આપણે જાણીએ છીએ કે જે લોકોને મચ્છર વધુ કરડે છે તે લોકો જ જાણે છે કે મચ્છરની આંતરડી નાની હોતી નથી. મચ્છર ઘાઢ ઊંઘમાં ખલેલ પહોંચાડવા ની સાથે સાથે તે કરડવાથી ડેન્ગ્યુ, મેલેરિયા જેવા અનેક જીવલેણ રોગો થાય છે. તેથી આવી સ્થિતિમાં, ઘરમાં મચ્છરોને ભગાડવા માટે બધા લોકો જુદા જુદા ઉપાયો કરતા હોય છે.
આપણામાંથી મોટાભાગના લોકો બજારમાંથી જુદી જુદી પ્રોડક્ટ્સ લાવીને મચ્છરોથી છુટકાળો મેળવવાનું વિચારે છે. પરંતુ આ બજારુ વસ્તુઓ જેટલી મચ્છરોને અસર કરે છે તેટલી જ આપણા સ્વાસ્થ્યને પણ અસર કરે છે. આ એટલા માટે કે આ બજારુ પ્રોડક્ટ્સમાં કેમિકલનો ઉપયોગ થયેલો હોય છે જે આપણને પણ નુકશાન પહોંચાડે છે.
આ ઉપરાંત આપણે વધુ પૈસા ખર્ચીને બજારુ પ્રોડક્ટ્સ લાવીએ છીએ, સાથે સાથે આપણે આપણા સ્વાસ્થ્યને નુકશાન પણ પહોંચાડીએ છીએ. આવી સ્થિતિમાં આપણે દેશી અને ઘરેલુ ઉપાય કરવો જોઈએ જેમાં માત્ર 10 રૂપિયાનો ખર્ચ થાય અને આપણા સ્વાસ્થ્યને નુકશાન ન થાય અને મચ્છરોથી પણ છુટકાળો મળે.
તો આ લેખમાં અમે તમને ઘરેથી મચ્છરોથી કેવી રીતે ભગાડી શકીએ તે વિષે જણાવીશું. અહીંયા તમને એકદમ દેશી ઉપાયો જણાવીશું જેનાથી તમારા સ્વાસ્થ્યને કોઈપણ પ્રકારનું નુકશાન થશે નહીં. તો ચાલો જાણીએ આ દેશી અને અસરકારક ઉપાયો વિષે.
ઘરમાં પોતા માટે જે પાણી લો છો તેમાં એપલ સાઇડર વિનેગર ઉમેરો: તમે પોતા માટે જે પાણીનો ઉપયોગ કરો છો અથવા જે કટકાથી પોતા કરો છો તેમાં થોડું એપલ સાઇડર વિનેગર નાખો અને આખા ઘરમાં પોતું કરો. તમને જણાવીએ કે આવી રીતે પોતા કરવાથી ફ્લોર ચમકવા લાગશે સાથે સાથે ઘરમાંથી કીડીઓ અથવા કરોળિયા અને મચ્છરો પણ ઘરમાંથી ભાગી જશે.
જો તમે ઇચ્છો તો આ પાણીમાં થોડા લીમડાના પાન પણ ઉમેરી શકો છો. આ સિવાય ફટકળી, લીંબુનો રસ અને કપૂર પણ આ પાણીમાં મિક્સ કરી શકો છો. મચ્છરો આ વસ્તુઓની સુગંધથી જ ભાગી જાય છે.
ગલગોટાના ફૂલ: ગલગોટાના ફૂલ મોટાભાગના દરેક ઘરોમાં જોવા મળે છે જેનો મોટાભાગે ઉપયોગ પૂજા માટે કરવામાં આવે છે. જો તમારા ઘરમાં ગલગોટાના ફૂલો છે, તો તમે તમારા ઘરમાંથી મચ્છરોને સરળતાથી દૂર કરી શકો છો. આ માટે તમારા ઘરમાં જ્યાં મચ્છરો અથવા માખીઓ હોય, તે રૂમમાં થોડા ગલગોટા મૂકો.
મચ્છરો આ ફૂલની સુંગંધથી જ તમારા રૂમમાંથી ભાગી જશે. ફક્ત મચ્છર જ નહીં, પરંતુ ગલગોટાની સુંગંધથી કીડીઓ, વંદા, અને નાની મોટી બધી જ જીવાત પણ ભાગી જશે કારણ કે કોઈપણ જીવજંતુને ગલગોટાના ફૂલની સુગંધથી સમસ્યા હોય છે. જો તમારા ઘરમાં ગલગોટાનો છોડ ન હોય તો, તમે આ ફૂલ બજારમાંથી લાવી શકો છો.