વિશ્વભરમાં ફૂગની લાખો પ્રજાતિઓ હાજર છે. તેમાંથી માત્ર 300 ફૂગ મનુષ્યમાં ઇન્ફેકશનનું કારણ બને છે. જ્યારે ફૂગ વ્યક્તિ પર હુમલો કરે છે, ત્યારે આપણી ત્વચા પર ગોળાકાર લાલ અથવા આછા દાદર બને છે. આને ફંગલ ઇન્ફેક્શન કહેવામાં આવે છે. જો કે આ દાદર 2 થી 4 અઠવાડિયામાં ઠીક થઈ જાય છે, પરંતુ તે પછી ત્વચા પર કેટલાક કાળા નિશાન જેને આપણે ડાઘ કહીએ છીએ તે રહી જાય છે.

આ નિશાન ખુબજ લાંબા સુધી આપણી ત્વચા પર જોવા મળે છે. જો તમારી ત્વચા પર પણ દાદર ઇન્ફેકશન ના કારણે ડાઘ જોવા મળે છે તો તમે ઘરેલુ ઉપાય કરીને આ ડાઘને દૂર કરી છો. તો આ લેખમાં, તમને ત્વચામાંથી ફંગલ ઇન્ફેકશનના નિશાનને દૂર કરવાના શ્રેષ્ઠ ઘરેલું ઉપચાર વિશે જણાવીશું.

ફંગલ ઇન્ફેકશનના નિશાન માટે કેટલાક ફાયદાકારક ઘરેલું ઉપચાર: ફંગલ ઇન્ફેક્શન હાથ, ખોપરી ઉપરની ચામડી અથવા ત્વચાના કોઈપણ ભાગને અસર કરી શકે છે. ફંગલ ઇન્ફેકશનના મોટાભાગના કિસ્સાઓ હળવા હોય છે અને થોડા સમય પછી તે જાતે જ ઠીક થઇ જાય છે, પરંતુ ત્વચા પર ડાઘ રહી જાય છે.

આ ડાઘા ત્વચાની સુંદરતા બગાડી શકે છે. આવી સ્થિતિમાં ટી ટ્રી ઓઈલ અને લેમન ગ્રાસ ઓઈલ જેવા કેટલાક ઘરેલું ઉપચારની મદદથી ફંગલ ઈન્ફેક્શનના નિશાન દૂર કરવામાં મદદ મળી શકે છે. ચાલો જાણીએ આ ઘરગથ્થુ ઉપાયો વિશે.

એપલ વિનેગર: એપલ વિનેગરમાં એન્ટિફંગલ ગુણ હોય છે, જે ફંગલ ઇન્ફેક્શનની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. એપલ સાઇડર વિનેગર પણ ફૂગના ચેપની સારવાર માટે વૈજ્ઞાનિક રીતે સાબિત થયું છે. સંશોધન મુજબ, એપલ સીડર વિનેગર એન્ટીફંગલ અને એન્ટીબેક્ટેરિયલ એજન્ટ તરીકે કામ કરે છે.

તમને જણાવીએ કે 2018ના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે એપલ સીડર વિનેગર ફંગલ ઇન્ફેક્શનના વિકાસને રોકવામાં મદદ કરી શકે છે. આ માટે એક બાઉલમાં એપલ વિનેગર લો, હવે થોડું રૂ લઈ, તેને વિનેગરમાં પલાળી દો અને તેને અસરગ્રસ્ત જગ્યા પર લગાવો. ફંગલ ઇન્ફેક્શનથી દાદર અને તેના નિશાનને દૂર કરવા માટે એપલ વિનેગર દિવસમાં બે વાર લગાવી શકાય છે.

એલોવેરા: સંશોધન મુજબ એલોવેરામાં  એન્ટિફંગલ, એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિવાયરલ ગુણ હોય છે. એલોવેરા જેલમાં ઠંડકની અસર હોય છે, જે  ત્વચાની ખંજવાળ  અને બળતરાને શાંત કરી શકે છે. ત્વચામાંથી ફંગલ ઇન્ફેક્શન અથવા દાદરના નિશાન દૂર કરવા માટે,

સૌ પ્રથમ અસરગ્રસ્ત વિસ્તારને સ્વચ્છ પાણીથી ધોઈ લો. આ પછી, અસરગ્રસ્ત વિસ્તાર પર તાજો એલોવેરા પલ્પ લગાવો અને થોડીવાર પછી તેને ધોઈ લો. દરરોજ 3 વખત આમ કરવાથી તમારી ત્વચા પહેલાની જેમ સામાન્ય થઇ જશે.

હળદર: હળદર ઔષધીય ગુણોથી ભરપૂર છે. તેમાં બળતરા વિરોધી, એન્ટિફંગલ અને એન્ટિબેક્ટેરિયલ ગુણધર્મો છે. ઘણા અભ્યાસોમાં એ સાબિત થયું છે કે હળદર સ્વાસ્થ્યની સાથે ત્વચા માટે પણ ઘણી ફાયદાકારક છે. દાદરના નિશાન દૂર કરવા માટે, એક ચપટી હળદરમાં નારિયેળ તેલ મિક્સ કરો અને પછી તેને અસરગ્રસ્ત વિસ્તાર પર લગાવો. જ્યારે સૂકાઈ જાય, ત્યારે તેને ચોખ્ખા પાણીથી સાફ કરો.

નાળિયેર તેલ: નાળિયેર તેલનો ઉપયોગ ફૂગના ચેપને કારણે થતા દાદરના નિશાનને દૂર કરવા માટે  પણ થઈ શકે છે. નાળિયેર તેલમાં ફેટી એસિડ હોય છે, જે ત્વચાના કોષ પટલને નુકસાન કરતા ફૂગના કોષોને મારી શકે છે. આનાથી દાદર અને ખંજવાળની ​​સમસ્યામાં રાહત મળે છે. તેનાથી ડાઘ- ધબ્બાથી પણ છુટકારો મળી શકે છે.  દાદરના નિશાનથી છુટકારો મેળવવા માટે નાળિયેર તેલને દિવસમાં ત્રણ વખત ત્વચા પર લગાવી શકાય છે.

વિટામિન-ઇ: વિટામીન-ઈ  ધરાવતા  તેલ અથવા ક્રીમ  ફંગલ ઈન્ફેક્શન પછીના નિશાનને દૂર કરવામાં ઉપયોગી સાબિત થઈ શકે છે. બદામનું તેલ ,  એવોકાડો તેલ ,  સૂર્યમુખી તેલ  અને  વ્હીટગ્રાસ તેલ  વિટામિન ઇના સારા સ્ત્રોત છે. જો તમે ડાઘ દૂર કરવા માટે વિટામિન-ઇ તેલનો ઉપયોગ કરી રહ્યાં છો, તો ચોક્કસપણે પહેલા ડૉક્ટરની સલાહ લો.

ટી ટ્રી ઓઇલ: ટી ટ્રી ઓઇલ ફંગલ ઇન્ફેકશનના કારણે થતા ડાઘની સારવારમાં અસરકારક માનવામાં આવે છે. દાદરના નિશાન દૂર કરવા માટે, કોઈપણ  આવશ્યક તેલમાં  નાળિયેર તેલ અને ટી ટ્રી ઓઈલના થોડા ટીપાં મિક્સ કરો અને અસરગ્રસ્ત જગ્યા પર લગાવો. આ તમે દિવસમાં 3 વખત લગાવી શકો છો.

લેમનગ્રાસ તેલ:  લેમનગ્રાસ  એ એક એસેન્શીયલ તેલ છે જેમાં એન્ટિફંગલ ગુણો હોય છે, જે ઘણા પ્રકારના ફૂગના વિકાસને ઘટાડવામાં મદદ કરી શકે છે. ત્વચા પર લેમનગ્રાસ તેલ લગાવતા પહેલા તેને પાતળું કરવું જરૂરી છે. તેના માટે આ તેલમાં નારિયેળનું તેલ મિક્સ કરો. આ તેલને રૂની મદદથી દિવસમાં બે વાર ત્વચા પર લગાવો. તેનાથી ત્વચા સાફ થઈ જશે અને ડાઘ-ધબ્બા પણ દૂર થશે.

ત્વચા પર દાદર થવું એ ફંગલ ઈંફેકશનનું એક મુખ્ય લક્ષણ છે.  દાદરને સારવાર અને ઘરગથ્થુ ઉપચારની મદદથી ઠીક કરી શકાય છે, પરંતુ ત્વચા પર તેના નિશાન લાંબા સમય સુધી રહી શકે છે. આવી સ્થિતિમાં દાદરના નિશાન દૂર કરવા માટે  નારિયેળ તેલ અને હળદરનો ઉપયોગ કરી શકાય છે.

જો સતત 2 અઠવાડિયા સુધી ઘરેલું ઉપચાર અજમાવવાથી કોઈ ફરક ન પડે તો એકવાર ચોક્કસ ત્વચારોગ વિજ્ઞાનીનો સંપર્ક કરો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *