તમે આ કહેવત તો બાળપણમાં તમારા બા કે દાદાના મોઢે સાંભળીજ હશે કે “આમ કે આમ ગુઠલીયો કે દામ”. આ કહેવતને ઘણા લોકો ન હતા. પરંતુ તમે જાણતા જ હશો કે ફળોનો રાજા કેરી ખાવામાં જેટલી સ્વાદિષ્ટ હોય છે તેનાથી પણ વધારે તેની ગોટલી આપણા માટે રામબાણ સાબિત થાય છે.
આપણે કેરી ખાઈને ગોટલા ફેંકી દઈએ છીએ પરંતુ જો આપણે તેના લાભ વિશે જાણતા હશું તો ગોટલી ફેકતા પહેલા આપણે હજાર વાર વિચારી શું. કેરીની ગોટલી ના ફાયદા વિશે બહુ ઓછા લોકો જાણતા હોય છે. ગોટલી આપણા શરીર માટે અત્યંત લાભદાયી છે.
100 ગ્રામ કેરીની ગોટલી માંથી બે કિલો કેરીના રસ કરતાં વધુ પોષક તત્વો મળી રહે છે. કેરી કરતા 50 ગણા વધુ પોષક તત્ત્વો ધરાવતી ગોટલીને કચરા તરીકે ફેંકી દેવામાં આવે છે. કેરીની ગોટલી માં સંતુલિત પ્રમાણમાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ અને ફાઈટોકેમિકલ્સ હોય છે.
માનવ શરીરમાં વિટામિન ડી સિવાયના વિટામિન બનતા નથી. આ વિટામિન મેળવવા માટે આપણે આહાર પર જ આધાર રાખવો પડે છે. કેરીની ગોટલી માંથી વિટામિન સી, વિટામિન કે અને વિટામિન ઈ મળે છે, જે શરીરમાંથી કચરો દૂર કરનારા એન્ટિઓક્સિડન્ટ તરીકેની ભૂમિકા પણ વધે છે.
કેરીની ગોટલી માંથી સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયરન, મેંગેનીઝ જેવા ખનિજ તત્વ પણ મળી રહે છે . કાજુ અને બદામ કરતા પણ વધુ પોષક ઘટકો કેરીની ગોટલી માં રહેલા છે. આ સાથે શરીરમાં તેનાથી ચરબી પણ વધતી નથી.
બ્લડ પ્રેશર: જો કેરીની ગોટલીને ચાવીને ખાવામાં આવે તો બ્લડ પ્રેશરમાં રાહત થાય છે. આ ઉપરાંત કેરીની ગોટલી હૃદય માટે પણ ફાયદાકારક છે. કેરીની ગોટલીનો પાઉડર ખાવાથી હૃદય રોગને લગતી બીમારીઓ માં પણ લાભ થાય છે અને રક્તપ્રવાહ પણ સામાન્ય રહે છે.
ચરબી ઘટાડવા: આજની ભાગદોડવાળી જિંદગીમાં લોકોમાં જાડાપણું વધી રહ્યું છે. નાની વયના લોકો પણ ચરબીના કારણે ફાંદ દેખાય છે. આવામાં કેરીની ગોટલી નો પાવડર ઘણો ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેનું સેવન કરવાથી શરીરની ચરબી ઘટાડવામાં મદદ થાય છે સાથે જ વજન પણ ઘટે છે અને કોલેસ્ટ્રોલનું લેવલ પણ સંતુલિત રહે છે.
કોલેસ્ટ્રોલ: હાઈ બ્લડ પ્રેશર અને હૃદયની સાથે સાથે ગોટલી કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરે છે. ગોટલી બ્લડ સર્ક્યુલેશનને વ્યવસ્થિત કરીને શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલ લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.
દાંતના દુખાવા: આજે લોકોમાં દાંતના દુખાવા વધુ જોવા મળે છે જેનાથી લોકો મીઠી વસ્તુ ખાઈ શકતા નથી. આવામાં આંબાના સૂકા પાંદડા બાળીને તેમાં ગોટલીને બારીક પીસીને તેનો પાઉડર મિક્ષ કરી લો. દરરોજ સવારે આ પાઉડર ટુથબ્રશ કરો. આ ઉપાયથી દાંતમાં દુખાવો થોડા સમયમાં દૂર થશે. તેમ જ દાંતની પીળાશ પણ દૂર થાય છે અને દાંત ચમકવા લાગશે. દરરોજ ઉપયોગ કરવાથી દાંત મજબૂત બનશે અને શ્વાસની દુર્ગંધ પણ દૂર થશે.
વિટામીન 12: ભારત મારા 80% શાકાહારીઓમાં વિટામીન 12 ની ઉણપ હોય છે. તે દૂર કરવામાં ગોટલી મદદરૂપ બની શકે છે. કેરી ખાધા પછી કચરા તરીકે ફેંકી દેવામાં આવતી ગોટલી નો ઉપયોગ કરવામાં આવે તો માનવ શરીરમાં વિટામીન 12 ની કમી દૂર થાય છે.
માથાની જુઓ: કેરીની ગોટલી માથાની જુઓ માટે અત્યંત ફાયદાકારક છે. આ માટે કેરી ના ઝાડ ની સૂકી છાલ અને કેરીની ગોટલીને સૂકવી. તેને ખાંડીને બારીક પાવડર બનાવવો. આ પાવડરમાં લીંબુનો રસ મિક્સ કરો અને તેને માથામાં લગાવો. થોડા દિવસમાં માથાની જુઓ નો અંત આવી જશે.
સુગર લેવલ: ગોટલીમાંથી મળતું મેંગીફેરીન નામનું ઘટક માનવ શરીરના સુગર લેવલને પણ નિયંત્રણમાં રાખે છે. આથી ડાયાબીટીશના વ્યક્તિઓ માટે પણ કેરીની ગોટલી એક આશીર્વાદ સમાન છે.
આ પણ વાંચો: સવારે ખાલી પેટ આ બે વસ્તુ ખાવા લાગો સાંઘાના દુખાવા, કમરના દુખાવામાંથી કાયમી છુટકાળો મેળવવામાં ખુબ ફાયદાકારક
ડાયરિયા: જો વારંવાર થતા ડાયરિયાથી પરેશાન છો તો કેરીની ગોટલી અને ખાંડને સરખી માત્રામાં વાટી લો અને દિવસમાં બે ચમચી, ત્રણ વખત લેવાથી ડાયરિયાની સમસ્યા દૂર થઈ જશે.