.
જો તમને પણ હંમેશા માટે R.Oના પાણી પીવાની આદત હોય તો અને અનેક બીમારીથી બચવું હોય તો તેનાથી બચવા માટેના કેટલાક ઉપાય કરવા જોઈએ. આ માટે તમે પાણીને ઉકાળીને પી શકો છો જે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ઉપયોગી સાબિત થાય છે.
જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા, ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.