આપણે બઘા લોકો નાની ઉંમરથી સંભાળીએ છીએ કે આપણે શરીરને સ્વસ્થ, હેલ્ધી અને ફિટ બનાવી રાખવા માટે આપણા શરીરની પાચનક્રિયા મજબૂત રહેવી જરૂરી છે. આપને બધા સ્વસ્થ અને હેલ્ધી રહેવા માટે ઘણા બધા આહાર ખાતા હોઈએ છીએ.
જયારે આપણે ખોરાક ખાઈ લઈએ અને તે ખોરાક યોગ્ય રીતે નથી પચતો તો આપણા શરીરને યોગ્ય પોષક તત્વો પૂરતા પ્રમાણમાં ના મળે તો તેની અસર આપણા પાચનતંત્ર પર પડે છે. ખોરાક ના પચવાના કારણે પેટમાં અપચો, ગેસ, કબજિયાત, ઉબકા આવવા, પેટ ખરાબ થવું જેવી સમસ્યાઓ થવાનું શરૂ થઈ જાય છે.
મોટાભાગે દરેકને એવી ટેવ હોય છે કે ભુખ લાગે એટલે બહારના ફાસ્ટફૂડ અને જંકડૂડ ખાવાનું વઘારે પસંદ કરે છે. જેના કારણે વ્યકિએન કબજિયાત અને એસીડીટી જેવી પેટને લગતી અન્ય સમસ્યા થઈ શકે છે. બહારનું ચરબી યુક્ત ખોરાક ખાવાથી પણ પાચનતંત્ર પર તેની સીઘી અસર થતી હોય છે.
માટે આજે અમે તમારા માટે એવા કેટલાક ઉપાય લઈને આવ્યા છીએ જેની મદદથી તમે તમારી પાચનક્રિયાને સુધારી પાચનતંત્ર મજબૂત કરી શકશો. તો ચાલો જાણીએ પાચનતંત્રને મજબૂત કઈ કરવા જોઈએ.
તાજો ખોરાક ખાવો : પાચનતંત્રને મજબૂત બનાવી રાખવા માટે રાંઘેલો તાજો ખોરાક સૌથી બેસ્ટ માનવામાં આવે છે. તાજો ધરે જ બનાવેલ ખોરાક ખાવાથી પાચન ખુબ જ સરળતાથી થઈ શકે. જો તમે ઠંડુ કે ફ્રીઝમાં મુકેલો ખોરાક ખાઓ છો તો ખાવાનું ટાળવું જોઈએ. ફીઝનો ઠંડો ખોરાક ખાઈ લેવાથી પાચનક્રિયા ધીમી થઈ જાય છે જેથી ખોરાક પચતો નથી અને પેટને લગતી સમસ્યાઓ થવાનું શરૂ થઈ જાય છે. માટે પાંચને લગતી બીમારીઓથી બચવા ધીરેક બનાવેલ યોગ્ય શુદ્ધ આહાર નો સમાવેશ કરવો જોઈએ.
ભૂખ લાગે ત્યારે જ ખાવું : સ્વાથ્ય નિષ્ણાત અનુસાર રોજે યોગ્ય સમયે જ જમવું જોઈએ. ટાઈમ વગર કોઈ પણ સમયે જમવાથી પાચન યોગ્ય થતું નથી. જેથી કબજિયાતની સમસ્યા થવા લાગે છે. આ માટે તમારે દિવસમાં 3 વાર સમયસર જમવું જોઈએ. અને ભોજન પછી થોડો સમય ચાલવું જોઈએ. જેથી તમે ખાઘેલ ખોરાક પચી જશે અને તમારી પાચનક્રિયા મજબૂત બની રહેશે.
ખોરાકને ચાવીને ખાવો : પાચનની ક્રિયાની શરૂઆત મોં થી ચાલુ થાય છે. ખોરાકને મોં માં મુકવાથી દાંત ખોરાકને ભાંગી દે છે. યોગ્ય અને સારી રીતે ચાવીને ખાવાથી પોષક તત્વોનું સારા પ્રમાણમાં શોષણ થાય છે. ઘ્યાનમાં રાખવું કે ભોજન હંમેશા ઘીરે અને શાંતિથી કમાવું જોઈએ. ઘીમે ઘીમે જમવાથી ખોરાકને સારી રીતે ચવાઈને અંદર જાય છે, જેથી પાચનતંત્ર ખુબ જ ઝડપથી તેને પચાવી દેવામાં મદદ કરે છે.
પાણી વઘારે પીવું : આપણા શરીરને હાઈડ્રેટ રાખવા માટે પાણી પીવું ખુબ મહત્વ પૂર્ણ છે. પાણી પીવાથી ખોરાકને ઝડપી પચાવામાં મદદ મળે છે. તમને જો પથરીની સમસ્યા હોય તો વધારે પાણી પીવાથી પથરી ઘણી વખત પેશાબ વાતે બહાર નીકળી જાય છે. આ ઉપરાંત ભોજન 45 મિનિટ પછી જ પાણી પીવાની સલાહ આરોગ્ય નિષ્ણાત આપે છે.
હેલ્થ નિષ્ણાત અનુસાર ભોજન પછી ચાલવા જવાથી આપણી મંદ પડી ગયેલ પાચનશક્તિ મજબૂત બને છે. જો તમને પણ પાચનને લગતી સમસ્યાના કારણે પેટની બીમારીથી ખુબ જ પરેશાન છો તો તમે પણ ઉપર જણાવ્યા પ્રમાણે કરશો તો તમને પેટને લગતી અન્ય સમસ્યા પણ ખુબ જ આસાનીથી દૂર થશે.